Bharuch: ઝઘડિયા પંથકમાં 43.4 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ ડે નોંધાયો

કાળઝાળ ગરમીની જનજીવન ઉપર વ્યાપક અસરખેતી લાયક વિસ્તારોમાં પાક સૂકાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા ઝઘડિય પંથકમાં આકરા તાપ સામે ખેડૂતો હારી ગયા છે. ખેતરોમાં કેળ, શેરડી જેવા પાકો ગરમીને કારણે બળી રહ્યા છે.ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઉનાળો કાળઝાળ સાબિત થઇ રહ્યો છે. આજે સોમવારના રોજ ઝઘડિયા પંથકમાં ગરમીના પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 43.4 ડિગ્રી તાપમાનની સાથે ઝઘડિયા પંથકમાં ઉનાળાનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો. માથુ ફાડી નાખે તેવી ગરમીની જનજીવન ઉપર વ્યાપક અસરો જોવા મળી આવી છે. સવારના દસ કલાકના સુમારેથી જ શહેર તથા નગરના માર્ગો સુમસામ નજરે પડે છે.43.4 ડિગ્રી તાપમાન અને તેની સામે વારંવાર ડુલ થતી વિજળીથી નગરજનો તથા ધરતીપુત્રો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિજળીની હાજરીમાં કેટલાક સ્થળો ઉપર લૉ-વોલ્ટેજની બુમો ઉપડી છે. તો તેની ક્ષતિ નિવારણમાં તંત્ર આળસ મરડી રહ્યું છે. કાળઝાળ ગરમીની માનવ જનજીવન સહિત ખેતી ઉપર પણ ગંભીર અસરો જોવા મળી છે. ગરમીને કારણે ખેતી લાયક વિસ્તારોના પાક પણ સુકાવા લાગ્યા છે. સોમવારના રોજ સૂર્ય નારાયણે ઝઘડિયા પંથકમાં અગન જ્વાળાઓ વરસાવી હતી. 43.4 ડિગ્રી તાપમાન નોંધાતા પંથકનો સૌથી હોટેસ્ટ ડે જણાય આવ્યો હતો. સવારના દસ કલાકથી જ નગરના માર્ગે પર જાણે સ્વયંભૂ કરફ્યુ છવાયો હોય તેવી પરિસ્થિતિ ઉભરી આવે છે. માથુ ફાડી નાંખે તેવી કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે નગરજનો ઘરમાં પુરાઇ ઠંડક મેળવવા માટે એસી, કુલર જેવા વિજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. તો તેની સામે ઝઘડિયાના કેટલાક વિસ્તારોમાં લૉ-વોલ્ટેજની બુમો પડી રહી છે. ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયોગો અપનાવી રહ્યા છે. સવારના દસથી સાંજના છ કલાક સુધી ઘરની બહાર નીકળવાનું ટાળી લોકો ઘરમાં જ ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. ગરમીને કારણે પંથકના રોડ સુમસામ નજરે પડી રહ્યા છે. તો માનવ જનજીવનની સાથે સાથે ખેતી ઉપર પણ ગરમીની વ્યાપક અસર વર્તાય રહી છે. ખેતી લાયક વિસ્તારોમાં ખેતીને રોજિંદુ પાણી આપવા છતાં સૂર્ય નારાયણના આકરા પ્રતાપ સામે ખેડૂતો હારી રહ્યા છે. કેળ, શેરડી જેવા પાકો ગરમીને કારણે બળી રહ્યા છે. ઝઘડિયા પંથકમાં કરાયેલા ખેતી લાયક વિસ્તારોમાં ગરમીને કારણે કેળના પાંદડા ઉપરથી બળી ગયેલા નજરે પડી રહ્યા છે. તો તેના રક્ષણ માટે ખેડૂતો પણ અવનવા પ્રયોગો કરી રહ્યા છે.

Bharuch: ઝઘડિયા પંથકમાં 43.4 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ ડે નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાળઝાળ ગરમીની જનજીવન ઉપર વ્યાપક અસર
  • ખેતી લાયક વિસ્તારોમાં પાક સૂકાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા
  • ઝઘડિય પંથકમાં આકરા તાપ સામે ખેડૂતો હારી ગયા છે. ખેતરોમાં કેળ, શેરડી જેવા પાકો ગરમીને કારણે બળી રહ્યા છે.

ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઉનાળો કાળઝાળ સાબિત થઇ રહ્યો છે. આજે સોમવારના રોજ ઝઘડિયા પંથકમાં ગરમીના પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 43.4 ડિગ્રી તાપમાનની સાથે ઝઘડિયા પંથકમાં ઉનાળાનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો. માથુ ફાડી નાખે તેવી ગરમીની જનજીવન ઉપર વ્યાપક અસરો જોવા મળી આવી છે. સવારના દસ કલાકના સુમારેથી જ શહેર તથા નગરના માર્ગો સુમસામ નજરે પડે છે.

43.4 ડિગ્રી તાપમાન અને તેની સામે વારંવાર ડુલ થતી વિજળીથી નગરજનો તથા ધરતીપુત્રો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિજળીની હાજરીમાં કેટલાક સ્થળો ઉપર લૉ-વોલ્ટેજની બુમો ઉપડી છે. તો તેની ક્ષતિ નિવારણમાં તંત્ર આળસ મરડી રહ્યું છે. કાળઝાળ ગરમીની માનવ જનજીવન સહિત ખેતી ઉપર પણ ગંભીર અસરો જોવા મળી છે. ગરમીને કારણે ખેતી લાયક વિસ્તારોના પાક પણ સુકાવા લાગ્યા છે.

સોમવારના રોજ સૂર્ય નારાયણે ઝઘડિયા પંથકમાં અગન જ્વાળાઓ વરસાવી હતી. 43.4 ડિગ્રી તાપમાન નોંધાતા પંથકનો સૌથી હોટેસ્ટ ડે જણાય આવ્યો હતો. સવારના દસ કલાકથી જ નગરના માર્ગે પર જાણે સ્વયંભૂ કરફ્યુ છવાયો હોય તેવી પરિસ્થિતિ ઉભરી આવે છે. માથુ ફાડી નાંખે તેવી કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે નગરજનો ઘરમાં પુરાઇ ઠંડક મેળવવા માટે એસી, કુલર જેવા વિજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. તો તેની સામે ઝઘડિયાના કેટલાક વિસ્તારોમાં લૉ-વોલ્ટેજની બુમો પડી રહી છે.

ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયોગો અપનાવી રહ્યા છે. સવારના દસથી સાંજના છ કલાક સુધી ઘરની બહાર નીકળવાનું ટાળી લોકો ઘરમાં જ ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. ગરમીને કારણે પંથકના રોડ સુમસામ નજરે પડી રહ્યા છે. તો માનવ જનજીવનની સાથે સાથે ખેતી ઉપર પણ ગરમીની વ્યાપક અસર વર્તાય રહી છે. ખેતી લાયક વિસ્તારોમાં ખેતીને રોજિંદુ પાણી આપવા છતાં સૂર્ય નારાયણના આકરા પ્રતાપ સામે ખેડૂતો હારી રહ્યા છે. કેળ, શેરડી જેવા પાકો ગરમીને કારણે બળી રહ્યા છે.

ઝઘડિયા પંથકમાં કરાયેલા ખેતી લાયક વિસ્તારોમાં ગરમીને કારણે કેળના પાંદડા ઉપરથી બળી ગયેલા નજરે પડી રહ્યા છે. તો તેના રક્ષણ માટે ખેડૂતો પણ અવનવા પ્રયોગો કરી રહ્યા છે.