Bharuch News: જીત બાદ મનસુખ વસાવા BJPના નિષ્કિય નેતાઓ પર આકરા પાણીએ

મનસુખ વસાવા સાથે સંદેશ ન્યૂઝની EXCLUSIVE મુલાકાત સંદેશ ન્યૂઝ પર સાંસદ મનસુખ વસાવાએ કરી ખાસ વાત સંગઠિત થઈને અમે લડયા અને જીત્યાઃ મનસુખ વસાવા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ હવે થોડા હળવાશના મૂડમાં દેખાયા છે.સંદેશ ન્યૂઝ સાથે મનસુખ વસાવાએ ખાસ વાત કરી હતી અને ચૈતર વસાવા પર આરોપ કર્યા હતા અને કહ્યું કે મારા પર ખોટા આરોપો મૂકાયા છે.ખોટા પ્રચારો અને ગપગોળા કરાયા હતા પરંતુ જનતા બધુ જાણે છે. ખોટા આરોપો મારા પર મૂકાયાઃ મનસુખ વસાવા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણા લોકોએ મારી પર ખોટા આરોપો મૂકયા હતા પરંતુ તેવા આરોપોએ કઈ ઉખાડયું નહી,ડેડિયાપાડા, ઝઘડિયા વિધાનસભા ટ્રાયબલ બેઠક છે,કેટલાક ટ્રાયબલ સંગઠનોએ અપપ્રચાર કર્યો અને મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો,પરંતુ મારૂ કામ બોલે છે. અમારા ઘણા નેતાએ નારાજગી અને નિષ્ક્રિયતા દાખવી : મનસુખ વસાવા અમારામાં ઘણા નેતાઓ એવા હતા કે જેઓ ચૂંટણી પ્રચારમાં પણ આવ્યા ન હતા અને નિષ્કિયતા દાખવી હતી. હું 7મી વખત જીત્યો છું, 1995થી રાજનિતીમાં છુ,આ સમય દરમિયાન વિકાસના કામો કર્યા.મે ઉદ્યોગો, શાંતિ સ્થાપવાનું કામ કર્યું જેથી જેથી રોજગારીની તકો વધી,નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજો પણ વધી છે.વિકાસ સતત થતો રહે છે તેનો કોઈ અંત ન હોય. ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની સતત 7મી જીત ગુજરાતમાં INDIA ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી હતી. વસાવા વર્સિસ વસાવાના કારણે આ બેઠક શરૂઆતથી જ ચર્ચામાં રહી હતી. પરિણામના અંતે મનસુખ વસાવા સતત સાતમી વાર આ બેઠક જીતવામાં સફળ રહ્યા છે. જો કે, મનસુખ વસાવાની લીડમાં જોરદાર ઘટાડો થયો છે. અહીં 2019 મનસુખ વસાવાએ 3,34,214 મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો. જેની સામે 2024માં 85,696 મતની લીડથી વિજય થયો છે. ચૈતર વસાવા હાર્યા મનસુખ વસાવાની સામે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા છે. ભાજપને બનાસકાંઠામાં પરાજયનો સામનો કરવો પડયો છે. તો બીજી તરફ ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહેલા અને INDIA ગઠબંધનનો મજબૂત ચહેરો ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડયો છે.

Bharuch News: જીત બાદ મનસુખ વસાવા BJPના નિષ્કિય નેતાઓ પર આકરા પાણીએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનસુખ વસાવા સાથે સંદેશ ન્યૂઝની EXCLUSIVE મુલાકાત
  • સંદેશ ન્યૂઝ પર સાંસદ મનસુખ વસાવાએ કરી ખાસ વાત
  • સંગઠિત થઈને અમે લડયા અને જીત્યાઃ મનસુખ વસાવા

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ હવે થોડા હળવાશના મૂડમાં દેખાયા છે.સંદેશ ન્યૂઝ સાથે મનસુખ વસાવાએ ખાસ વાત કરી હતી અને ચૈતર વસાવા પર આરોપ કર્યા હતા અને કહ્યું કે મારા પર ખોટા આરોપો મૂકાયા છે.ખોટા પ્રચારો અને ગપગોળા કરાયા હતા પરંતુ જનતા બધુ જાણે છે.

ખોટા આરોપો મારા પર મૂકાયાઃ મનસુખ વસાવા

ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણા લોકોએ મારી પર ખોટા આરોપો મૂકયા હતા પરંતુ તેવા આરોપોએ કઈ ઉખાડયું નહી,ડેડિયાપાડા, ઝઘડિયા વિધાનસભા ટ્રાયબલ બેઠક છે,કેટલાક ટ્રાયબલ સંગઠનોએ અપપ્રચાર કર્યો અને મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો,પરંતુ મારૂ કામ બોલે છે.

અમારા ઘણા નેતાએ નારાજગી અને નિષ્ક્રિયતા દાખવી : મનસુખ વસાવા

અમારામાં ઘણા નેતાઓ એવા હતા કે જેઓ ચૂંટણી પ્રચારમાં પણ આવ્યા ન હતા અને નિષ્કિયતા દાખવી હતી. હું 7મી વખત જીત્યો છું, 1995થી રાજનિતીમાં છુ,આ સમય દરમિયાન વિકાસના કામો કર્યા.મે ઉદ્યોગો, શાંતિ સ્થાપવાનું કામ કર્યું જેથી જેથી રોજગારીની તકો વધી,નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજો પણ વધી છે.વિકાસ સતત થતો રહે છે તેનો કોઈ અંત ન હોય.

ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની સતત 7મી જીત

ગુજરાતમાં INDIA ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી હતી. વસાવા વર્સિસ વસાવાના કારણે આ બેઠક શરૂઆતથી જ ચર્ચામાં રહી હતી. પરિણામના અંતે મનસુખ વસાવા સતત સાતમી વાર આ બેઠક જીતવામાં સફળ રહ્યા છે. જો કે, મનસુખ વસાવાની લીડમાં જોરદાર ઘટાડો થયો છે. અહીં 2019 મનસુખ વસાવાએ 3,34,214 મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો. જેની સામે 2024માં 85,696 મતની લીડથી વિજય થયો છે.

ચૈતર વસાવા હાર્યા મનસુખ વસાવાની સામે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા છે. ભાજપને બનાસકાંઠામાં પરાજયનો સામનો કરવો પડયો છે. તો બીજી તરફ ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહેલા અને INDIA ગઠબંધનનો મજબૂત ચહેરો ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડયો છે.