ભરૂચ દૂધધારા ડેરીમાં 19 તારીખે મતદાન થનાર છે ત્યારે આ વખતે ભાજપ VS ભાજપની ચૂંટણી છે, કારણ કે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની સામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે, ત્યારે ભાજપ પક્ષની અંદર અંદરની લડાઈને કારણે સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે.
દૂધધારા ડેરીમાં ભાજપ vs ભાજપ ઉમેદવાર
સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીતના જણાવ્યું કે હું, પક્ષના હિતમાં બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી અને
પક્ષને નુકસાન થતું હોય આવા પ્રકારના નિર્ણય લેવાય યોગ્ય નથી અને તે પાર્ટીની પરંપરામાં છે તૂટવું ના જોઈએ મારા માટે બંને નેતા સન્માનીય સન્માન્ય છે અને જવાબદાર પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે મેન્ડેડ મળ્યું તે પણ ભાજપના છે અને જે અપક્ષ લડે છે તે પણ ભાજપના છે જો તેઓને સસ્પેન્ડ કરાશે તો આવનારી ચૂંટણીમાં નુકાસન થશે.
અરૂણસિંહ રાણાએ આખી પેનાલ ઉતારી દીધી
મેન્ડેડ આપતા પહેલા બંન્ને જિલ્લા પર પ્રમુખે ધારાસભ્યો અને સાંસદોને સાથે ચર્ચા કરવાની જરૂર હતી જિલ્લા સંકલનને મિટીંગ કર્યા વગર ગાંધીનગર કક્ષાએ આ મેન્ડેડ અપાય છે, જે યોગ્ય નથી મેન્ડેડ આપતા પહેલા સ્થાનિક ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રમુખો સાથે પ્રદેશ કક્ષાએ કોઈ ચર્ચા થઈ નથી ત્યારે આ નુકસાન આવનારી ચૂંટણીઓમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં જે મેન્ડેડ અપાય છે જેમાં 15 સભ્યોમાં 12 સભ્યો ઘનશ્યામ પટેલની પેનલના જ્યારે માત્ર ત્રણ અરુણ સિંહ રાણાની પેનલના ઉમેદવારોને પક્ષનું મેન્ડેડ આપ્યો છે છતાં અરુણસિંહ રાણાએ આખી પેનલ ઉતારી છે.