Bharuch: જેલમાંથી છૂટતા જ નરાધમે 70 વર્ષીય વૃધ્ધા સાથે બીજીવાર આચર્યું દુષ્કર્મ
ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતાં ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલબીસી તથા એસોજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આકાશ પાતળ એક કરી રહી છે. LCB, SOG સહિત પોલીસની ટીમોએ શોધખોળ આદરી છે. આમોદના ઇટોલામાં પોલીસે ડ્રોનથી આરોપીની તપાસ કરી છે.આમોદ તાલુકાના એક ગામે રહેતી એક 70 વર્ષની વૃદ્ધા ઉપર 35 વર્ષીય યુવાન શૈલેષ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બર એમ બે વખત બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની આમોદ પોલીસ મથકે વૃધ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહીત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ. જી.સહિતની ટીમોએ ગામમાં પહોચી તેને પકડાવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુમહત્વપૂર્ણ છે કે આ જ વૃધ્ધા ઉપર એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ હતું. જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃધ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી.આમોદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા એસ.પી.સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. આ ધૃણાસ્પદ બનાવની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેકટર આર.બી.કરમટીયા ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતાં ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલબીસી તથા એસોજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આકાશ પાતળ એક કરી રહી છે. LCB, SOG સહિત પોલીસની ટીમોએ શોધખોળ આદરી છે. આમોદના ઇટોલામાં પોલીસે ડ્રોનથી આરોપીની તપાસ કરી છે.
આમોદ તાલુકાના એક ગામે રહેતી એક 70 વર્ષની વૃદ્ધા ઉપર 35 વર્ષીય યુવાન શૈલેષ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બર એમ બે વખત બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની આમોદ પોલીસ મથકે વૃધ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહીત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ. જી.સહિતની ટીમોએ ગામમાં પહોચી તેને પકડાવાના ચક્રો ગતિમાન કર્યા છે.
એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ
મહત્વપૂર્ણ છે કે આ જ વૃધ્ધા ઉપર એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ હતું. જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃધ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી.આમોદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા એસ.પી.સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. આ ધૃણાસ્પદ બનાવની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેકટર આર.બી.કરમટીયા ચલાવી રહ્યા છે.