Bayad: મોડાસા-નડિયાદ હાઈ-વેનો વાત્રક બ્રિજ પહોળો કરો

મોડાસા-નડિયાદ હાઇવે પર બાયડ નજીક આવેલા વાત્રક બ્રિજની સમાંતર બે નવા બ્રિજનું રૂ.50 કરોડના ખર્ચે નિર્માણ કરવાની દરખાસ્ત વહીવટી જાળમાં અટવાઇ પડી છે. પરિણામે અત્યંત સાંકડા બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકો પણ ભય અનુભવી રહ્યા છે.સરકારી તંત્ર શું કોઇ મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યું છે? તેવા સવાલો વાહનચાલકો ઉઠાવી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ તરફથી તેમજ મોડાસાથી આવતો વાહનોનો ટ્રાફિક આ બ્રિજ પર થઇને પસાર થાય છે. રોજનાં હજારો વાહનો આ બ્રિજ પર થઇને નીકળે છે. જેમાં પરપ્રાંતિય ટ્રકો-ટ્રેલરો-ભારે વાહનોના ટ્રાફિકનો પણ સમાવેશ થાય છે. વર્ષો પહેલાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તેની પહોળાઇ તત્કાલિન પરિસ્થિતિને આધીન 6.50 મીટર રાખવામાં આવી હતી. આ વાતને આજે 70 વર્ષ થવા આવ્યાં છે. પરંતુ ન બ્રિજને પહોળો કરવામાં આવ્યો કે ન તો નવા બ્રિજના નિર્માણ માટે ચિંતા કરવામાં આવી છે. આજની સ્થિતિએ નવા બનતા બ્રિજની પહોળાઇ ઓછામાં ઓછી 10 મીટર રાખવામાં આવે છે. જેની સામે હયાત બ્રિજની 6.50 મીટરની પહોળાઇ ઘણી જ ઓછી છે. બ્રિજની બંન્ને તરફથી હેવી વેહિકલ્સનો ભારે ટ્રાફિક રહે છે. આવામાં બે મોટાં વાહનો સામસામે આવી જાય ત્યારે ઘણી વખત ટ્રાફિક જામ થઇ જાય છે. એટલું જ નહીં, મોટો અકસ્માત સર્જાવાની પણ વાહનચાલકોમાં ભીતિ રહે છે. આ અંગે માર્ગ મકાન વિભાગ સ્ટેટનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હયાત વાત્રક બ્રિજની સમાંતર બંન્ને તરફ બે નવા બ્રિજ બનાવવાની આવશ્યક્તાને ધ્યાને લઇને ગાંધીનગર વિભાગમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. પરંતુ કોઇ કારણોસર તેને મંજુરી મળતી નથી. વર્ષ 2022માં મોરબી પુલની દૂર્ઘટના બની પછી ગાંધીનગરથી ટીમ આવી હતી અને આ બ્રિજ માટે સ્ટેબલનો રિપોર્ટ આપ્યો હતો. પરંતુ બ્રિજની અત્યંત ઓછી પહોળાઇની વિગત નજરઅંદાજ કરાઇ હતી. કોઇ મોટા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલાં નવા બે બ્રિજ બનાવવાની દરખાસ્તને મંજુરી મળે અને ઝડપથી કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માગણી છે. સ્ટેટ હાઇવે - 59 ઉપર આવેલો બ્રિજ 300 મીટર લાંબો બાયડ પાસે વાત્રક નદી પર બાંધવામાં આવેલો આ બ્રિજ 300 મીટર લાંબો છે અને માત્ર 6.50 મીટર પહોળાઇ ધરાવે છે. માર્ગ મકાન સ્ટેટ વિભાગે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ નવ મીટર પહોળા બે નવા બ્રિજનું નિર્માણ હયાત બ્રિજની સમાંતર કરવાનું થાય છે. આ માટે કુલ રૂ. 50 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ દરખાસ્ત તૈયાર કરાઇ હતી તે સમયનો ખર્ચનો આ અંદાજ છે. નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવે તો બાંધકામ ખર્ચ વધી પણ શકે છે તેવું સુત્રોએ જણાવ્યું હતું. બ્રિજ પરથી રોજનાં 20 હજાર વાહનો પસાર થાય છે માર્ગ મકાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2020માં આ બ્રિજ પરથી રોજ પસાર થતા વાહનોની સંખ્યાનો ડેટા મેળવવામાં આવ્યો હતો. જે મુજબ રોજના 20 હજાર વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. આ ડેટા પાંચ વર્ષ પહેલાંનો છે. આજની તારીખે રોજ પસાર થતા વાહનોની સંખ્યા વધી હોઇ શકે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Bayad: મોડાસા-નડિયાદ હાઈ-વેનો વાત્રક બ્રિજ પહોળો કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોડાસા-નડિયાદ હાઇવે પર બાયડ નજીક આવેલા વાત્રક બ્રિજની સમાંતર બે નવા બ્રિજનું રૂ.50 કરોડના ખર્ચે નિર્માણ કરવાની દરખાસ્ત વહીવટી જાળમાં અટવાઇ પડી છે. પરિણામે અત્યંત સાંકડા બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકો પણ ભય અનુભવી રહ્યા છે.

સરકારી તંત્ર શું કોઇ મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યું છે? તેવા સવાલો વાહનચાલકો ઉઠાવી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ તરફથી તેમજ મોડાસાથી આવતો વાહનોનો ટ્રાફિક આ બ્રિજ પર થઇને પસાર થાય છે. રોજનાં હજારો વાહનો આ બ્રિજ પર થઇને નીકળે છે. જેમાં પરપ્રાંતિય ટ્રકો-ટ્રેલરો-ભારે વાહનોના ટ્રાફિકનો પણ સમાવેશ થાય છે. વર્ષો પહેલાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તેની પહોળાઇ તત્કાલિન પરિસ્થિતિને આધીન 6.50 મીટર રાખવામાં આવી હતી. આ વાતને આજે 70 વર્ષ થવા આવ્યાં છે. પરંતુ ન બ્રિજને પહોળો કરવામાં આવ્યો કે ન તો નવા બ્રિજના નિર્માણ માટે ચિંતા કરવામાં આવી છે. આજની સ્થિતિએ નવા બનતા બ્રિજની પહોળાઇ ઓછામાં ઓછી 10 મીટર રાખવામાં આવે છે. જેની સામે હયાત બ્રિજની 6.50 મીટરની પહોળાઇ ઘણી જ ઓછી છે. બ્રિજની બંન્ને તરફથી હેવી વેહિકલ્સનો ભારે ટ્રાફિક રહે છે. આવામાં બે મોટાં વાહનો સામસામે આવી જાય ત્યારે ઘણી વખત ટ્રાફિક જામ થઇ જાય છે.

એટલું જ નહીં, મોટો અકસ્માત સર્જાવાની પણ વાહનચાલકોમાં ભીતિ રહે છે. આ અંગે માર્ગ મકાન વિભાગ સ્ટેટનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હયાત વાત્રક બ્રિજની સમાંતર બંન્ને તરફ બે નવા બ્રિજ બનાવવાની આવશ્યક્તાને ધ્યાને લઇને ગાંધીનગર વિભાગમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. પરંતુ કોઇ કારણોસર તેને મંજુરી મળતી નથી. વર્ષ 2022માં મોરબી પુલની દૂર્ઘટના બની પછી ગાંધીનગરથી ટીમ આવી હતી અને આ બ્રિજ માટે સ્ટેબલનો રિપોર્ટ આપ્યો હતો. પરંતુ બ્રિજની અત્યંત ઓછી પહોળાઇની વિગત નજરઅંદાજ કરાઇ હતી. કોઇ મોટા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલાં નવા બે બ્રિજ બનાવવાની દરખાસ્તને મંજુરી મળે અને ઝડપથી કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માગણી છે.

સ્ટેટ હાઇવે - 59 ઉપર આવેલો બ્રિજ 300 મીટર લાંબો

બાયડ પાસે વાત્રક નદી પર બાંધવામાં આવેલો આ બ્રિજ 300 મીટર લાંબો છે અને માત્ર 6.50 મીટર પહોળાઇ ધરાવે છે. માર્ગ મકાન સ્ટેટ વિભાગે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ નવ મીટર પહોળા બે નવા બ્રિજનું નિર્માણ હયાત બ્રિજની સમાંતર કરવાનું થાય છે. આ માટે કુલ રૂ. 50 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ દરખાસ્ત તૈયાર કરાઇ હતી તે સમયનો ખર્ચનો આ અંદાજ છે. નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવે તો બાંધકામ ખર્ચ વધી પણ શકે છે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

બ્રિજ પરથી રોજનાં 20 હજાર વાહનો પસાર થાય છે

માર્ગ મકાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2020માં આ બ્રિજ પરથી રોજ પસાર થતા વાહનોની સંખ્યાનો ડેટા મેળવવામાં આવ્યો હતો. જે મુજબ રોજના 20 હજાર વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. આ ડેટા પાંચ વર્ષ પહેલાંનો છે. આજની તારીખે રોજ પસાર થતા વાહનોની સંખ્યા વધી હોઇ શકે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.