Banaskanthaમાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ, ઢોલ વગાડી રોષ કર્યો વ્યકત
બનાસકાંઠામાં સિંચાઇના પાણી મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે,કેનાલમાં પાણી ન મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો છે,અને વાવના રાધાનેસડા કેનાલમાં પાણી ન મળતા વિરોધ કર્યો છે,ખેડૂતોએ કેનાલમમાં પાક સળગાવીને વિરોધ કર્યો હતો,સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ના મળતા વિરોધ કરવામાં આવ્યો છે,ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓને વાત કરી છે તેમ છત્તા પાણી છોડવામાં આવતું નથી. કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ વાવના રાધનેસડા કેનાલમાં પાણીની પારાયણને લઇ ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે,ખેડૂતોએ ભેગા મળીને ઢોલ વગાડયો અને વિરોધ કર્યો હતો,કેનાલમાં લાંબા સમયથી પાણી છોડવામાં આવતુ નથી જેના કારણે શિયાળુ પાક કરવામાં તકલીફ પડી રહી છે તેવી ફરિયાદ ખેડૂતોની છે જેને કારણે આજે સવારે ખેડૂતો ભેગા થયા અને વિરોધ કર્યો છે,વાવેતર કરી દીધુ તેમ છત્તા પાણી મળતુ નથી જેના કારણે પાક પણ સુકાઈ જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે. પાલનપુરમાં પાણીની પારાયણ પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં નગરજનોને પીવા માટે ધરોઇ જુથ યોજનાનો પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જ્યાં ગણેશપુરા વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન આવતાં રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ સોમવારે નગરપાલિકામાં ઘસી આવી હતી. જ્યાં માટલા ફોડી પાણી પુરવઠા વિભાગની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. શિયાળામાં વધી પાણીની સમસ્યા શિયાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે,ખેડૂતોને તો પાણી નથી મળતું એવો આક્ષેપ લગાયો છે પરંતુ સ્થાનિકોને પણ પાણી નથી મળતુ તેવી બુમ ઉભી થઈ છે,ત્યારે નર્મદાનું પાણી ખેડૂતોની કેનાલ સુધી પહોંચે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે,ત્યારે ખેડૂતો પણ પાણી મળે તેની રાહે બેઠા છે,પાણી પુરવટા વિભાગના અધિકારી જરા તમે પણ ખેડૂતોની વાચા સમજો અને તેમને પાણી આપો,જો પાણી છોડવામાં નહી આવે તો તૈયાર કરેલો પાક નિષ્ફળ જઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં સિંચાઇના પાણી મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે,કેનાલમાં પાણી ન મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો છે,અને વાવના રાધાનેસડા કેનાલમાં પાણી ન મળતા વિરોધ કર્યો છે,ખેડૂતોએ કેનાલમમાં પાક સળગાવીને વિરોધ કર્યો હતો,સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ના મળતા વિરોધ કરવામાં આવ્યો છે,ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓને વાત કરી છે તેમ છત્તા પાણી છોડવામાં આવતું નથી.
કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ
વાવના રાધનેસડા કેનાલમાં પાણીની પારાયણને લઇ ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે,ખેડૂતોએ ભેગા મળીને ઢોલ વગાડયો અને વિરોધ કર્યો હતો,કેનાલમાં લાંબા સમયથી પાણી છોડવામાં આવતુ નથી જેના કારણે શિયાળુ પાક કરવામાં તકલીફ પડી રહી છે તેવી ફરિયાદ ખેડૂતોની છે જેને કારણે આજે સવારે ખેડૂતો ભેગા થયા અને વિરોધ કર્યો છે,વાવેતર કરી દીધુ તેમ છત્તા પાણી મળતુ નથી જેના કારણે પાક પણ સુકાઈ જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.
પાલનપુરમાં પાણીની પારાયણ
પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં નગરજનોને પીવા માટે ધરોઇ જુથ યોજનાનો પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જ્યાં ગણેશપુરા વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન આવતાં રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ સોમવારે નગરપાલિકામાં ઘસી આવી હતી. જ્યાં માટલા ફોડી પાણી પુરવઠા વિભાગની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
શિયાળામાં વધી પાણીની સમસ્યા
શિયાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે,ખેડૂતોને તો પાણી નથી મળતું એવો આક્ષેપ લગાયો છે પરંતુ સ્થાનિકોને પણ પાણી નથી મળતુ તેવી બુમ ઉભી થઈ છે,ત્યારે નર્મદાનું પાણી ખેડૂતોની કેનાલ સુધી પહોંચે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે,ત્યારે ખેડૂતો પણ પાણી મળે તેની રાહે બેઠા છે,પાણી પુરવટા વિભાગના અધિકારી જરા તમે પણ ખેડૂતોની વાચા સમજો અને તેમને પાણી આપો,જો પાણી છોડવામાં નહી આવે તો તૈયાર કરેલો પાક નિષ્ફળ જઈ શકે છે.