Banaskanthaના થરાદમાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાતા વાહનો થયા બંધ,જુઓ Video

સર્વિસ રોડ ઉપર ભરાયેલા પાણીથી લોકો પરેશાન સાચોર સિક્સ લેન હાઈવેની બાજુમાં પાણી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી બનાસકાંઠાના થરાદમાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાતા વાહનો બંધ થયા છે.પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી પાણી ભરાયા છે,સાથે સાથે આ પાણીમાં વાહનો બંધ પડી જતા વાહનચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે,વરસાદના સમયે દર વખતે આ રીતે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે જેનો ભોગ સામન્ય વ્યકિત બનતો હોય છે. થરાદમાં દોઢ ઈંચ વરસાદથી ભરાયા પાણી થરાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી.થરાદ સાચોર સિક્સ લેન હાઈવેની બાજુમાં બનાવેલા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો હેરાન થઈ ગયા છે.સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા અનેક રાહદારીઓ વાહન ચાલકો અને ખેડૂતોને ચાલવું મુશ્કેલ બન્યું છે.સિક્સ લેન હાઇવે બનાવ્યા બાદ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા ઘૂંટણસમાં ભરાઈ રહ્યા છે પાણી. નગરપાલિકાની કામગીરી પર સવાલ સ્થાનિકોનો આક્ષેપ છે કે,ભારે વરસાદ પડે ત્યારે કેડસમા પાણી ભરાઈ જતા હોય છે,નગરપાલિકાને આ વાતની ખબર હોવા છત્તા કોઈ કામગીરી કરવામાં આવતી નથી,પાણી ભરાઈ જાય તો તેનો મોટર વડે પણ નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે,તંત્ર આંખ આળા કાન કરે છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે,તો નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં જ હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠામાં વરસાદી માહોલ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. પાલનપુર, ડીસા, ધાનેરા, અમીરગઢ, ઈકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ પડતા કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યા હતા. જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

Banaskanthaના થરાદમાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાતા વાહનો થયા બંધ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સર્વિસ રોડ ઉપર ભરાયેલા પાણીથી લોકો પરેશાન
  • સાચોર સિક્સ લેન હાઈવેની બાજુમાં પાણી પાણી
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

બનાસકાંઠાના થરાદમાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાતા વાહનો બંધ થયા છે.પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી પાણી ભરાયા છે,સાથે સાથે આ પાણીમાં વાહનો બંધ પડી જતા વાહનચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે,વરસાદના સમયે દર વખતે આ રીતે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે જેનો ભોગ સામન્ય વ્યકિત બનતો હોય છે.

થરાદમાં દોઢ ઈંચ વરસાદથી ભરાયા પાણી

થરાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી.થરાદ સાચોર સિક્સ લેન હાઈવેની બાજુમાં બનાવેલા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો હેરાન થઈ ગયા છે.સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા અનેક રાહદારીઓ વાહન ચાલકો અને ખેડૂતોને ચાલવું મુશ્કેલ બન્યું છે.સિક્સ લેન હાઇવે બનાવ્યા બાદ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા ઘૂંટણસમાં ભરાઈ રહ્યા છે પાણી.


નગરપાલિકાની કામગીરી પર સવાલ

સ્થાનિકોનો આક્ષેપ છે કે,ભારે વરસાદ પડે ત્યારે કેડસમા પાણી ભરાઈ જતા હોય છે,નગરપાલિકાને આ વાતની ખબર હોવા છત્તા કોઈ કામગીરી કરવામાં આવતી નથી,પાણી ભરાઈ જાય તો તેનો મોટર વડે પણ નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે,તંત્ર આંખ આળા કાન કરે છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે,તો નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં જ હોય તેમ લાગી રહ્યું છે.

બનાસકાંઠામાં વરસાદી માહોલ

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. પાલનપુર, ડીસા, ધાનેરા, અમીરગઢ, ઈકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ પડતા કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યા હતા. જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.