Banaskantha: ડીસા પાલિકામાં છેલ્લા 4 માસથી ચાલી રહેલા વિવાદનો અંત, જાણો મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલિકામાં છેલ્લા 4 માસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. પાલિકા પ્રમુખના રાજીનામાંને લઇ છેલ્લા 4 માસથી ડીસામાં વિવાદ ચાલી રહ્યો હતો. ખુદ ભાજપના જ નગર સેવકોએ ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સામે મોરચો માંડ્યો હતો. આખરે આજે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ પ્રમુખ પદેથી તેમજ પાલિકાના સભ્ય પદેથી રાજીનામુ ધરી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ માનસિક ત્રાસ આપી રાજીનામુ આપવા મજબુર કર્યાના આક્ષેપ કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપનો આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે હવે ભાજપનો આંતરિક કકળાટ ઉભરીને બહાર આવ્યો છે. ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન દવેએ 15 માસ અગાઉ ચાર્જ સંભાળ્યો ત્યારથી જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો.એક તરફ ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતા દવેનું નામ જાહેર થતા જ બીજી તરફ ડીસા પાલિકાના ઉપપ્રમુખ તેમજ કેટલાક ભાજપના જ સભ્યો પોતાના રાજીનામાં સાથે પ્રમુખ વિરુદ્ધ રજૂઆત લઈ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા... જોકે પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ સોંપાતા જ ભાજપના કેટલાક સભ્યોએ પ્રમુખ સામે મોરચો માંડી દીધો હતો. જોકે છેલ્લા ચાર માસથી આ વિવાદ એટલો વકર્યો કે ભાજપનો આંતરિક કકળાટ ઉભરીને બહાર આવી ગયો હતો. જો કે છેલ્લા 4 માસથી પાલિકામાં ચાલી રહેલા આ વિવાદને લઇ પાલિકા પ્રમુખને પાર્ટીએ રાજીનામુ આપવાનું કહ્યું તો બીજી તરફ પ્રમુખ સામે મોરચો માડનાર ઉપપ્રમુખ તેમજ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. જોકે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત સામે આવતા જ પ્રમુખ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું તેમજ સભ્ય પદેથી પણ રાજીનામું લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને બ્રહ્મ સમાજના આગેવાનો સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ પોતાના સભ્ય પદેથી રાજીનામુ ધરી દીધું.
જોકે પ્રમુખ પદેથી રાજીનામું આપનાર સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ડીસાના વર્તમાન ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ડીસાના ધારાસભ્ય પ્રમુખને છેલ્લા કેટલાક સમયથી માનસિક ત્રાસ આપી રહ્યા હતા. નિયમો વિરુદ્ધના કામો કરાવવાને લઇ ધારાસભ્ય પ્રમુખને દબાવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા તો સાથે પાલિકાના ઉપ્રમુખ અને શાશક પક્ષના નેતા પણ પોતાના દબાણો બચાવવા પાલિકા પ્રમુખને માનસિક ત્રાસ આપી રાજીનામુ આપવા મજબુર કર્યાના આક્ષેપો કર્યા... જોકે પાલીકા પ્રમુખે પોતાનું પ્રમુખ પદ અને સભ્ય પદ તો છોડી દીધું પરંતુ તેમને માનસિક ત્રાસ આપવામાં મામલે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી વિરુદ્ધ પ્રદેશ કક્ષાએથી લઈ કેન્દ્ર કક્ષા સુધી લેખિત રજૂઆતો કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
તો બીજી તરફ બ્રહ્મ સમાજની મહિલાને પાલિકા પ્રમુખ પદેથી રાજીનામુ અપાવવાની સતત બીજી ઘટનાને લઇ બ્રહ્મ સમાજ પણ રોસે ભરાયો છે... થોડા સમય અગાઉ પાલનપુર તાલુકાના પ્રમુખ હેતલબેન રાવલનું પ્રમુખ પદેથી રાજીનામું અને તે બાદ હવે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેનું પ્રમુખ પદેથી રાજીનામું... જોકે બ્રહ્મ સમાજે પણ ડીસા ધારાસભ્ય સહિતના લોકો પર આંકડા પ્રહારો કર્યા અને કહ્યું કે જો પાર્ટી આવું ને આવું ચાલવા દેશે તો બ્રહ્મ સમાજ આગામી દિવસોમાં ભાજપ વિમુખ થઈ જશે... ત્યારે મહત્વની વાત છે કે આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને તે વચ્ચે ભાજપ અને બ્રહ્મ સમાજ વચ્ચેનો આ વિવાદ ભાજપને પરિણામોમાં મોટુ નુકશાન પહોચાડે તેવી ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે. ત્યારે અત્યારે તો ડીસા ધારાસભ્યના માનસિક ત્રાસને પગલે પાલિકા પ્રમુખના રાજીનાનું જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
What's Your Reaction?






