Banaskantha જિલ્લામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો, કરોડો રૂપિયાની કરી રહ્યા છે કમાણી

Jan 3, 2025 - 19:00
Banaskantha જિલ્લામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો, કરોડો રૂપિયાની કરી રહ્યા છે કમાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ગૌશાળાના નામે ડ્રો કરવામાં આવે છે, જેમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં આવતો નથી. કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા આવા ડ્રોના સંચાલક અશોક માળી અને તેના સાગરીતો ઘર ભેગા કરી રહ્યા છે.

અશોક માળી ગૌશાળાના નામે ડ્રો ચલાવવાની મોડ્સ ઓપરેન્ડી શીખ્યો

બનાસકાંઠા જિલ્લામાં ડ્રો કિંગ તરીકે ઓળખાતો અશોક માળી થરાદ તાલુકાના મોરથલ્ ગામનો રહેવાસી છે અને તેની ઉંમર 36 વર્ષની છે આ અશોક માળી પહેલા મંડપનો ધંધો કરતો હતો અને તેના પર દેવુ પણ થઈ ગયું હતું. તે રાજસ્થાનમાં યોજતા ગૌશાળાના નામે ડ્રોમાં એજન્ટ બન્યો અને ગૌશાળાના નામે ડ્રો ચલાવવાની મોડ્સ ઓપરેન્ડી શીખ્યો હતો. અશોક માળીએ પ્રથમ ડ્રો થરાદ તાલુકાના ડેંડુવા ગામમાં આવેલા સુમેર પુરી ગૌશાળામાં 8 જૂન 2024ના રોજ કર્યો હતો. જેમાં એક કુપનની કિંમત 299 રૂપિયા હતી. સૂત્રોનું માનીએ તો આ ડ્રોમાં 3.25 લાખ જેટલી કુપનો વહેંચવામાં આવી, આ કુપનોની કિંમત 9 કરોડ 71 લાખ 75 હજાર જેટલી થાય છે. જેમાં 3 કરોડ 21 લાખ 75 હજાર જેટલું એજન્ટોને કમિશન અપાયું છે અને 1 કરોડ જેટલા ગૌશાળા સંચાલકોને અપાયા છે અને 2 કરોડના ઈનામો અને આયોજન પાછળ ખર્ચ કરાયા હોવાનો અંદાજ છે.

ડ્રોમાં મોટા મોટા નેતાઓ પણ રહેતા હાજર

6 કરોડ 70 લાખ જેટલા અશોક માળી અને તેની 135 લોકોની ટીમ કમાઈ હોવાનું અંદાજ છે તો બીજો ડ્રો ધાનેરા તાલુકાના વાલેર ગામમાં 7/9/24ના રોજ યોજાયો હતો. આ ડ્રો વાલેર ગૌશાળા અને વાલેર ધામના મહંત સુંદરપુરી મહારાજના આગેવાનીમાં યોજાયો હતો, જેમા ધાનેરાના ધારસભ્ય માવજી દેસાઈ, કોંગ્રસના પૂર્વ પાલિકા પ્રમુખ બળવત બારોટ, ડ્રોના મુખ્ય આયોજક અશોક માળી, બીજા મુખ્ય આયોજક ભાજપના અગ્રણી ફોજાજી રાજપૂત અને અશોક મળીની ટીમના 135 લોકો સાથે ગુજરાતી કલાકાર નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ ડ્રોના ડાયરાની મંજૂરી ધાનેરા મામલતદારે આપી હતી, પોલીસ પ્રોટેક્શન અને પોલીસની હાજરી વચ્ચે ડ્રો અને ડાયરો યોજાયો હતો. જેમાં 50,000 કરતા વધુ લોકો હાજર રહ્યા હતા. સમગ્ર ડાયરાનો લાઈવ ટેલિકાસ્ટ યુટ્યૂબ ચેનલ પર કરવામાં આવ્યું હતું. વાલેરના ડ્રોમાં 399ની કુપન રાખવામાં આવી હતી, એક કુપન વહેંચવા પર એજન્ટને 100 રુપિયા કમિશન હતું. જેમાં એક કુપનની કિંમત 399 રૂપિયા હતી. સૂત્રોનું માનીએ તો આ ડ્રોમાં 3.50 લાખ જેટલી કુપનો વહેંચવામાં આવી.

અશોક માળી અને વાલેર ગામના સંત સુખદેવપુરીનું એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું

આ કુપનોની કિંમત 13 કરોડ 96 લાખ 50 હજાર જેટલી થાય છે, જેમાં 3 કરોડ 50 લાખ જેટલું એજન્ટોને કમિશન અપાયું છે. 1.5 કરોડ જેટલા ગૌશાળા સંચાલકોને અપાયા છે. 2.5 કરોડના ઈનામો અને આયોજન પાછળ ખર્ચ કરાયા હોવાનો અંદાજ છે. 6 કરોડ 46 લાખ જેટલા અશોક માળી, ભાજપના આગેવાન ફોજાજી રાજપૂત અને તેમની 135 લોકોની ટીમ કમાઈ છે. આ ડ્રોમાં અશોક માળી અને વાલેર ગામના સંત સુખદેવપુરીનું એક રેકોર્ડિંગ પણ વાયરલ થયું, જેમાં અશોક માળી પાસે સુખદેવ પુરી ટ્રસ્ટમાં પૈસા નાખવાની જગ્યાએ રોકડા પૈસા માગી રહ્યા છે. આ બાબતે કોઈ પૂછપરછ ના કરે તે માટે એક વકીલને પણ નિમણૂક કરવામાં આવી અને જો આ ડ્રો બાબતે કોઈ સોશિયલ મીડિયામાં લખે તો વકીલ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવતી હતી અને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આજ દિન સુધી વાલેર ગામમાં થયેલા ડ્રો બાબતે અનેક અરજીઓ થઈ, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ

અશોક માળી હાલમાં ફરાર

ત્યારે હાલમાં એક તરફ અશોક માળી ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે તો બીજી તરફ અશોક માળીના સાગરીતો તેની જે ગામની અંદર ઓફિસ ખોલીને ડ્રોની કુપન વેચી રહ્યા છે. પોલીસ અને વહીવટી તંત્રને ચેલેન્જ આપી રહ્યા છે. જે ઓફિસ પર ડ્રોના સ્ટીકરો અને મોટા મોટા બેનરો મારવામાં આવ્યા હતા, તે ઓફિસ પર અત્યારે તો મંડપ અને વાસણ તેમજ જનરલ સ્ટોર્સના બોર્ડ મારવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0