Banaskantha News: પૂર્વ MLA એ ચૂંટણી પ્રચારમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉપાડ્યો

કોંગ્રેસને આલિયા માલિયા જમાલિયાની પાર્ટી ગણાવી “આપણી પાસે ભલે બે, પાંચ, પચ્ચીસ કરોડ રૂપિયા હોય” “પણ દીકરીઓની સલામતિ નહીં હોય તો પૈસા શું કામના” લોકસભાની ચૂંટણી દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ બેન દીકરીઓની સુરક્ષા અને હિન્દુત્વને નામે રેખાબેન માટે મત માંગ્યા છે. ગેનીબેનના ગઢ વાવ પંથકના ધરાધર ગામની સભામાં શશીકાંત પંડ્યાએ કોંગ્રેસને આલિયા માલિયા જમાલિયાની પાર્ટી ગણાવી છે. બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉપાડ્યો છે. પૂર્વ MLA શશીકાંત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, આપણી પાસે ભલે બે, પાંચ, પચ્ચીસ કરોડ રૂપિયા હોય છે. પણ દીકરીઓની સલામતી નહીં હોય તો પૈસા શું કામના ? સારું છે કે તમે એમને અહીં ઉભા નથી થવા દીધા. જેના સાથે જ પૂર્વ ધારાસભ્યએ વાવના ધરાધર ગામની સભામાં પંડ્યાના પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસને એમના વોટની જરૂર છે, આપણા સમાજના નહીં. જે સાથે જ પંડ્યાએ કોંગ્રેસને આલિયા માલિયા જમાલિયાની પાર્ટી ગણાવી છે. શશિકાંત પંડ્યાએ પોતાના પ્રચાર દરમિયાન કહ્યું કે, હિન્દુઓની બહેન-દીકરીઓની સુરક્ષા માટે વોટ માગવા એ ગુનો નથી. આ હિન્દુસ્તાન છે અને હિન્દુસ્તાનમાં હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિન્દુઓની બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભાજપને મત આપો.

Banaskantha News: પૂર્વ MLA એ  ચૂંટણી પ્રચારમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉપાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસને આલિયા માલિયા જમાલિયાની પાર્ટી ગણાવી
  • “આપણી પાસે ભલે બે, પાંચ, પચ્ચીસ કરોડ રૂપિયા હોય”
  • “પણ દીકરીઓની સલામતિ નહીં હોય તો પૈસા શું કામના”

લોકસભાની ચૂંટણી દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ બેન દીકરીઓની સુરક્ષા અને હિન્દુત્વને નામે રેખાબેન માટે મત માંગ્યા છે. ગેનીબેનના ગઢ વાવ પંથકના ધરાધર ગામની સભામાં શશીકાંત પંડ્યાએ કોંગ્રેસને આલિયા માલિયા જમાલિયાની પાર્ટી ગણાવી છે.

બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉપાડ્યો છે. પૂર્વ MLA શશીકાંત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, આપણી પાસે ભલે બે, પાંચ, પચ્ચીસ કરોડ રૂપિયા હોય છે. પણ દીકરીઓની સલામતી નહીં હોય તો પૈસા શું કામના ? સારું છે કે તમે એમને અહીં ઉભા નથી થવા દીધા.

જેના સાથે જ પૂર્વ ધારાસભ્યએ વાવના ધરાધર ગામની સભામાં પંડ્યાના પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસને એમના વોટની જરૂર છે, આપણા સમાજના નહીં. જે સાથે જ પંડ્યાએ કોંગ્રેસને આલિયા માલિયા જમાલિયાની પાર્ટી ગણાવી છે.

શશિકાંત પંડ્યાએ પોતાના પ્રચાર દરમિયાન કહ્યું કે, હિન્દુઓની બહેન-દીકરીઓની સુરક્ષા માટે વોટ માગવા એ ગુનો નથી. આ હિન્દુસ્તાન છે અને હિન્દુસ્તાનમાં હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિન્દુઓની બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભાજપને મત આપો.