Banaskantha LCBની ઐતિહાસિક સિદ્ધિ, 'મુર્ગન ગેંગ'નો પર્દાફાશ કરવા બદલ DGPના હસ્તે મળ્યો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ'!

Jun 15, 2026 - 19:00
Banaskantha LCBની ઐતિહાસિક સિદ્ધિ, 'મુર્ગન ગેંગ'નો પર્દાફાશ કરવા બદલ DGPના હસ્તે મળ્યો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ'!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા LCB પોલીસને રાજ્યકક્ષાએથી અત્યંત પ્રતિષ્ઠિત એવો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. ગુમ થયેલા માસૂમ બાળકોને શોધી કાઢવા અને બાળ તસ્કરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવેલા 'ઓપરેશન દેવ'ના શાનદાર ડિટેક્શન બદલ રાજ્યના પોલીસ વડા દ્વારા બનાસકાંઠા એલસીબી ટીમને આ મોટું સન્માન આપવામાં આવ્યું છે.

એક બાળકના ગુમ થવાના કેસમાંથી ખૂલ્યું મોટું રેકેટ

વાત જાણે એમ છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી એક બાળક ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક કડીઓ જોડીને તપાસ લંબાવી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ માત્ર સામાન્ય ગુમશુદગીનો કેસ ન હતો, પરંતુ તેની પાછળ આખા દેશમાં ફેલાયેલું બાળ તસ્કરીનું બહુ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું.

કુખ્યાત 'મુર્ગન ગેંગ'નો કર્યો સફાયો

બનાસકાંઠા એલસીબીની ટીમે દિવસ-રાત એક કરીને આ કેસમાં કડક કાર્યવાહી કરી અને બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં સક્રિય એવી આંતરરાજ્ય 'મુર્ગન ગેંગ' નો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઓપરેશન દેવ અંતર્ગત આ ગેંગના મુખ્ય સૂત્રધાર મુર્ગન સહિતના સાગરીતોની ધરપકડ કરી લીધી હતી અને તસ્કરી કરવામાં આવેલા બાળકોને સુરક્ષિત મુક્ત કરાવ્યા હતા.

રાજ્ય પોલીસ વડાએ કરી પ્રશંસા

ગુજરાત પોલીસના ઇતિહાસમાં બાળકોની સુરક્ષા અને ક્રાઇમ ડિટેક્શનના ક્ષેત્રમાં આ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને આંતરરાજ્ય ગેંગની કમર તોડવામાં બનાસકાંઠા પોલીસે દાખવેલી આ અપ્રતિમ સૂઝબૂઝ અને બહાદુરીને પગલે રાજ્ય પોલીસ વડાએ ટીમના મુક્તકંઠે વખાણ કર્યા હતા અને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કર્યો હતો. આ સફળતાથી બનાસકાંઠા પોલીસ બેડામાં અત્યારે ખુશી અને ઉત્સાહનો માહોલ છે.


આ પણ વાંચો - Banaskantha: અમીરગઢના સરોત્રા અંડરબ્રિજ પર મોતના માંચડાની જેમ લટકતો હાઇટ ગેજ; ગમે ત્યારે મોટી હોનારતની આશંકા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0