Banaskantha: 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકો બરતરફ, 6 સામે હાલ કાર્યવાહી ચાલુ

બનાસકાંઠા જિલ્લામાં 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા6 શિક્ષકો સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો હાલ ચર્ચામાં છે. ત્યારે આ તમામ ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હાલમાં વધુ 6 ભૂતિયા શિક્ષકોને નોટિસો અપાઈ છે. બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી 3 વર્ષમાં આવા 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને 6 શિક્ષકો સામે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે વિદેશ ગયેલા શિક્ષકો હાજર થઈ શકતા નથી અને રાજીનામું આપી શકતા નથી, કારણ કે રાજીનામું આપવા માટે હાજરીની જરૂર હોય છે. વાવના શિક્ષક બે વર્ષથી કેનેડામાં છતાં શિક્ષક તરીકે નામ ચાલુ ત્યારે વાવના શિક્ષણમાં પણ પોલમપોલ જોવા મળી રહી છે, વાવની ઉંચપા પ્રાથમિક શાળામાં દર્શનભાઈ પટેલ નામના શિક્ષક બે વર્ષથી ગેરહાજર હતા, તેઓ બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયા હોવા છતાં હજી પણ ઉંચપા પ્રાથમિક શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલાય છે, કારણ કે તેમને રાજીનામું આપ્યું નથી. ત્યારે શિક્ષકને લઈ શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના શિક્ષણની સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે હવે પોતાના બાળકોના ભવિષ્ય માટે માતા પિતા શિક્ષણને લઈ સવાલો કરી રહ્યા છે અને આવા શિક્ષક સામે કાર્યવાહી કરવા વાલીઓની માગ છે. ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ત્યારે આજે નવસારીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકોને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, તેને લઈને પણ માહિતી મંગાવવામાં આવી છે. વધુમાં શિક્ષક મંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે બનાસકાંઠાની પાંચા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બહેન વિદેશમાં સ્થાયી થઈ ગયા છે, જેમને રજાનો કોઈ પણ પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ તેમને રજા અંગે નોટીસ પણ આપવામાં આવેલી છે.

Banaskantha: 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકો બરતરફ, 6 સામે હાલ કાર્યવાહી ચાલુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠા જિલ્લામાં 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા
  • 6 શિક્ષકો સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે
  • બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો હાલ ચર્ચામાં છે. ત્યારે આ તમામ ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હાલમાં વધુ 6 ભૂતિયા શિક્ષકોને નોટિસો અપાઈ છે.

બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી

3 વર્ષમાં આવા 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને 6 શિક્ષકો સામે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે વિદેશ ગયેલા શિક્ષકો હાજર થઈ શકતા નથી અને રાજીનામું આપી શકતા નથી, કારણ કે રાજીનામું આપવા માટે હાજરીની જરૂર હોય છે.

વાવના શિક્ષક બે વર્ષથી કેનેડામાં છતાં શિક્ષક તરીકે નામ ચાલુ

ત્યારે વાવના શિક્ષણમાં પણ પોલમપોલ જોવા મળી રહી છે, વાવની ઉંચપા પ્રાથમિક શાળામાં દર્શનભાઈ પટેલ નામના શિક્ષક બે વર્ષથી ગેરહાજર હતા, તેઓ બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયા હોવા છતાં હજી પણ ઉંચપા પ્રાથમિક શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલાય છે, કારણ કે તેમને રાજીનામું આપ્યું નથી. ત્યારે શિક્ષકને લઈ શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના શિક્ષણની સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે હવે પોતાના બાળકોના ભવિષ્ય માટે માતા પિતા શિક્ષણને લઈ સવાલો કરી રહ્યા છે અને આવા શિક્ષક સામે કાર્યવાહી કરવા વાલીઓની માગ છે.

ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

ત્યારે આજે નવસારીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભૂતિયા શિક્ષકોને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, તેને લઈને પણ માહિતી મંગાવવામાં આવી છે. વધુમાં શિક્ષક મંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે બનાસકાંઠાની પાંચા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બહેન વિદેશમાં સ્થાયી થઈ ગયા છે, જેમને રજાનો કોઈ પણ પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ તેમને રજા અંગે નોટીસ પણ આપવામાં આવેલી છે.