Banaskantha : વાવ-થરાદમાં પુત્રની નજર સામે રખડતા ઢોરની અડફેટે પિતાનું મોત

બનાસકાંઠાના વાવ-થરાદમાં રખડતા ઢોર વધુ એક જીંદગીનો ભોગ લીધો. વાવ-થરાદમાં રખડતા ઢોરે શિંગડુ મારતા આધેડ શખ્સને ગંભીર ઇજા થઈ. પુત્રની નજર સામે ઢોરની અડફેટે આવતા પિતાનું મોત નિપજયું. રખડતા ઢોરના કારણે લોકો હજુ પણ ગંભીર ઘટનાનો ભોગ બની રહ્યા છે. કોર્ટ દ્વારા આ મામલે તંત્રને કડક કામગીરીના આદેશ અપાયા છે છતાં પણ રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત છે.પુત્રની નજર સામે પિતાનું મોતવાવ-થરાદમાં પિતા અને પુત્ર બાઈક લઈ માર્ગ પરથી પસાર થતા હતા. દરમ્યાન રસ્તા વચ્ચે આખલાઓ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. આખલા યુદ્ધને લઈ બચવા બાઈક ઉભું રાખ્યું ત્યાં આખલાએ આધેડ શખ્સને શિંગડું મારતા તેઓ નીચે પટકાયા.નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળ પર જ આધેડ શખ્સનું મોત નિપજયું. આખલાના યુદ્ધથી બચવાનો પ્રયાસ કરવાં જતાં પુત્રની નજર સામે જ પિતા મોતને ભેટયા. અનેક લોકોએ જીવ ગુમાવ્યારખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે ફરી એક વખત રખડતા ઢોરના કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. અમદાવાદમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા મોત નિપજ્યું હતું. જ્યારે રાજકોટમાં યુવાન પાલિકાનો કર્મચારી બાઈક પર ફરજ પર જતો હતો ત્યારે રસ્તે રઝળતાં ઢોરની અડફેટે આવ્યો અને ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું. રખડતા ઢોરે નાની બાળકીને પણ જીવ લીધો. તંત્રને કડક આદેશરખડતા ઢોરના કારણે માનવ જીંદગીઓ ભોગ બનતી હોવાથી આ મામલે કડક નિયમન કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ સરકારે કાર્યવાહી કરતાં રખડતા ઢોરને લઈને માર્ગદર્શિકા જારી કરી હતી. રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કર્યું હતું. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત પશુઓમાં ટેગ અને જાહેર રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદ્યો. છતા પણ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે અસરકારક અમલ ના થતા ફક્ત દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.

Banaskantha : વાવ-થરાદમાં પુત્રની નજર સામે રખડતા ઢોરની અડફેટે પિતાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના વાવ-થરાદમાં રખડતા ઢોર વધુ એક જીંદગીનો ભોગ લીધો. વાવ-થરાદમાં રખડતા ઢોરે શિંગડુ મારતા આધેડ શખ્સને ગંભીર ઇજા થઈ. પુત્રની નજર સામે ઢોરની અડફેટે આવતા પિતાનું મોત નિપજયું. રખડતા ઢોરના કારણે લોકો હજુ પણ ગંભીર ઘટનાનો ભોગ બની રહ્યા છે. કોર્ટ દ્વારા આ મામલે તંત્રને કડક કામગીરીના આદેશ અપાયા છે છતાં પણ રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત છે.

પુત્રની નજર સામે પિતાનું મોત

વાવ-થરાદમાં પિતા અને પુત્ર બાઈક લઈ માર્ગ પરથી પસાર થતા હતા. દરમ્યાન રસ્તા વચ્ચે આખલાઓ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. આખલા યુદ્ધને લઈ બચવા બાઈક ઉભું રાખ્યું ત્યાં આખલાએ આધેડ શખ્સને શિંગડું મારતા તેઓ નીચે પટકાયા.નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળ પર જ આધેડ શખ્સનું મોત નિપજયું. આખલાના યુદ્ધથી બચવાનો પ્રયાસ કરવાં જતાં પુત્રની નજર સામે જ પિતા મોતને ભેટયા.

અનેક લોકોએ જીવ ગુમાવ્યા

રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે ફરી એક વખત રખડતા ઢોરના કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. અમદાવાદમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા મોત નિપજ્યું હતું. જ્યારે રાજકોટમાં યુવાન પાલિકાનો કર્મચારી બાઈક પર ફરજ પર જતો હતો ત્યારે રસ્તે રઝળતાં ઢોરની અડફેટે આવ્યો અને ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું. રખડતા ઢોરે નાની બાળકીને પણ જીવ લીધો.

તંત્રને કડક આદેશ

રખડતા ઢોરના કારણે માનવ જીંદગીઓ ભોગ બનતી હોવાથી આ મામલે કડક નિયમન કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ સરકારે કાર્યવાહી કરતાં રખડતા ઢોરને લઈને માર્ગદર્શિકા જારી કરી હતી. રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કર્યું હતું. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત પશુઓમાં ટેગ અને જાહેર રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદ્યો. છતા પણ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે અસરકારક અમલ ના થતા ફક્ત દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.