Banaskanthaમાં ટ્રેકટરની પાછળ ટ્રેલર ઘુસી જતા 2 ખેડૂતોના ઘટના સ્થળે મોત
બનાસકાંઠાના દાંતીવાડામાં અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા છે,જેમાં સીપુ ડેમ નજીક ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે,જેમાં ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂતોના મોત થયા છે,સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,ત્યારે ડીસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે. બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જતા અકસ્માત બનાસકાંઠાના દાંતીવાડામાં અકસ્માતની ઘટના સર્જાઈ છે,જેમાં બટાકા ભરીને જઈ રહેલ ટ્રેલર રાત્રીના સમયે ટ્રેકટર સાથે અથડાયું હતુ જેમાં બે ખેડૂતોના ઘટના સ્થળે મોત થયા હતા,અકસ્માત થતાની સાથે જ રોડ પર બટાકા વેરાયા હતા અને રોડ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી,ડીસા રુરલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપ્યો છે,બે ખેડૂતોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે.ધાનેરાના વાછોલ ગામના હતા બે ખેડૂતો. પીએમ અર્થે મૃતદેહને ખસેડયો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી ત્યારે મૃતદેહને ટ્રેલર નીચેથી કાઢવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.પોલીસે મૃતદેહને અને ટ્રેકટરને સાઈડમાં ખસેડયા છે અને ટ્રાફિકજામ થયો છે તેને દૂર કરવાની કામગીરી કરી છે. ગઈકાલે પાલનપુરમાં સર્જાયો અકસ્માત પાલનપુરથી કુંભમાં જતા યાત્રાળુઓની કારને સોમવાર બપોરે ગોબરી પુલ પર રોંગ સાઈડમાં આવતી કારે ટક્કર મારી હતી.જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ યાત્રાળુઓને વાહનના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતાં. અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા અજયભાઈ રમણભાઈ પટણી સોમવારે ઇક્કો ગાડી નંબર જીજે-08-એયું-9982 લઈને પરિવાર સાથે પ્રયાગરાજ જવા નીકળ્યા હતા.
![Banaskanthaમાં ટ્રેકટરની પાછળ ટ્રેલર ઘુસી જતા 2 ખેડૂતોના ઘટના સ્થળે મોત](https://epapercdn.sandesh.com/images/2025/02/12/mszhKLCOQ5XgcXeppLhZiqoURjF6QjKbXxL5YDmo.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના દાંતીવાડામાં અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા છે,જેમાં સીપુ ડેમ નજીક ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે,જેમાં ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂતોના મોત થયા છે,સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,ત્યારે ડીસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જતા અકસ્માત
બનાસકાંઠાના દાંતીવાડામાં અકસ્માતની ઘટના સર્જાઈ છે,જેમાં બટાકા ભરીને જઈ રહેલ ટ્રેલર રાત્રીના સમયે ટ્રેકટર સાથે અથડાયું હતુ જેમાં બે ખેડૂતોના ઘટના સ્થળે મોત થયા હતા,અકસ્માત થતાની સાથે જ રોડ પર બટાકા વેરાયા હતા અને રોડ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી,ડીસા રુરલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપ્યો છે,બે ખેડૂતોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે.ધાનેરાના વાછોલ ગામના હતા બે ખેડૂતો.
પીએમ અર્થે મૃતદેહને ખસેડયો
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી ત્યારે મૃતદેહને ટ્રેલર નીચેથી કાઢવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.પોલીસે મૃતદેહને અને ટ્રેકટરને સાઈડમાં ખસેડયા છે અને ટ્રાફિકજામ થયો છે તેને દૂર કરવાની કામગીરી કરી છે.
ગઈકાલે પાલનપુરમાં સર્જાયો અકસ્માત
પાલનપુરથી કુંભમાં જતા યાત્રાળુઓની કારને સોમવાર બપોરે ગોબરી પુલ પર રોંગ સાઈડમાં આવતી કારે ટક્કર મારી હતી.જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ યાત્રાળુઓને વાહનના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતાં. અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા અજયભાઈ રમણભાઈ પટણી સોમવારે ઇક્કો ગાડી નંબર જીજે-08-એયું-9982 લઈને પરિવાર સાથે પ્રયાગરાજ જવા નીકળ્યા હતા.