Banaskanthaના અંબાજી મંદિરમાં શ્રી 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો થયો પ્રારંભ

Feb 9, 2025 - 13:30
Banaskanthaના અંબાજી મંદિરમાં શ્રી 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો થયો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગુજરાતના શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી શુંભારંભ થયો છે અને 11 ફેબ્રુઆરી સુધી શકિતપીઠ પરિક્રમા મહોત્સવ-2025 ચાલશે,આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. આ વર્ષે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB) તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

અંબાજી અને મોદીજીનો સંબંધ સદાય આસ્થાપૂર્ણ રહ્યો છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી માટે અંબાજી માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તેમના આધ્યાત્મિક અને વ્યક્તિત્વ વિકાસ સાથે સંકળાયેલ છે. જ્યારે તેઓ ગુજરાતના માન. મુખ્યમંત્રી હતા, ત્યારે પણ શક્તિપીઠ અંબાજી મંદિરના પરિસર, ભક્તજનો માટે સુવિધાઓ અને યાત્રિકોના આરામ માટે સુવિધા વિસ્તરણ સાથે ઉત્તમ સડકો, ટ્રાફિક વ્યવસ્થા સાથે ધાર્મિક કાર્યક્રમોના સુચારુ આયોજન અને વિકાસ માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આમ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને મોદીજીનો સંબંધ સદાય આસ્થાપૂર્ણ રહ્યો છે.ગબ્બરના શિખર પર રાત્રે 12 કલાકે આરતી જેવા કાર્યક્રમો યોજાશે

10 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે

આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.11 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા તથા ત્રિશૂળ યાત્રા યોજાશે. ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગબ્બરના શિખર પર રાત્રે 12 કલાકે આરતી જેવા કાર્યક્રમો યોજાશે.

આરતી-દર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનારા આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ માટે GPYVB તેમજ જિલ્લા વહીવટી તંત્રએ મોટાપાયે તૈયારીઓ કરી છે. મહોત્સવ દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે, તે મુજબ સવારની આરતી 7.30થી 8.00 કલાકે, દર્શન 09.30થી 11.30 કલાકે થશે. 11.30થી 12.30 કલાકે દર્શન બંધ રહેશે. 12.30થી 16.30 કલાકે દર્શન ચાલુ રહેશે. 16.30થી 19.00 કલાકે દર્શન બંધ રહેશે. સંધ્યા આરતી 19.00થી 19.30 કલાકે યોજાશે. સંધ્યા દર્શન 19.00થી 21.00 કલાક દરમિયાન થઈ શકશે.

ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે

ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન 9થી 11 ફેબ્રુઆરીએ સાંજે 7.00થી રાત્રે 10.00 કલાક દરમિયાન અંબાજીમાં ખેડબ્રહ્મા રોડ પર રબારી સમાજ ધર્મશાળા સામે ડી. કે. ત્રિવેદી બંગલૉઝની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તથા ત્રણેય દિવસ સંધ્યા આરતી સાથે સાંજે 7.00થી 7.45 કલાક દરમિયાન ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે.

શ્રદ્ધાળુ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે પરમ પૂજય સંત તિર્થ ગિરીજી મહારાજ, શ્રવણ પુરીની મહારાજ, દેવાંશુ શર્માજી - પ્રતિનિધિ મહાકાલી શક્તિપીઠ કુરુક્ષેત્ર, યાત્રા ધામ વિકાસ બોર્ડના સચિવ - રમેશભાઈ મેરજા, કલેકટર - મિહિરભાઈ પટેલ, એસ.પી - અક્ષયરાજ મકવાણા, ડીડીઓ, તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0