Aravalli: જિ.પ્રા.શિ.સંઘની કારોબારીમાં મેઘરજ-ભિલોડાના સભ્યોને પ્રવેશ ન અપાયો

મેઘરજ- ભિલોડા તાલુકા સંઘે રાજ્યસંઘને પત્ર લખ્યોઆ બનાવને લઈને મેઘરજ-ભિલોડા તાલુકા સંઘે રાજ્યસંઘને પત્ર લખી જાણ કરી છે તાલુકાના સભ્યોને પ્રવેશ ન આપવાનો આક્ષેપ મેઘરજ-ભિલોડા તાલુકાના હોદ્દેદારોએ કર્યો હતો અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં લીંભોઈ ખાતે કારોબારી મીટીંગ બોલાવાઈ હતી. જેમાં તમામ તાલુકાઓમાંથી હાજર રહેલા સભ્યોમાંથી મેઘરજ-ભિલોડા તાલુકાના સભ્યોને પ્રવેશ ન આપવાનો આક્ષેપ મેઘરજ-ભિલોડા તાલુકાના હોદ્દેદારોએ કર્યો હતો. મેઘરજ તાલુકાના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘના બંધારણ પ્રમાણે મેઘરજ તાલુકા શિક્ષક સંઘે કારોબારી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જિલ્લા સંઘના નામ મોકલેલ હોવા છતાં અરવલ્લી જિલ્લા સંઘના હોદ્દેદારોએ જિલ્લા કારોબારી સભામાં મેઘરજ તાલુકાના સભ્યોને પ્રવેશ આપ્યો ન હતો.અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બંને તાલુકાના સભ્યોને પ્રવેશ ન આપી મિટીંગ પૂરી કરી મનસ્વી રીતે નિર્ણયો લેતા બંને તાલુકાના સભ્યો અને શિક્ષકો આૃર્યમાં મૂકાઈ ગયા હતા. આ બનાવને લઈને મેઘરજ-ભિલોડા તાલુકા સંઘે રાજ્યસંઘને પત્ર લખી જાણ કરી છે. જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ અનિલ પટેલના જણાવ્યા અનુસાર, દરેકને મિંટીંગમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ નિર્ધારીત સમય બાદ મિંટીંગમાં હાજર રહ્યા હતા છતાં પણ તેમને મિંટીંગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Aravalli: જિ.પ્રા.શિ.સંઘની કારોબારીમાં મેઘરજ-ભિલોડાના સભ્યોને પ્રવેશ ન અપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેઘરજ- ભિલોડા તાલુકા સંઘે રાજ્યસંઘને પત્ર લખ્યો
  • આ બનાવને લઈને મેઘરજ-ભિલોડા તાલુકા સંઘે રાજ્યસંઘને પત્ર લખી જાણ કરી છે
  • તાલુકાના સભ્યોને પ્રવેશ ન આપવાનો આક્ષેપ મેઘરજ-ભિલોડા તાલુકાના હોદ્દેદારોએ કર્યો હતો

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં લીંભોઈ ખાતે કારોબારી મીટીંગ બોલાવાઈ હતી.

જેમાં તમામ તાલુકાઓમાંથી હાજર રહેલા સભ્યોમાંથી મેઘરજ-ભિલોડા તાલુકાના સભ્યોને પ્રવેશ ન આપવાનો આક્ષેપ મેઘરજ-ભિલોડા તાલુકાના હોદ્દેદારોએ કર્યો હતો. મેઘરજ તાલુકાના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘના બંધારણ પ્રમાણે મેઘરજ તાલુકા શિક્ષક સંઘે કારોબારી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જિલ્લા સંઘના નામ મોકલેલ હોવા છતાં અરવલ્લી જિલ્લા સંઘના હોદ્દેદારોએ જિલ્લા કારોબારી સભામાં મેઘરજ તાલુકાના સભ્યોને પ્રવેશ આપ્યો ન હતો.અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બંને તાલુકાના સભ્યોને પ્રવેશ ન આપી મિટીંગ પૂરી કરી મનસ્વી રીતે નિર્ણયો લેતા બંને તાલુકાના સભ્યો અને શિક્ષકો આૃર્યમાં મૂકાઈ ગયા હતા. આ બનાવને લઈને મેઘરજ-ભિલોડા તાલુકા સંઘે રાજ્યસંઘને પત્ર લખી જાણ કરી છે. જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ અનિલ પટેલના જણાવ્યા અનુસાર, દરેકને મિંટીંગમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ નિર્ધારીત સમય બાદ મિંટીંગમાં હાજર રહ્યા હતા છતાં પણ તેમને મિંટીંગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.