Aravalliમાં માલપુર બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત, મુસાફરો માંડ..માંડ.. બચ્યા

અરવલ્લી માલપુર બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બનવા પામી. માલપુર બસ સ્ટેન્ડ પાસે કાર અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો. હિંમતનગર-નવસારીની એસટી બસની એક ખાનગી કાર સાથે અથડામણ થઈ. કાર અને બસની ટક્કર થતાં માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો. અકસ્માતને પગલે પોલીસ પોતાના કાફલા સાથે ઘટનાસ્થળ પર પંહોચી. માલપુર બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત હિંમતનગર-નવસારી બસ-કાર વચ્ચે અકસ્માત અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું મુસાફરોને ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કઢાયા અકસ્માતને પગલે હળવો ટ્રાફિક જામ પણ થયો બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાલપુર બસ સ્ટેન્ડ પરથી એક એસ ટી બસ બહાર નીકળતી હતી. ત્યારે પૂરપાટ વેગે આવતી ખાનગી કાર સાથે જોરદાર ટક્કર થઈ. કાર અને એસટી બસની અથડામણ થતાં બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. એસટી બસ હિંમતનગરથી નવસારી જતી હતી ત્યારે વચ્ચે માલપુરના બસ સ્ટેન્ડ પંહોચી. દરમ્યાન એસટી બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી ત્યારે માર્ગ પર થોડા આગળ જતાં જ કાર સાથે ટકરાઈ. અકસ્માત થતાં અંદર બેસેલા મુસાફરો બહાર નીકળવા મથામણ કરી. પરંતુ અકસ્માતના કારણે બસનો મુખ્ય દરવાજો લોક થઈ ગયો. તેથી તેઓ બહાર નીકળી ના શકયા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેની ટીમ સાથે રવાના થઈ.મુસાફરો લીધો રાહતનો શ્વાસપોલીસે સ્થાનિકોની મદદ લઈ બસની અંદર બેસેલા મુસાફરોને બહાર કાઢ્યા. મુસાફરોને બહાર કાઢવા બસનો ઇમરજન્સી દરવાજો ખોલી તમામનું રેસ્કુય કરાયું. બસ અને કારની ટક્કરને પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતમાં ખાનગી કારને મોટું નુકસાન થયું. જો કે એસટી બસને વધુ કોઈ નુકસાન ના થતાં અંદર બેસેલા મુસાફરોને હાશકારો થયો. આ અકસ્માતમાં કારને નુકસાન થવા સિવાય કોઈ ગંભીર બનાવ ના બનતા તમામે રાહતનો શ્વાસ લીધો. મુસાફરોને બસની બહાર કાઢી બીજી બસની વ્યવસ્થા કરી બસના રૂટ મુજબ સવારી શરૂ કરાઈ. માલપુર પોલીસે અકસ્માતની ઘટનાને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ના થતાં એસટી બસ અને ખાનગી કારના ચાલકો સામે રૂટિન કામગીરી કરવામાં આવી શકે. થોડા દિવસ પહેલા જ એસટી બસ ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. જેમાં સ્પીડમાં આવચી ઇકો ગાડીથી બચવા એસટીના ડ્રાઈવરે બસ રોડની બાજુમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી.

Aravalliમાં માલપુર બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત, મુસાફરો માંડ..માંડ.. બચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી માલપુર બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બનવા પામી. માલપુર બસ સ્ટેન્ડ પાસે કાર અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો. હિંમતનગર-નવસારીની એસટી બસની એક ખાનગી કાર સાથે અથડામણ થઈ. કાર અને બસની ટક્કર થતાં માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો. અકસ્માતને પગલે પોલીસ પોતાના કાફલા સાથે ઘટનાસ્થળ પર પંહોચી.

  • માલપુર બસ સ્ટેન્ડ પાસે સર્જાયો અકસ્માત
  • હિંમતનગર-નવસારી બસ-કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું
  • મુસાફરોને ઈમરજન્સી દરવાજો ખોલી બહાર કઢાયા
  • અકસ્માતને પગલે હળવો ટ્રાફિક જામ પણ થયો

બસ સ્ટેન્ડ પાસે અકસ્માત

માલપુર બસ સ્ટેન્ડ પરથી એક એસ ટી બસ બહાર નીકળતી હતી. ત્યારે પૂરપાટ વેગે આવતી ખાનગી કાર સાથે જોરદાર ટક્કર થઈ. કાર અને એસટી બસની અથડામણ થતાં બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. એસટી બસ હિંમતનગરથી નવસારી જતી હતી ત્યારે વચ્ચે માલપુરના બસ સ્ટેન્ડ પંહોચી. દરમ્યાન એસટી બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી ત્યારે માર્ગ પર થોડા આગળ જતાં જ કાર સાથે ટકરાઈ. અકસ્માત થતાં અંદર બેસેલા મુસાફરો બહાર નીકળવા મથામણ કરી. પરંતુ અકસ્માતના કારણે બસનો મુખ્ય દરવાજો લોક થઈ ગયો. તેથી તેઓ બહાર નીકળી ના શકયા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેની ટીમ સાથે રવાના થઈ.

મુસાફરો લીધો રાહતનો શ્વાસ

પોલીસે સ્થાનિકોની મદદ લઈ બસની અંદર બેસેલા મુસાફરોને બહાર કાઢ્યા. મુસાફરોને બહાર કાઢવા બસનો ઇમરજન્સી દરવાજો ખોલી તમામનું રેસ્કુય કરાયું. બસ અને કારની ટક્કરને પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતમાં ખાનગી કારને મોટું નુકસાન થયું. જો કે એસટી બસને વધુ કોઈ નુકસાન ના થતાં અંદર બેસેલા મુસાફરોને હાશકારો થયો. 

આ અકસ્માતમાં કારને નુકસાન થવા સિવાય કોઈ ગંભીર બનાવ ના બનતા તમામે રાહતનો શ્વાસ લીધો. મુસાફરોને બસની બહાર કાઢી બીજી બસની વ્યવસ્થા કરી બસના રૂટ મુજબ સવારી શરૂ કરાઈ. માલપુર પોલીસે અકસ્માતની ઘટનાને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ના થતાં એસટી બસ અને ખાનગી કારના ચાલકો સામે રૂટિન કામગીરી કરવામાં આવી શકે. થોડા દિવસ પહેલા જ એસટી બસ ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. જેમાં સ્પીડમાં આવચી ઇકો ગાડીથી બચવા એસટીના ડ્રાઈવરે બસ રોડની બાજુમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી.