Ankleshwarની પાનોલી GIDCમાં બની ગેસ ગળતરની ઘટના, શ્રમિકોમાં મચી દોડધામ

અંકલેશ્વરની પાનોલી GIDCમાં ગેસ ગળતરની ઘટના બની છે જેના કારણે શ્રમિકોમાં દોડધામ મચી હતી.VVIC ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી દોડધામ મચી હતી જેના કારણે ઘાટા પીળા રંગનું આવરણ જોવા મળ્યું હતુ.નાઈટ્રીક એસિડ ગેસ લીક થયાની પ્રાથમિક વિગત હાલ સામે આવી રહી છે.તો સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને GPCB દ્વારા તપાસ શરૂ કરાઈ છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર નહી ઘટનાની જાણ થતાની સાથે જ શ્રમિકો કંપનીમાંથી બહાર નીકળી આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.આ કંપની દવા બનાવવાનું કામ કરે છે અને તેમાં ગેસ ગળતર થયું હતુ,હાલ જીપીસીબી દ્રારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અગામી સમયમાં કંપની તરફથી કોઈ ભૂલ હશે તો તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવશે.કોઈ શ્રમિકને જાનહાની ના થતા કંપનીના શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાનોલી જીઆઈડીસીમાં બની ઘટના પાનોલી જીઆઈડીસીમાં અલગ-અલગ કંપનીઓ આવેલી છે અને છાશવારે ગેસ ગળતરની ઘટના બની છે,ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી વધુ જીઆઈડીસી કંપનીઓ આવેલી છે ત્યારે ગેસ ગળતરની ઘટનાથી ગુજરાતમાં અત્યાર સુધી અનેક શ્રમિકોના મોત થયા હોવાની વાત પણ સામે આવી છે,પરંતુ કંપનીના માલિકો મૃતક શ્રમિકોના પરિવારજનોને રૂપિયાની સહાય આપી વાત દબાવી દેતા હોય છે,ત્યારે અગામી સમયમાં જીપીસીબી અને તંત્ર આવી કંપનીઓ સામે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું. 15 ફેબ્રુઆરી 2024ના રોજ ગેસ ગળતરથી ત્રણ મજૂરોના મોત થયા સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરેલ ખાડાઓ પુરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી હતી. જેમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં પુરવામાં આવેલા એક ગેરકાયદેસર ખાડા પર કબ્જો જમાવી તેમાં પરપ્રાંતીય શ્રમિકો વડે ખોદકામ કરતી વખતે જીલેટીન વડે બ્લાસ્ટીંગ બાદ ગેસ ગળતરનો બનાવ બનતા 6 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને અસર પહોંચી હતી. જે પૈકી 3 શ્રમિકોનાં મોત નિપજયા હતા.

Ankleshwarની પાનોલી GIDCમાં બની ગેસ ગળતરની ઘટના, શ્રમિકોમાં મચી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વરની પાનોલી GIDCમાં ગેસ ગળતરની ઘટના બની છે જેના કારણે શ્રમિકોમાં દોડધામ મચી હતી.VVIC ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી દોડધામ મચી હતી જેના કારણે ઘાટા પીળા રંગનું આવરણ જોવા મળ્યું હતુ.નાઈટ્રીક એસિડ ગેસ લીક થયાની પ્રાથમિક વિગત હાલ સામે આવી રહી છે.તો સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને GPCB દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

હાલ કોઈ જાનહાનીના સમાચાર નહી

ઘટનાની જાણ થતાની સાથે જ શ્રમિકો કંપનીમાંથી બહાર નીકળી આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.આ કંપની દવા બનાવવાનું કામ કરે છે અને તેમાં ગેસ ગળતર થયું હતુ,હાલ જીપીસીબી દ્રારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અગામી સમયમાં કંપની તરફથી કોઈ ભૂલ હશે તો તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવશે.કોઈ શ્રમિકને જાનહાની ના થતા કંપનીના શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાનોલી જીઆઈડીસીમાં બની ઘટના

પાનોલી જીઆઈડીસીમાં અલગ-અલગ કંપનીઓ આવેલી છે અને છાશવારે ગેસ ગળતરની ઘટના બની છે,ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી વધુ જીઆઈડીસી કંપનીઓ આવેલી છે ત્યારે ગેસ ગળતરની ઘટનાથી ગુજરાતમાં અત્યાર સુધી અનેક શ્રમિકોના મોત થયા હોવાની વાત પણ સામે આવી છે,પરંતુ કંપનીના માલિકો મૃતક શ્રમિકોના પરિવારજનોને રૂપિયાની સહાય આપી વાત દબાવી દેતા હોય છે,ત્યારે અગામી સમયમાં જીપીસીબી અને તંત્ર આવી કંપનીઓ સામે શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

15 ફેબ્રુઆરી 2024ના રોજ ગેસ ગળતરથી ત્રણ મજૂરોના મોત થયા

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરેલ ખાડાઓ પુરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી હતી. જેમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં પુરવામાં આવેલા એક ગેરકાયદેસર ખાડા પર કબ્જો જમાવી તેમાં પરપ્રાંતીય શ્રમિકો વડે ખોદકામ કરતી વખતે જીલેટીન વડે બ્લાસ્ટીંગ બાદ ગેસ ગળતરનો બનાવ બનતા 6 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને અસર પહોંચી હતી. જે પૈકી 3 શ્રમિકોનાં મોત નિપજયા હતા.