Anand News : વલ્લભ વિદ્યાનગરની હોસ્ટેલમાં ઝડપાઈ દારૂની મહેફિલ

નિષ્ઠા હોસ્ટેલના રૂમમાં ચાલતી હતી દારૂની મહેફિલ પોલીસે દરોડા કરતા દારૂના નશામાં વિધાર્થીઓ ઝડપાયા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી હાથધરી કાર્યવાહી શિક્ષણના ધામ વિદ્યાનગરમાં આવેલી નિષ્ઠા હોટેલના રૂમ નંબર 306 માં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થીઓને વિદ્યાનગર પોલીસે છાપો મારી રંગે હાથ ઝડપી લીધા હતા. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. મૂળ લુણાવાડાના અને વાસદ રહેતા કશ્યપ સેવકના જન્મદિવસને લઈ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. પોલીસે તમામ 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. કોણ કોણ ઝડપાયા આરોપીઓ વાસદનાં કશ્યપ રાકેશ સેવક અને તીર્થ રાકેશ સેવક આણંદનો વ્રજ વિનયકુમાર ગજ્જર ધોળકાના દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ડોડીયા વાસદનો સૌરભ જયેશકુમાર સેવક વડોદરાનો રીકી મનસુખ ચાવડા વલ્લભવિદ્યાનગરનો સૌરભગીરી પ્રકાસગીરી ગોસાઈ વલ્લભવિદ્યાનગરનો હિતેન લવજીભાઈ સોલંકી અમદાવાદમાં પણ ગઈકાલે ઝડપાઈ દારૂની મહેફિલ ગઈકાલે અમદાવાદના શિવરંજની પાસે આવેલા ઝાંસીની રાણીના પૂતળાં પાસે આવેલા વિનસ સ્ટ્રાટ્સ બિલ્ડિંગમાં 1203 નંબરની ઓફિસમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ આ બિલ્ડિંગમાં પહોંચી હતી. પોલીસે બાતમી આધારે ઓફિસમાં રેડ કરતા ચાર શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

Anand News : વલ્લભ વિદ્યાનગરની હોસ્ટેલમાં ઝડપાઈ દારૂની મહેફિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિષ્ઠા હોસ્ટેલના રૂમમાં ચાલતી હતી દારૂની મહેફિલ
  • પોલીસે દરોડા કરતા દારૂના નશામાં વિધાર્થીઓ ઝડપાયા
  • પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી હાથધરી કાર્યવાહી

શિક્ષણના ધામ વિદ્યાનગરમાં આવેલી નિષ્ઠા હોટેલના રૂમ નંબર 306 માં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થીઓને વિદ્યાનગર પોલીસે છાપો મારી રંગે હાથ ઝડપી લીધા હતા. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. મૂળ લુણાવાડાના અને વાસદ રહેતા કશ્યપ સેવકના જન્મદિવસને લઈ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. પોલીસે તમામ 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.


કોણ કોણ ઝડપાયા આરોપીઓ

વાસદનાં કશ્યપ રાકેશ સેવક અને તીર્થ રાકેશ સેવક

આણંદનો વ્રજ વિનયકુમાર ગજ્જર

ધોળકાના દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ડોડીયા

વાસદનો સૌરભ જયેશકુમાર સેવક

વડોદરાનો રીકી મનસુખ ચાવડા

વલ્લભવિદ્યાનગરનો સૌરભગીરી પ્રકાસગીરી ગોસાઈ

વલ્લભવિદ્યાનગરનો હિતેન લવજીભાઈ સોલંકી


અમદાવાદમાં પણ ગઈકાલે ઝડપાઈ દારૂની મહેફિલ

ગઈકાલે અમદાવાદના શિવરંજની પાસે આવેલા ઝાંસીની રાણીના પૂતળાં પાસે આવેલા વિનસ સ્ટ્રાટ્સ બિલ્ડિંગમાં 1203 નંબરની ઓફિસમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ આ બિલ્ડિંગમાં પહોંચી હતી. પોલીસે બાતમી આધારે ઓફિસમાં રેડ કરતા ચાર શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.