Sabarkanthaમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો,ખેડૂતોના પાકને મોટુ નુકસાન

ખેડબ્રહ્મા, પોશીનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.સાબરકાંઠા જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.ભારે પવન સાથે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી.ખેડબ્રહ્મા, પોશીના, ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો,તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતુ.બાજરી, જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. આ સાથે આજથી બે દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. બે દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ડિસકમ્ફર્ટ કન્ડિશન બનેલી રહેશે તેમ પણ જણાવ્યુ છે. ગુજરાતમાં ચોમાસા અંગે જણાવતા તેમણે કહ્યુ છે કે, ચોમાસું 31 મેના રોજ કેરળમાં બેસવાની આગાહી છે, આમાં ચાર દિવસ પ્લસ માઇનસ એરરની સાથે તારીખ આપવામાં આવી છે. 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની આગાહી આપવામાં આવી છે. જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. જાણો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 17મી તારીખથી ભયંકર ગરમીની શક્યતા છે. 17 તારીખથી હવામાન ખુલ્લુ થશે. જે બાદ 17થી 21 મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે.  

Sabarkanthaમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો,ખેડૂતોના પાકને મોટુ નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડબ્રહ્મા, પોશીનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
  • ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ
  • કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.સાબરકાંઠા જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.ભારે પવન સાથે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી.ખેડબ્રહ્મા, પોશીના, ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો,તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતુ.બાજરી, જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. આ સાથે આજથી બે દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. બે દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ડિસકમ્ફર્ટ કન્ડિશન બનેલી રહેશે તેમ પણ જણાવ્યુ છે. ગુજરાતમાં ચોમાસા અંગે જણાવતા તેમણે કહ્યુ છે કે, ચોમાસું 31 મેના રોજ કેરળમાં બેસવાની આગાહી છે, આમાં ચાર દિવસ પ્લસ માઇનસ એરરની સાથે તારીખ આપવામાં આવી છે. 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની આગાહી આપવામાં આવી છે.

જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે.


જાણો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 17મી તારીખથી ભયંકર ગરમીની શક્યતા છે. 17 તારીખથી હવામાન ખુલ્લુ થશે. જે બાદ 17થી 21 મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે.