Anand: KAMCના શહેરી વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કરમસદ આણંદ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લારી પાથરણાના વ્યવસાયકોને સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 મુજબ જગ્યા ફાળવવાના મુદ્દે આજે મંગળવારે શહેરના સામાજીક નાગરીક હર્ષિલ દવેએ મોટી સંખ્યામાં નાના વ્યવસાયકોને સાથે લઇને મહાનગરપાલિકાની કચેરીએ લારી લઇ જઇ તેમાંથી પોટલું લઇ જઇ કાર્યક્રમ યોજી દબાણના મુદ્દે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભારે જહેમત બાદ કમિશ્નરે મુલાકાત આપતા તેઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકાના જીપીએસએ એક્ટના કાયદા લાગુ કરાયા છે. પરંતુ સુવિદ્યા પુરી પાડવામાં અધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડયા છે. ત્યારે કમિશ્નરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે આણંદ શહેરમાં અનેક વર્ષોથી હજારો પરિવારો લારી પાથરણાના વ્યવસાય પર નિર્ભર છે. શહેરમાં દબાણનો મુદ્દો આગળ ધરીને ટુંકી ગલી, આણંદ વિદ્યાનગર રોડ ઉપરના ખાણી પીણી વાલા, ગણેશ ચોકડી વિસ્તાર, વિદ્યાનગર શહેરમાં ખાણીપીણીની લારીઓ વાળા, મોટી શાકમાર્કેટ બહાર ફ્રૂટની લારી વાળા, બાકરોલ ગેટ શાકભાજીની લારી વાળાઓને વ્યવસાય કરવાદેવામાં આવતો નથી. વાસ્તવીકતા એવી છે કે લારી વાળા, પથારીવાળા અને ખુમચાવાળા તમામ નાગરીકોને રોજગારનો અધિકાર સરકારે વર્ષ 2014 માં સ્ટ્રીટ વેન્ડર પોલીસી મુજબ કાયદો અમલી કરાયો છે. એટલેકે કોઇ પણ રોડ રસ્તા ઉપર ધંધો કરતા લારી, ગલ્લા વાળાઓને હટાવી શકાય નહી. અને જો હટાવવાના હોય તો વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરી હોકીંગ્સ ઝોન ઉભા કરવા જોઇએ. સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 તત્કાલિન લાગુ કરવી જોઇએ. જો લાગુ ન કારય ત્યાં સુધી એક પણ લારી દુર ન કરવી જોઇએ.
What's Your Reaction?






