Anand: 13 દિવસમાં 20 જેટલા પશુઓના ભેદી રીતે મોત, પશુપાલકોમાં ફેલાયો ફફડાટ

છેલ્લા 13 દિવસથી દરરોજ ભેદી રીતે દુધાળા પશુઓના મોત થઈ રહ્યા છેગામમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોનો આક્ષેપ છે કે અમૂલના દાણ ખાવાથી પશુઓના મોત થઈ રહ્યા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામમાં પશુઓના મોતને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ભેદી રીતે 20 જેટલા પશુઓના મોત થતા પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું છે. તેમજ હજુ પણ કેટલાક પશુઓ બીમાર છે. પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે અમૂલના દાણ ખાવાથી પશુઓના મોત થઈ રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી નહીં આ અંગે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ ગ્રામજનો અને પશુપાલકોએ બોરસદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે અને તંત્રની ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી પશુઓના મોત અટકાવી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા 13 દિવસથી દરરોજ ભેદી રીતે દુધાળા પશુઓના થઈ રહ્યા છે મોત સારોલ ગામમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓનો મુખ્ય આવકનો સ્ત્રોત પશુપાલન છે. રોજ સવારે અને સાંજે ડેરીમાં દૂધ ભરીને જીવન નિર્વાહ ચલાવવામાં આવે છે. ત્યારે ગામમાં છેલ્લા 13 દિવસથી દરરોજ ભેદી રીતે દુધાળા પશુઓના મોત થઈ રહ્યા છે. જેને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે અમુલ દાણ ખાવાથી પશુઓના થયા મોત સારોલ ગામમાં તા.29/06/2024થી અત્યાર સુધીમાં 20 જેટલા દુધાળા પશુઓના મોત નિપજ્યા છે. જેમાં પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે અમુલ દાણ ખાવાથી પશુઓના મોત થયા હોવાનું જણાઈ આવે છે. સારોલ ગામની જુમા તલાવડી દૂધ મંડળીમાં 22/06/2024ના રોજ દાણનો જથ્થો આવ્યો હતો. જે પશુપાલકોએ ખરીદી કર્યો હતો, જેને પશુઓને ખાવા માટે આપતા પશુ દાણ ખાતા ન હતા જેને લઈ પશુપાલકોએ દૂધ કાઢવા માટે દાણ ભેગા લોટ ખવડાવ્યો હતો જેને લઈ પશુઓને પાતળા ઝાડા થઈ ગયા હતા. તેમજ પશુઓએ ઘાસચારો ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને ધીરે ધીરે દુધાળા પશુઓ મરવા લાગ્યા હતા અને આ સિલસિલો છેલ્લા 13 દિવસથી ચાલુ છે, જેમાં અત્યાર સુધી 20 પશુઓના મોત થયા છે. કેટલાક પશુઓ હજુ પણ બીમાર હાલતમાં આ અંગે પશુપાલકો દ્વારા અમૂલની તબીબી વિભાગ અને ગુજરાત રાજ્ય પશુ ચિકિત્સાલય ખાતે જાણ કરતા ટીમો આવી હતી અને તપાસ હાથ ધરી હતી, પરંતુ આજે પણ પશુઓના મોત ચાલુ છે અને કેટલાક પશુઓ હજુ પણ બીમાર હાલતમાં છે, ત્યારે પશુ ચિકિત્સાલય વિભાગ અને અમૂલ તબીબી વિભાગ દ્વારા ભેદી બીમારી કે અન્ય કોઈપણ કારણ હોય તો તેને શોધીને પશુઓના મરણ અટકાવવામાં આવે તેમજ દુધાળા પશુઓ પર નિર્ભર રહેતા પરિવારોના પશુઓના મોત થતા પશુપાલક પરિવારો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. જેથી તેઓને પણ વળતર મળે તે માટે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

Anand: 13 દિવસમાં 20 જેટલા પશુઓના ભેદી રીતે મોત, પશુપાલકોમાં ફેલાયો ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 13 દિવસથી દરરોજ ભેદી રીતે દુધાળા પશુઓના મોત થઈ રહ્યા છે
  • ગામમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા
  • પશુપાલકોનો આક્ષેપ છે કે અમૂલના દાણ ખાવાથી પશુઓના મોત થઈ રહ્યા છે

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામમાં પશુઓના મોતને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ભેદી રીતે 20 જેટલા પશુઓના મોત થતા પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું છે. તેમજ હજુ પણ કેટલાક પશુઓ બીમાર છે. પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે અમૂલના દાણ ખાવાથી પશુઓના મોત થઈ રહ્યા છે.

અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી નહીં

આ અંગે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ ગ્રામજનો અને પશુપાલકોએ બોરસદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે અને તંત્રની ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી પશુઓના મોત અટકાવી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

છેલ્લા 13 દિવસથી દરરોજ ભેદી રીતે દુધાળા પશુઓના થઈ રહ્યા છે મોત

સારોલ ગામમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓનો મુખ્ય આવકનો સ્ત્રોત પશુપાલન છે. રોજ સવારે અને સાંજે ડેરીમાં દૂધ ભરીને જીવન નિર્વાહ ચલાવવામાં આવે છે. ત્યારે ગામમાં છેલ્લા 13 દિવસથી દરરોજ ભેદી રીતે દુધાળા પશુઓના મોત થઈ રહ્યા છે. જેને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે અમુલ દાણ ખાવાથી પશુઓના થયા મોત

સારોલ ગામમાં તા.29/06/2024થી અત્યાર સુધીમાં 20 જેટલા દુધાળા પશુઓના મોત નિપજ્યા છે. જેમાં પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે અમુલ દાણ ખાવાથી પશુઓના મોત થયા હોવાનું જણાઈ આવે છે. સારોલ ગામની જુમા તલાવડી દૂધ મંડળીમાં 22/06/2024ના રોજ દાણનો જથ્થો આવ્યો હતો. જે પશુપાલકોએ ખરીદી કર્યો હતો, જેને પશુઓને ખાવા માટે આપતા પશુ દાણ ખાતા ન હતા જેને લઈ પશુપાલકોએ દૂધ કાઢવા માટે દાણ ભેગા લોટ ખવડાવ્યો હતો જેને લઈ પશુઓને પાતળા ઝાડા થઈ ગયા હતા. તેમજ પશુઓએ ઘાસચારો ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને ધીરે ધીરે દુધાળા પશુઓ મરવા લાગ્યા હતા અને આ સિલસિલો છેલ્લા 13 દિવસથી ચાલુ છે, જેમાં અત્યાર સુધી 20 પશુઓના મોત થયા છે.

કેટલાક પશુઓ હજુ પણ બીમાર હાલતમાં

આ અંગે પશુપાલકો દ્વારા અમૂલની તબીબી વિભાગ અને ગુજરાત રાજ્ય પશુ ચિકિત્સાલય ખાતે જાણ કરતા ટીમો આવી હતી અને તપાસ હાથ ધરી હતી, પરંતુ આજે પણ પશુઓના મોત ચાલુ છે અને કેટલાક પશુઓ હજુ પણ બીમાર હાલતમાં છે, ત્યારે પશુ ચિકિત્સાલય વિભાગ અને અમૂલ તબીબી વિભાગ દ્વારા ભેદી બીમારી કે અન્ય કોઈપણ કારણ હોય તો તેને શોધીને પશુઓના મરણ અટકાવવામાં આવે તેમજ દુધાળા પશુઓ પર નિર્ભર રહેતા પરિવારોના પશુઓના મોત થતા પશુપાલક પરિવારો આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. જેથી તેઓને પણ વળતર મળે તે માટે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.