Anand : ઢોરવાડામાં 7 પશુઓના મોત થતાં ગૌરક્ષકો અને પશુપાલકોએ મચાવ્યો હોબાળો
આણંદમાં ઢોરવાડામાં 7 પશુઓના મોતને લઈને ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો. ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો કે મનપાની ટીમ ઢોર પકડી જાય છે પરંતુ તેનું પૂરતું ધ્યાન રાખતી નથી. પકડાયેલ ઢોરના યોગ્ય વ્યવસ્થા અને ઘાસચારાના અભાવે મોત થતા મનપા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગૌરક્ષકો અને પશુપાલકોએ આરોપ લગાવ્યો. ઢોર ડબ્બાનાં સુપરવાઈઝરે કહ્યું એક મહિનામાં 7 પશુના મોત થયા. પશુઓના મોતને લઈને ગૌપ્રેમીઓએ ઘાસચારા અને વેટરનરી સારવારની માગ કરતા ઢોરવાડામાં હોબાળો મચાવ્યો. ઢોરવાડામાં 7 પશુઓના મોતને ગૌપ્રેમીઓમાં રોષ મનપાની ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઢોરના મોતથી રોષ ગૌરક્ષકો અને પશુપાલકોએ ઢોરવાડામાં મચાવ્યો હોબાળો યોગ્ય વ્યવસ્થા અને ઘાસચારાના અભાવે મોતનો આક્ષેપ ગૌરક્ષકો અને પશુપાલકોનો આક્ષેપજાહેરમાર્ગો પર રખડતા ઢોરથી અકસ્માતો વધતાં કોર્ટના આદેશ બાદ પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા અભિયાન હાથ ધરાયું. જે અંતર્ગત મનપાની ટીમે અંદાજે 123થી વધુ ગાયોને પકડી ઢોરવાડામાં લાવ્યા હતા. હાલમાં ઢોરવાડામાં આખલા અને ગાય સાથે કુલ 7 પશુઓના મોત થયાનું સામે આવતા ગૌરક્ષકો અને પશુપાલકોમાં રોષ ફૂટી નીકળ્યો. પશુપ્રેમીઓએ ઢોરવાડામાં હોબાળો મચાવતા પશુઓના મોતને લઈને સવાલ ઉઠાવ્યા. ગૌરક્ષકો અને પશુપાલકોએ ઢોરવાડામાં પશુઓની યોગ્ય સારસંભાળ ના લેવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો. મનપાની ટીમ રખડતા ઢોરને પકડી ઢોરવાડામાં મૂકે છે પણ ત્યાં ગાયોને ઘાસચારો નિયમિત અપાતો નથી. અને આથી જ પશુઓના ભૂખના કારણે મોત થઈ રહ્યા છે. ઢોરડબ્બાનાં સુપરવાઈઝરની સ્પષ્ટતા ઢોરડબ્બાનાં સુપરવાઈઝરે આ આક્ષેપને લઈને સ્પષ્ટતા કરી કે તેઓ સ્વખર્ચે પશુઓને ધાસચારો ખવડાવી રહ્યા છે.પશુઓ માટે ધાસચારો લાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા ધાસચારો ના અપાતા આખરે તેઓ પોતાના ખર્ચે ઘાસચારો લાવી પશુઓની પૂરતી સંભાળ રાખે છે. છતાં પણ છેલ્લા એક માસમાં ઢોરડબ્બામાં પકડેલા સાત જેટલી ગાયો અને આખલાઓનાં મોત નિપજયા. મનપા કમિશ્નરનો બચાવ ઢોરવાડામાં પશુઓના મોતને લઈને મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે.ગરવાલનો લૂલો બચાવ કર્યો. કમિશનર ગરવાલે કહ્યું કે ઢોરવાડામાં લવાયેલ ગાયો ઘાસચારો નથી ખાતી, પરંતુ અંહી લાવતા પહેલા જેમ લોકોના ઘરની બહારનો એંઠવાડ ખાતી હતી તે તેમને જોઈએ છે. હજુ પશુઓ લાયાને થોડા જ દિવસો થયા છે. આથી સંભવ છે કે અગાઉ તેમણે જે એંઠવાડ ખાતો હોય તેના કારણે પશુઓના મોત થયા હોઈ શકે. અમે સંભાળ રાખવા ગાય દીઠ રૂ. 5600 એજન્સીઓને આપીએ છીએ. તો તેઓ શું કામ ધ્યાન ના રાખે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદમાં ઢોરવાડામાં 7 પશુઓના મોતને લઈને ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો. ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો કે મનપાની ટીમ ઢોર પકડી જાય છે પરંતુ તેનું પૂરતું ધ્યાન રાખતી નથી. પકડાયેલ ઢોરના યોગ્ય વ્યવસ્થા અને ઘાસચારાના અભાવે મોત થતા મનપા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગૌરક્ષકો અને પશુપાલકોએ આરોપ લગાવ્યો. ઢોર ડબ્બાનાં સુપરવાઈઝરે કહ્યું એક મહિનામાં 7 પશુના મોત થયા. પશુઓના મોતને લઈને ગૌપ્રેમીઓએ ઘાસચારા અને વેટરનરી સારવારની માગ કરતા ઢોરવાડામાં હોબાળો મચાવ્યો.
- ઢોરવાડામાં 7 પશુઓના મોતને ગૌપ્રેમીઓમાં રોષ
- મનપાની ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઢોરના મોતથી રોષ
- ગૌરક્ષકો અને પશુપાલકોએ ઢોરવાડામાં મચાવ્યો હોબાળો
- યોગ્ય વ્યવસ્થા અને ઘાસચારાના અભાવે મોતનો આક્ષેપ
ગૌરક્ષકો અને પશુપાલકોનો આક્ષેપ
જાહેરમાર્ગો પર રખડતા ઢોરથી અકસ્માતો વધતાં કોર્ટના આદેશ બાદ પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા અભિયાન હાથ ધરાયું. જે અંતર્ગત મનપાની ટીમે અંદાજે 123થી વધુ ગાયોને પકડી ઢોરવાડામાં લાવ્યા હતા. હાલમાં ઢોરવાડામાં આખલા અને ગાય સાથે કુલ 7 પશુઓના મોત થયાનું સામે આવતા ગૌરક્ષકો અને પશુપાલકોમાં રોષ ફૂટી નીકળ્યો. પશુપ્રેમીઓએ ઢોરવાડામાં હોબાળો મચાવતા પશુઓના મોતને લઈને સવાલ ઉઠાવ્યા. ગૌરક્ષકો અને પશુપાલકોએ ઢોરવાડામાં પશુઓની યોગ્ય સારસંભાળ ના લેવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો. મનપાની ટીમ રખડતા ઢોરને પકડી ઢોરવાડામાં મૂકે છે પણ ત્યાં ગાયોને ઘાસચારો નિયમિત અપાતો નથી. અને આથી જ પશુઓના ભૂખના કારણે મોત થઈ રહ્યા છે.
ઢોરડબ્બાનાં સુપરવાઈઝરની સ્પષ્ટતા
ઢોરડબ્બાનાં સુપરવાઈઝરે આ આક્ષેપને લઈને સ્પષ્ટતા કરી કે તેઓ સ્વખર્ચે પશુઓને ધાસચારો ખવડાવી રહ્યા છે.પશુઓ માટે ધાસચારો લાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા ધાસચારો ના અપાતા આખરે તેઓ પોતાના ખર્ચે ઘાસચારો લાવી પશુઓની પૂરતી સંભાળ રાખે છે. છતાં પણ છેલ્લા એક માસમાં ઢોરડબ્બામાં પકડેલા સાત જેટલી ગાયો અને આખલાઓનાં મોત નિપજયા.
મનપા કમિશ્નરનો બચાવ
ઢોરવાડામાં પશુઓના મોતને લઈને મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે.ગરવાલનો લૂલો બચાવ કર્યો. કમિશનર ગરવાલે કહ્યું કે ઢોરવાડામાં લવાયેલ ગાયો ઘાસચારો નથી ખાતી, પરંતુ અંહી લાવતા પહેલા જેમ લોકોના ઘરની બહારનો એંઠવાડ ખાતી હતી તે તેમને જોઈએ છે. હજુ પશુઓ લાયાને થોડા જ દિવસો થયા છે. આથી સંભવ છે કે અગાઉ તેમણે જે એંઠવાડ ખાતો હોય તેના કારણે પશુઓના મોત થયા હોઈ શકે. અમે સંભાળ રાખવા ગાય દીઠ રૂ. 5600 એજન્સીઓને આપીએ છીએ. તો તેઓ શું કામ ધ્યાન ના રાખે.