Anand જિલ્લાના હાડગુડ ગામે પ્રાથમિક શાળાનો નવતર પ્રયોગ, 'હર ઘર પુસ્તકાલય’ અભિયાન
આણંદ જિલ્લાના હાડગુડ ગામની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળાનાં મુખ્ય શિક્ષક અને તેમની ટીમ દ્વારા દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પુસ્તકો સાથે જોડાયેલા રહે તે માટે એક નવતર પ્રયોગ ‘ હર ઘર પુસ્તકાલય’ હાથ ધરેલ છે. દિવાળી વેકેશનમાં જ્યારે શાળા બંધ હોય ત્યારે વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને પુસ્તકને પોતાનો મિત્ર બનાવે, વિદ્યાર્થીઓની વાચન ક્ષમતા વિકસે તથા શૈક્ષણિક વિકાસ પુસ્તકો થકી કરે તે માટે શાળા દ્વારા ગામમાં અલગ અલગ વિષયો ધરાવતી કુલ 16 થી વધુ પુસ્તકાલયો વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સહકારથી શરુ કરવામાં આવેલ છે. શાળા પુસ્તકાલયના 2500 થી વધુ પુસ્તકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દિવાળી વેકેશનમાં વાંચી શકે તે માટેની વ્યવસ્થા શાળા દ્વારા ઉભી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓની ટુકડી બનાવીને 16થી વધુ ઘરો અને દુકાનોમાં વિવિધ વિષયો પ્રમાણેના પુસ્તકો ફાળવીને નાના નાનાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવેલ છે.આ પુસ્તકાલયોમાં ગામના નાનાથી મોટા સૌને પુસ્તકો વાંચવા માટે મળશે.આ વ્યવસ્થા મુજબ દરરોજ ૧૦:૦૦ થી ૧૨:૦૦ નાં સમયમાં પુસ્તકાલયમાંથી પસંદગી મુજબના પુસ્તકો વાંચવા મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના હાડગુડ ગામની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળાનાં મુખ્ય શિક્ષક અને તેમની ટીમ દ્વારા દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પુસ્તકો સાથે જોડાયેલા રહે તે માટે એક નવતર પ્રયોગ ‘ હર ઘર પુસ્તકાલય’ હાથ ધરેલ છે.
દિવાળી વેકેશનમાં જ્યારે શાળા બંધ હોય ત્યારે વિદ્યાર્થીઓ મોબાઈલથી દુર રહે અને પુસ્તકને પોતાનો મિત્ર બનાવે, વિદ્યાર્થીઓની વાચન ક્ષમતા વિકસે તથા શૈક્ષણિક વિકાસ પુસ્તકો થકી કરે તે માટે શાળા દ્વારા ગામમાં અલગ અલગ વિષયો ધરાવતી કુલ 16 થી વધુ પુસ્તકાલયો વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સહકારથી શરુ કરવામાં આવેલ છે. શાળા પુસ્તકાલયના 2500 થી વધુ પુસ્તકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દિવાળી વેકેશનમાં વાંચી શકે તે માટેની વ્યવસ્થા શાળા દ્વારા ઉભી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની ટુકડી બનાવીને 16થી વધુ ઘરો અને દુકાનોમાં વિવિધ વિષયો પ્રમાણેના પુસ્તકો ફાળવીને નાના નાનાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવેલ છે.આ પુસ્તકાલયોમાં ગામના નાનાથી મોટા સૌને પુસ્તકો વાંચવા માટે મળશે.આ વ્યવસ્થા મુજબ દરરોજ ૧૦:૦૦ થી ૧૨:૦૦ નાં સમયમાં પુસ્તકાલયમાંથી પસંદગી મુજબના પુસ્તકો વાંચવા મળશે.