Anand: ઉમરેઠમાં કોલેરાના બે પોઝિટીવ કેસ, 5 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ઉમરેઠના કાઝીવાડ, ખાટકી વાડ સહિત પાંચ કિલોમીટરનો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેરઉમરેઠ મામલતદારની રોગ નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો આણંદના ઉમેરઠને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ છે. ઉમરેઠમાં કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને આસપાસના 5 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. ઉમરેઠના કાઝીવાડ, ખાટકી વાડ સહિત પાંચ કિલોમીટરનો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 25થી વધુ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે હાલમાં ઉમરેઠ મામલતદારની રોગ નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 25થી વધુ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટે ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યુ છે. તમને જણાવી દઈએ કે કોલેરાએ આંતરડાનો તીવ્ર ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ શરીરમાં અચાનક પ્રવાહી ઘટી જાય છે. થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા થોડા દિવસ અગાઉ જ વડોદરા શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસ સામે આવ્યા હતા. જેમાં 24 કલાકમાં જ વધુ એક 10 વર્ષીય બાળકને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ બે દર્દીઓને ડેન્ગ્યુનું નિદાન કરાયું હતુ. એક જ દિવસમાં તાવ, મેલેરિયા અને ઝાડાના 619 કેસ નોંધાયા હતા. ત્યારે પાલિકા દ્વારા દૂષિત પાણીની લાઈનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાણીજન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થતાંની સાથે જ પાણીજન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે 2 દિવસથી કોલેરાના 1-1 દર્દી પોઝિટિવ આવી રહ્યા હોવાનું સત્તાવાર જાહેર કર્યું છે. હાથીખાનાની 45 વર્ષની મહિલા કોલેરા પોઝિટિવ હોવાનું જણાવ્યું છે તેમજ આ વિસ્તારમાંથી 5 સેમ્પલ લેવાયાં છે. પાણીજન્ય રોગચાળાની સાથે મચ્છરથી થતા ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ પણ પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં શંકાસ્પદ ડેન્ગ્યૂનાં 15 સેમ્પલ લેવાયાં હતાં.

Anand: ઉમરેઠમાં કોલેરાના બે પોઝિટીવ કેસ, 5 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમરેઠના કાઝીવાડ, ખાટકી વાડ સહિત પાંચ કિલોમીટરનો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર
  • ઉમરેઠ મામલતદારની રોગ નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક
  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો

આણંદના ઉમેરઠને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ છે. ઉમરેઠમાં કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને આસપાસના 5 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. ઉમરેઠના કાઝીવાડ, ખાટકી વાડ સહિત પાંચ કિલોમીટરનો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા 25થી વધુ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો

ત્યારે હાલમાં ઉમરેઠ મામલતદારની રોગ નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા 25થી વધુ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટે ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યુ છે. તમને જણાવી દઈએ કે કોલેરાએ આંતરડાનો તીવ્ર ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ શરીરમાં અચાનક પ્રવાહી ઘટી જાય છે.

થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા

થોડા દિવસ અગાઉ જ વડોદરા શહેરમાં કોલેરા અને ડેન્ગ્યુના કેસ સામે આવ્યા હતા. જેમાં 24 કલાકમાં જ વધુ એક 10 વર્ષીય બાળકને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ બે દર્દીઓને ડેન્ગ્યુનું નિદાન કરાયું હતુ. એક જ દિવસમાં તાવ, મેલેરિયા અને ઝાડાના 619 કેસ નોંધાયા હતા. ત્યારે પાલિકા દ્વારા દૂષિત પાણીની લાઈનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પાણીજન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો

સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થતાંની સાથે જ પાણીજન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે 2 દિવસથી કોલેરાના 1-1 દર્દી પોઝિટિવ આવી રહ્યા હોવાનું સત્તાવાર જાહેર કર્યું છે. હાથીખાનાની 45 વર્ષની મહિલા કોલેરા પોઝિટિવ હોવાનું જણાવ્યું છે તેમજ આ વિસ્તારમાંથી 5 સેમ્પલ લેવાયાં છે. પાણીજન્ય રોગચાળાની સાથે મચ્છરથી થતા ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ પણ પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં શંકાસ્પદ ડેન્ગ્યૂનાં 15 સેમ્પલ લેવાયાં હતાં.