Vande Bharatની જેમ “વંદે મેટ્રો” ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે
ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશે અમદાવાદ-ભુજ વચ્ચે 130 કિમીની ઝડપે ટ્રાયલ થશે મુસાફરોના ભાડાં અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ થશે. પહેલી ‘વંદે મેટ્રો ટ્રેન’ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી પહોંચી છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100થી 130 કિલોમીટરની હશે. હાલ અલગ અલગ જિલ્લાઓ વચ્ચે ‘વંદે મેટ્રો’ દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે. પશ્ચિમ રેલવે – અમદાવાદના જનસંપર્ક અધિકારી જીતેન્દ્રકુમાર જયંતના જણાવ્યા અનુસાર રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલરન અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવનાર છે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જો કે, ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી ‘વંદે મેટ્રો’ની પ્રાથમિક ચકાસણી કર્યા પછી ટ્રાયલ હાથ ધરવામાં આવશે. દરેક કોચમાં CCTV લગાવવામાં આવ્યા છે 12 કોચની ‘વંદે મેટ્રો’ ટ્રેનના દરેક કોચમાં CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. વહેલા તે પહેલાનાં ધોરણે સીટ મળશે. મુસાફરી માટે રિઝર્વેશનની જરૂર નહીં, કોચમાં આધુનિક સુવિધા સેન્ટ્રલી AC ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ શોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે. ‘વંદે મેટ્રો’ અનરિઝર્વ્ડ એસી ટ્રેન તરીકે દોડાવાશે. અર્થાત્ કોઈ રિઝર્વેશનની જરૂર રહેશે નહીં. ટ્રેનમાં વોશબેઝિનથી માંડી આધુનિક ટોઈલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં CCTV ફીટ કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશે
- અમદાવાદ-ભુજ વચ્ચે 130 કિમીની ઝડપે ટ્રાયલ થશે
- મુસાફરોના ભાડાં અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી
વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ થશે. પહેલી ‘વંદે મેટ્રો ટ્રેન’ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી પહોંચી છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100થી 130 કિલોમીટરની હશે. હાલ અલગ અલગ જિલ્લાઓ વચ્ચે ‘વંદે મેટ્રો’ દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે.
પશ્ચિમ રેલવે – અમદાવાદના જનસંપર્ક અધિકારી જીતેન્દ્રકુમાર જયંતના જણાવ્યા અનુસાર રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલરન અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવનાર છે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જો કે, ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી ‘વંદે મેટ્રો’ની પ્રાથમિક ચકાસણી કર્યા પછી ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
દરેક કોચમાં CCTV લગાવવામાં આવ્યા છે
12 કોચની ‘વંદે મેટ્રો’ ટ્રેનના દરેક કોચમાં CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. વહેલા તે પહેલાનાં ધોરણે સીટ મળશે.
મુસાફરી માટે રિઝર્વેશનની જરૂર નહીં, કોચમાં આધુનિક સુવિધા સેન્ટ્રલી AC ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ શોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે. ‘વંદે મેટ્રો’ અનરિઝર્વ્ડ એસી ટ્રેન તરીકે દોડાવાશે. અર્થાત્ કોઈ રિઝર્વેશનની જરૂર રહેશે નહીં. ટ્રેનમાં વોશબેઝિનથી માંડી આધુનિક ટોઈલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં CCTV ફીટ કરવામાં આવ્યા છે.