Kutch: માંડવીમાં જળબંબાકારની સ્થિતિ, મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અસરગ્રસ્ત વિસ્તારની કરી મુલાકાત

માંડવીમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અસરગ્રસ્ત માંડવીની મુલાકાત કરી ભારે વરસાદની સ્થિતિ જોતા આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી કચ્છના માંડવીમાં ભારે વરસાદ વરસ્યો છે અને માંડવીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પ્રભારી મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અસરગ્રસ્ત માંડવીની મુલાકાત કરી છે અને બાબાવાડી વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે અને દરિયાકાંઠાના ગામો પ્રભાવિત થયા માંડવીના નીચાણવાળા વિસ્તારમાંથી 200 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. માંડવી તાલુકામાં છેલ્લા 5 દિવસમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે અને દરિયાકાંઠાના ગામો પ્રભાવિત થયા છે, ત્યારે માંડવીમાં ભારે વરસાદની સ્થિતિ જોતા આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અબડાસામાં 400 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું અબડાસાની સ્થિતિ ગંભીર હોવાનું ધારાસભ્યએ સ્વીકાર્યું છે. અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ સ્થિતિ અંગે વાત કરી અને કહ્યું કે અત્યાર સુધીમાં 400 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને 6 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ સ્થળોએ પાણી ભરાયા છે, ત્યારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જખૌના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. જખૌમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરાયું. કોલીવાસના 150 લોકોનું સ્થળાંતર કરાયું છે. 150 લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે. અનેક જગ્યાએ વીજથાંભલાઓ ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટર, કચ્છમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે કરી સમીક્ષા કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. જ્યાં જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજજતાની સમીક્ષા કરી છે. આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. રાજ્યના 210 તાલુકામાં મેઘરાજા વરસ્યા, માંડવીમાં 11.5 ઈંચ વરસાદ આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના માંડવીમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Kutch: માંડવીમાં જળબંબાકારની સ્થિતિ, મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અસરગ્રસ્ત વિસ્તારની કરી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંડવીમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
  • મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અસરગ્રસ્ત માંડવીની મુલાકાત કરી
  • ભારે વરસાદની સ્થિતિ જોતા આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી

કચ્છના માંડવીમાં ભારે વરસાદ વરસ્યો છે અને માંડવીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પ્રભારી મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ અસરગ્રસ્ત માંડવીની મુલાકાત કરી છે અને બાબાવાડી વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે અને દરિયાકાંઠાના ગામો પ્રભાવિત થયા

માંડવીના નીચાણવાળા વિસ્તારમાંથી 200 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. માંડવી તાલુકામાં છેલ્લા 5 દિવસમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે અને દરિયાકાંઠાના ગામો પ્રભાવિત થયા છે, ત્યારે માંડવીમાં ભારે વરસાદની સ્થિતિ જોતા આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

અબડાસામાં 400 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું

અબડાસાની સ્થિતિ ગંભીર હોવાનું ધારાસભ્યએ સ્વીકાર્યું છે. અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ સ્થિતિ અંગે વાત કરી અને કહ્યું કે અત્યાર સુધીમાં 400 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને 6 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ સ્થળોએ પાણી ભરાયા છે, ત્યારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જખૌના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. જખૌમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરાયું. કોલીવાસના 150 લોકોનું સ્થળાંતર કરાયું છે. 150 લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે. અનેક જગ્યાએ વીજથાંભલાઓ ધરાશાયી થયા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટર, કચ્છમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે કરી સમીક્ષા

કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. જ્યાં જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજજતાની સમીક્ષા કરી છે. આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.

રાજ્યના 210 તાલુકામાં મેઘરાજા વરસ્યા, માંડવીમાં 11.5 ઈંચ વરસાદ

આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના માંડવીમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.