Bhavnagar રેલ્વે મંડળ દ્વારા "સ્વચ્છતા પખવાડિયા" અંતર્ગત ખાદ્યપદાર્થોના સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું
સો કલાક સ્વચ્છતા માટે સમર્પિતપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડિયુ” મનાવવામાં આવી રહ્યુ છે. આ પખવાડિયાની ઉજવણી 1 ઓક્ટોબર 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી કરવામાં આવશે. રેલ્વે મંત્રાલય દ્વારા દર વર્ષે “સ્વચ્છતા પખવાડિયા” ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે રેલ્વે મંત્રાલય દ્વારા સો કલાક સ્વચ્છતા માટે સમર્પિત કરવામાં આવે છે.ખાસ થીમ સાથે કાર્યવાહી ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે જણાવ્યું હતું કે, ડિવિઝન પર અલગ-અલગ દિવસોમાં ખાસ થીમ સાથે કાર્યવાહી કરવામાં આવે છે. સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો પણ સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય અને તેઓ પણ રેલવેના આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શકે.ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી “સ્વચ્છતા પખવાડિયા 2024” અંતર્ગત, ઑક્ટોબર 09, 2024 ના રોજ ભાવનગર ડિવિઝનના જૂનાગઢ, ભાવનગર ટર્મિનસ, સોનગઢ, ધોળા, બોટાદ, જેતલસર અને ધોળકા રેલ્વે સ્ટેશનો પર સ્વચ્છ ખાદ્ય પહેલ હેઠળ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી, જેથી મુસાફરોને સ્વચ્છ અને સલામત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થઈ શકે. ઉપરાંત ખાણીપીણીના વિક્રેતાઓને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. “સ્વચ્છતા પખવાડિયા 2024” ની ઉજવણી અંતર્ગત ખાણીપીણીના વિક્રેતાઓ અને સહભાગીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સો કલાક સ્વચ્છતા માટે સમર્પિત
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડિયુ” મનાવવામાં આવી રહ્યુ છે. આ પખવાડિયાની ઉજવણી 1 ઓક્ટોબર 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી કરવામાં આવશે. રેલ્વે મંત્રાલય દ્વારા દર વર્ષે “સ્વચ્છતા પખવાડિયા” ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે રેલ્વે મંત્રાલય દ્વારા સો કલાક સ્વચ્છતા માટે સમર્પિત કરવામાં આવે છે.
ખાસ થીમ સાથે કાર્યવાહી
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે જણાવ્યું હતું કે, ડિવિઝન પર અલગ-અલગ દિવસોમાં ખાસ થીમ સાથે કાર્યવાહી કરવામાં આવે છે. સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો પણ સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય અને તેઓ પણ રેલવેના આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શકે.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી
“સ્વચ્છતા પખવાડિયા 2024” અંતર્ગત, ઑક્ટોબર 09, 2024 ના રોજ ભાવનગર ડિવિઝનના જૂનાગઢ, ભાવનગર ટર્મિનસ, સોનગઢ, ધોળા, બોટાદ, જેતલસર અને ધોળકા રેલ્વે સ્ટેશનો પર સ્વચ્છ ખાદ્ય પહેલ હેઠળ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી, જેથી મુસાફરોને સ્વચ્છ અને સલામત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થઈ શકે. ઉપરાંત ખાણીપીણીના વિક્રેતાઓને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. “સ્વચ્છતા પખવાડિયા 2024” ની ઉજવણી અંતર્ગત ખાણીપીણીના વિક્રેતાઓ અને સહભાગીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.