Rajkotના જેતપુરમાં ગરબા દરમિયાન દીકરીઓને ભેટ સ્વરૂપે અપાય છે વિકાસપત્રો, વાંચો સ્ટોરી
રાજકોટના જેતપુરના બાવાવાળા પરાના સરદાર ચોકમાં ચાલી રહેલ ગરબી શહેર ભરમાં પ્રખ્યાત છે છેલ્લા 45 વર્ષથી ચાલતી આ સરદાર ચોક ગરબી મંડળની ગરબીની ખાસિયત પણ કંઇક અલગ છે,મોટા શહેરોના પાર્ટી પ્લોટના ગરબા અને દાંડિયા રાસનું આયોજન દરેક જગ્યાએ થતા હોય છે, પરંતુ જેતપુરની 45 વર્ષથી ચાલતી એક પારંપારિક ગરબી કે જ્યાં રમતી દરેક બાળાઓને અહી માતાજીની ભક્તિ સાથે સાથે તેઓના કરિયાવર અને કન્યાદાન માટે મોટી રકમના પૈસા સાથે ભેટ સોગાદ આપવામાં આવે છે. પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે સાથે જ આ ગરબી પારંપારિક રીતે જ યોજવામાં આવે છે, અને અહી માત્ર ને માત્ર પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે, આ ગરબીની શરૂઆત જેતપુર નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખ સ્વ. વલ્લ્ભભાઈ સખરેલીયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને હવે તેના પુત્ર સુરેશભાઇ સખરેલીયા આ ગરબી ચલાવી રહેલ છે, ગરબીની શરૂઆતના દિવસોમાં અહી રાસ રમવા આવતી બાળાઓને વસ્તુના રૂપે ભેટ સોગાદ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી અહી થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. દીકરીના કરિયાવરની નહી રહે ચિંતા અહી જે બાળાઓ અને બાળકો જે ગરબે રમે છે તેઓને દર વર્ષે 25000 રૂપિયાના કિસાન વિકાસ પત્ર કે પોસ્ટ દ્વારા આપવામાં આવતા બચત પત્રો આપવામાં આવે છે, જે બાળાઓ અને બાળકોની ઉમર પ્રમાણે તે જ્યારે તેમના લગ્ન સમયે બાળા કે છોકરીને કરિયાવર માટે ઉપયોગી થતા હોય છે સાથે જ, અહી છોકરીઓને વધુ વધુ 3 વર્ષ સુધી ગરબે રમવા દેવામાં આવે છે જેના હિસાબે 75000 રૂપિયાથી વધુની કરિયાવર અને કન્યાદાન માટેની રકમ અને વસ્તુઓ આપવામાં આવે છે સાથે જ અહી મધ્યમ વર્ગની 60 થી પણ વધારે કન્યા તેમજ બાળકો ગરબે ઘુમે છે, જ્યારે કન્યાઓને અહીથી કિસાન વિકાસ પત્ર આપવામાં આવે છે તે જાણી ને અહી ગરબે ઘુમતી કન્યાના માતા પિતા પણ ખુશ ખુશાલ થઈ જાય છે, પોતાની દીકરીના કન્યાદાન અને કરિયાવરની ચિંતા નહીં રહેતા તેઓના ચહેરા ઉપર એક શાંતિ અનુભવે છે. સમાજ માટે આ ગરબા ઉદાહરણરૂપ છે છેલ્લા 45 વર્ષથી પ્રાચીન રાસનો વારસો સાચવીને બેઠેલ આ ગરબીના રાસને જોવા માટે લોકો ઉમટી પડે છે અને જ્યારે ગરબીમાથી કન્યાઓને તેઓના લગ્નના કારીયાવર અને કન્યાદાન માટે જે સહયોગ આપવામાં આવે છે, તે વાત લોકો ને ખબર પડે તો તેવો પણ પોતાનું નાનું મોટું યોગ દાન આપવાનું ચુકતા નથી, અને દાનની સરવાણી ચાલુ રહે છે, આ કાર્યને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ પણ મુલાકાત લીધી હતી અને આ કાર્યને બિરદાવ્યું હતું, સાથે જ જેતપુરની બાવાવાળા પરા સરદાર ચોકની ગરબી લુપ્ત થઈ રહેલા પ્રાચીન ગરબા અને રાસની પરંપરા જાળવી સાથે સમાજમાં બેટી બચાવો અને બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતાં હોય તેવું ચોક્સથી કહી શકાય, અને સાથે સાથે જે ગરીબ કન્યાઓ છે તેઓના કન્યાદાન માટે યોગદાન આપવામાં આવે છે, તે પણ ઉદાહરણીય છે. વેશભૂષા પણ કરાય છે રજૂ સરદાર ચોક ગરબી મંડળના ખાસ રાસની જો વાત કરીએ તો અહીં ખાસ એક બાળકોને રાસ રમાડવામાં આવે છે જે દેશની રક્ષા કરતા જવાનો કઈ રીતે આતંકવાદીઓ સામે યુદ્ધ કરે છે તેની વેશભૂષા રજૂ કરે છે, આ દેશ ભક્તિનો રાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે, આ રાસ જોવા દૂર દૂરથી લોકો આવે છે,અહીંયા પ્રાચીન ગરબા રમીને પ્રાચીન સંસ્કૃતિ આજે પણ જળવાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના જેતપુરના બાવાવાળા પરાના સરદાર ચોકમાં ચાલી રહેલ ગરબી શહેર ભરમાં પ્રખ્યાત છે છેલ્લા 45 વર્ષથી ચાલતી આ સરદાર ચોક ગરબી મંડળની ગરબીની ખાસિયત પણ કંઇક અલગ છે,મોટા શહેરોના પાર્ટી પ્લોટના ગરબા અને દાંડિયા રાસનું આયોજન દરેક જગ્યાએ થતા હોય છે, પરંતુ જેતપુરની 45 વર્ષથી ચાલતી એક પારંપારિક ગરબી કે જ્યાં રમતી દરેક બાળાઓને અહી માતાજીની ભક્તિ સાથે સાથે તેઓના કરિયાવર અને કન્યાદાન માટે મોટી રકમના પૈસા સાથે ભેટ સોગાદ આપવામાં આવે છે.
પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે
સાથે જ આ ગરબી પારંપારિક રીતે જ યોજવામાં આવે છે, અને અહી માત્ર ને માત્ર પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે, આ ગરબીની શરૂઆત જેતપુર નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખ સ્વ. વલ્લ્ભભાઈ સખરેલીયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને હવે તેના પુત્ર સુરેશભાઇ સખરેલીયા આ ગરબી ચલાવી રહેલ છે, ગરબીની શરૂઆતના દિવસોમાં અહી રાસ રમવા આવતી બાળાઓને વસ્તુના રૂપે ભેટ સોગાદ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી અહી થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
દીકરીના કરિયાવરની નહી રહે ચિંતા
અહી જે બાળાઓ અને બાળકો જે ગરબે રમે છે તેઓને દર વર્ષે 25000 રૂપિયાના કિસાન વિકાસ પત્ર કે પોસ્ટ દ્વારા આપવામાં આવતા બચત પત્રો આપવામાં આવે છે, જે બાળાઓ અને બાળકોની ઉમર પ્રમાણે તે જ્યારે તેમના લગ્ન સમયે બાળા કે છોકરીને કરિયાવર માટે ઉપયોગી થતા હોય છે સાથે જ, અહી છોકરીઓને વધુ વધુ 3 વર્ષ સુધી ગરબે રમવા દેવામાં આવે છે જેના હિસાબે 75000 રૂપિયાથી વધુની કરિયાવર અને કન્યાદાન માટેની રકમ અને વસ્તુઓ આપવામાં આવે છે સાથે જ અહી મધ્યમ વર્ગની 60 થી પણ વધારે કન્યા તેમજ બાળકો ગરબે ઘુમે છે, જ્યારે કન્યાઓને અહીથી કિસાન વિકાસ પત્ર આપવામાં આવે છે તે જાણી ને અહી ગરબે ઘુમતી કન્યાના માતા પિતા પણ ખુશ ખુશાલ થઈ જાય છે, પોતાની દીકરીના કન્યાદાન અને કરિયાવરની ચિંતા નહીં રહેતા તેઓના ચહેરા ઉપર એક શાંતિ અનુભવે છે.
સમાજ માટે આ ગરબા ઉદાહરણરૂપ છે
છેલ્લા 45 વર્ષથી પ્રાચીન રાસનો વારસો સાચવીને બેઠેલ આ ગરબીના રાસને જોવા માટે લોકો ઉમટી પડે છે અને જ્યારે ગરબીમાથી કન્યાઓને તેઓના લગ્નના કારીયાવર અને કન્યાદાન માટે જે સહયોગ આપવામાં આવે છે, તે વાત લોકો ને ખબર પડે તો તેવો પણ પોતાનું નાનું મોટું યોગ દાન આપવાનું ચુકતા નથી, અને દાનની સરવાણી ચાલુ રહે છે, આ કાર્યને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ પણ મુલાકાત લીધી હતી અને આ કાર્યને બિરદાવ્યું હતું, સાથે જ જેતપુરની બાવાવાળા પરા સરદાર ચોકની ગરબી લુપ્ત થઈ રહેલા પ્રાચીન ગરબા અને રાસની પરંપરા જાળવી સાથે સમાજમાં બેટી બચાવો અને બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતાં હોય તેવું ચોક્સથી કહી શકાય, અને સાથે સાથે જે ગરીબ કન્યાઓ છે તેઓના કન્યાદાન માટે યોગદાન આપવામાં આવે છે, તે પણ ઉદાહરણીય છે.
વેશભૂષા પણ કરાય છે રજૂ
સરદાર ચોક ગરબી મંડળના ખાસ રાસની જો વાત કરીએ તો અહીં ખાસ એક બાળકોને રાસ રમાડવામાં આવે છે જે દેશની રક્ષા કરતા જવાનો કઈ રીતે આતંકવાદીઓ સામે યુદ્ધ કરે છે તેની વેશભૂષા રજૂ કરે છે, આ દેશ ભક્તિનો રાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે, આ રાસ જોવા દૂર દૂરથી લોકો આવે છે,અહીંયા પ્રાચીન ગરબા રમીને પ્રાચીન સંસ્કૃતિ આજે પણ જળવાઈ છે.