Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એકાદશી નિમિતે પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો,જુઓ Video

સાળંગપુર હનુમાનજીને કરાયો છે દિવ્યશણગાર આજે એકાદશી હોવાથી કરાયો પવિત્રાનો શણગાર શ્રાવણ માસમાં દાદાને કરાય છે અલગ-અલગ થીમ પર શણગાર બોટાદના સાળંગપુરમાં આવેલ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એકાદશી નિમિતે પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો છે,હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેને લઈ અલગ-અલગ શણગાર દાદાને કરવામાં આવે છે,ભકતોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.તો મંદિર તરફથી દાદાને સવાર અને સાંજે એમ બે સમય અલગ શણગાર કરવામાં આવે છે. પવિત્રાનો કરાયો શણગાર સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો. આરતી સવારે 5.45 કલાકે કરાઈ સવારે 05:45 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યુ છે તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.આરતીમાં મોટી સંખ્યમાં ભકતો ઉમટયા હતા. ગઈકાલે ત્રિરંગાની થીમ પર શણગાર કરાયો હતો ગઈકાલે કરાયેલાં શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું હતુ કે,સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી થઈ હતી. ત્યારે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ 15 ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી હતી.ગઈકાલે દાદાને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો હતો. આ સાથે મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા હતા.

Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એકાદશી નિમિતે પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાળંગપુર હનુમાનજીને કરાયો છે દિવ્યશણગાર
  • આજે એકાદશી હોવાથી કરાયો પવિત્રાનો શણગાર
  • શ્રાવણ માસમાં દાદાને કરાય છે અલગ-અલગ થીમ પર શણગાર

બોટાદના સાળંગપુરમાં આવેલ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એકાદશી નિમિતે પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો છે,હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેને લઈ અલગ-અલગ શણગાર દાદાને કરવામાં આવે છે,ભકતોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.તો મંદિર તરફથી દાદાને સવાર અને સાંજે એમ બે સમય અલગ શણગાર કરવામાં આવે છે.

પવિત્રાનો કરાયો શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો.


આરતી સવારે 5.45 કલાકે કરાઈ

સવારે 05:45 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યુ છે તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.આરતીમાં મોટી સંખ્યમાં ભકતો ઉમટયા હતા.

ગઈકાલે ત્રિરંગાની થીમ પર શણગાર કરાયો હતો

ગઈકાલે કરાયેલાં શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું હતુ કે,સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી થઈ હતી. ત્યારે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ 15 ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી હતી.ગઈકાલે દાદાને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો હતો. આ સાથે મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા હતા.