Sabarkantha: દૂધ મંડળીમાં કરોડોના ચેક માત્ર ગુજરાતમાં જ શક્ય: અમિત શાહ

સાબર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સાબર ડેરીના 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું ઉદઘાટન કરીને મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ આ સંવાદ દરમિયાન મહિલાઓ કેટલા પશુઓ રાખે છે, પશુઓની માવજત માટે કેટલા લોકો રોકાયેલા છે, કેટલી જમીનમાં ઘાસચારાનું વાવેતર કરે છે, દૈનિક દૂધ ઉત્પાદન, સાબર ડેરી દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવે છે. જેવા સવાલો કરીને દૂધ ઉત્પાદન થકી મહિલા પશુપાલકોએ કરેલી પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી.મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરે છે કેન્દ્રીય મંત્રીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં કેટલી મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરે છે, તેના પરિણામ કેવા છે, કેટલા વિસ્તારમાં ખેતી કરે છે, પ્રાકૃતિક કૃષિ ઉપજના ભાવ કેટલા મળે છે. તે અંગેની જાણકારી મેળવી વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું. આ સંવાદમાં જિલ્લા પ્રભારી અને શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત, સહકાર, કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અને સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સહિત આમંત્રિત મહિલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. હું દૈનિક 40 લીટર દૂધ ભરાવું છું ઇડર તાલુકાના મુડેટી ગામના મહિલા પશુપાલક મીનાબેન નરેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હું દૈનિક 40 લીટર દૂધ ભરાવું છુ. સાબર ડેરી દ્વારા આયોજિત મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમારી સાથે પરિવારના સભ્યની જેમ સહજતાથી સંવાદ કર્યો જેના થકી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. હું દૈનિક 80 લીટર દૂધ ભરાવું છુ મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માગ છે. જેને લઈને પશુપાલક સૂર્યાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે અમિતભાઈ શાહ સાહેબને ખાતરી આપીએ છીએ કે અમે પણ વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવશું.

Sabarkantha: દૂધ મંડળીમાં કરોડોના ચેક માત્ર ગુજરાતમાં જ શક્ય: અમિત શાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સાબર ડેરીના 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું ઉદઘાટન કરીને મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ આ સંવાદ દરમિયાન મહિલાઓ કેટલા પશુઓ રાખે છે, પશુઓની માવજત માટે કેટલા લોકો રોકાયેલા છે, કેટલી જમીનમાં ઘાસચારાનું વાવેતર કરે છે, દૈનિક દૂધ ઉત્પાદન, સાબર ડેરી દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવે છે. જેવા સવાલો કરીને દૂધ ઉત્પાદન થકી મહિલા પશુપાલકોએ કરેલી પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી.

મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરે છે

કેન્દ્રીય મંત્રીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં કેટલી મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરે છે, તેના પરિણામ કેવા છે, કેટલા વિસ્તારમાં ખેતી કરે છે, પ્રાકૃતિક કૃષિ ઉપજના ભાવ કેટલા મળે છે. તે અંગેની જાણકારી મેળવી વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું.

આ સંવાદમાં જિલ્લા પ્રભારી અને શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત, સહકાર, કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અને સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સહિત આમંત્રિત મહિલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

હું દૈનિક 40 લીટર દૂધ ભરાવું છું

ઇડર તાલુકાના મુડેટી ગામના મહિલા પશુપાલક મીનાબેન નરેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હું દૈનિક 40 લીટર દૂધ ભરાવું છુ. સાબર ડેરી દ્વારા આયોજિત મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમારી સાથે પરિવારના સભ્યની જેમ સહજતાથી સંવાદ કર્યો જેના થકી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.

હું દૈનિક 80 લીટર દૂધ ભરાવું છુ

મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માગ છે. જેને લઈને પશુપાલક સૂર્યાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે અમિતભાઈ શાહ સાહેબને ખાતરી આપીએ છીએ કે અમે પણ વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવશું.