Amreliમાં બનાવટી જંતુનાશક દવાઓ બનાવતી ફેકટરી પર પોલીસના દરોડા ,થયા મોટા ખુલાસા

પોલીસે અલગ-અલગ કેમિકલ ઝડપી હાથધરી કાર્યવાહી બનાવટી જંતુનાશક કંપનીના સ્ટીકરો પણ મળ્યા પોલીસે પોલીસે બાતમીને આધારે પાર પાડયુ ઓપરેશન અમરેલી તાલુકા હદ વિસ્તાર ખાતે આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને કોઈપણ પરવાના કે લાયસન્સ વગર બનાવટી જંતુનાશક દવાઓ તથા અલગ અલગ કેમિકલના બેરલ મળી કુલ નંગ- ૮૭૬ જેની કિંમત.રૂ. ૧૨,૩૯,૪૦૦ તથા ખોટી બનાવટી માલ નિશાની વાળી કંપનીના લેબલ સ્ટીકરો તેમજ સિલપેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કુલ કિ.રૂ.૪૯૦૦૦ મળી કુલ કિમત.રૂ.૧૨,૮૮,૪૦૦ના મુદ્દામાલ સાથે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ. નકલી બનાવટી જંતુનાશક પાવડર બનાવતો હતો અમરેલીમા ચોરી-છુપીથી અને અનઅધિકૃત રીતે ચીજ-વસ્તુઓમાં મિલાવટ કરી તેનુ બનાવટી પેકીંગ કરી માનવજાતના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી પોતાના આર્થિક ફાયદા સારૂ આવી ચીજ વસ્તુઓનુ ઉત્પાદન કરી વેચાણ કરનાર ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાં આપી હતી જે અન્વયે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવી બનાવટી ડુપ્લીકેટ દવાઓ બનાવી અને વેચાણ કરનાર ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાં અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. પોલીસે હાથધરી તપાસ હાલ ચોમાસાની સિઝન હોય ખેડૂતોને જંતુનાશક દવાઓની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત હોય ત્યારે આવા સમયે ખેડૂતોના પાક અને ખેડૂતોના ખિસ્સાને ખંખેરી લેવાની આ પ્રવૃત્તિને પોલીસે ઝડપી લઇ ખૂબ જ સરાહનીય કામ કર્યું છે.પોલીસે અલ્પેશભાઈ ભાનુભાઈ ચોડવડીયા નામના વ્યકિતની ધરપકડ કરી આગળની કામગીરી હાથધરી છે.છેલ્લા કેટલા સમયથી આ ફેકટરી ધમધમતી હતી અને કોને માલ આપવામાં આવતો હતો તેને લઈ તપાસ હાથધરી છે. ખેતીવાડી અધિકારી પણ રહ્યા હાજર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી આવી હતી કે અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ પડશાલા ગેસ ગોડાઉનની સામે આવેલ વાડી ખાતે બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ તથા ખેતીવાડી અધિકારીની રૂબરૂમાં રેઈડ કરતા બિનઅધિકૃત જંતુનાશક દવાઓનો જથ્થો તથા બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવતા ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Amreliમાં બનાવટી જંતુનાશક દવાઓ બનાવતી ફેકટરી પર પોલીસના દરોડા ,થયા મોટા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે અલગ-અલગ કેમિકલ ઝડપી હાથધરી કાર્યવાહી
  • બનાવટી જંતુનાશક કંપનીના સ્ટીકરો પણ મળ્યા પોલીસે
  • પોલીસે બાતમીને આધારે પાર પાડયુ ઓપરેશન

અમરેલી તાલુકા હદ વિસ્તાર ખાતે આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર અને કોઈપણ પરવાના કે લાયસન્સ વગર બનાવટી જંતુનાશક દવાઓ તથા અલગ અલગ કેમિકલના બેરલ મળી કુલ નંગ- ૮૭૬ જેની કિંમત.રૂ. ૧૨,૩૯,૪૦૦ તથા ખોટી બનાવટી માલ નિશાની વાળી કંપનીના લેબલ સ્ટીકરો તેમજ સિલપેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કુલ કિ.રૂ.૪૯૦૦૦ મળી કુલ કિમત.રૂ.૧૨,૮૮,૪૦૦ના મુદ્દામાલ સાથે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

નકલી બનાવટી જંતુનાશક પાવડર બનાવતો હતો

અમરેલીમા ચોરી-છુપીથી અને અનઅધિકૃત રીતે ચીજ-વસ્તુઓમાં મિલાવટ કરી તેનુ બનાવટી પેકીંગ કરી માનવજાતના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી પોતાના આર્થિક ફાયદા સારૂ આવી ચીજ વસ્તુઓનુ ઉત્પાદન કરી વેચાણ કરનાર ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાં આપી હતી જે અન્વયે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવી બનાવટી ડુપ્લીકેટ દવાઓ બનાવી અને વેચાણ કરનાર ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાં અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

પોલીસે હાથધરી તપાસ

હાલ ચોમાસાની સિઝન હોય ખેડૂતોને જંતુનાશક દવાઓની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત હોય ત્યારે આવા સમયે ખેડૂતોના પાક અને ખેડૂતોના ખિસ્સાને ખંખેરી લેવાની આ પ્રવૃત્તિને પોલીસે ઝડપી લઇ ખૂબ જ સરાહનીય કામ કર્યું છે.પોલીસે અલ્પેશભાઈ ભાનુભાઈ ચોડવડીયા નામના વ્યકિતની ધરપકડ કરી આગળની કામગીરી હાથધરી છે.છેલ્લા કેટલા સમયથી આ ફેકટરી ધમધમતી હતી અને કોને માલ આપવામાં આવતો હતો તેને લઈ તપાસ હાથધરી છે.

ખેતીવાડી અધિકારી પણ રહ્યા હાજર

પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી આવી હતી કે અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ પડશાલા ગેસ ગોડાઉનની સામે આવેલ વાડી ખાતે બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ તથા ખેતીવાડી અધિકારીની રૂબરૂમાં રેઈડ કરતા બિનઅધિકૃત જંતુનાશક દવાઓનો જથ્થો તથા બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવતા ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.