Amreli News: ધારીમાં વાતાવરણમાં પલટો, અનેક ગામોમાં જામ્યો વરસાદી માહોલ

ધારીના ખીચા ગામમાં પણ પડ્યો વરસાદવરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટું અમરેલીના ધરી પંથકમાં આજે આખો દિવસ કાળઝાળ ગરમી અનુભવાયા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળો ઘેરાઈ આવ્યા હતા. બાદમાં ધારી શહેર સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આખો દિવસ ગરમી અને ઉકળાટ અનુભવ્યાં બાદ ધારી શહેર અને ખીચા ગામ સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદને લીધે હવામાં ઠંડક પ્રસરી ગઈ હતી.ટૂંક સમયમાં થશે ચોમાસાનું આગમન ગુજરાતમાં ચોમાસુ ખૂબ નજીક આવી ગયું છે, અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.આજે સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં વરસાદ પડશે, તો અગામી 7 દિવસ વરસાદ પડવાની શકયાતાઓ સેવાઈ રહી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટર ની ઝડપ પવન ફૂંકાશે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ (7થી 12 જૂન) દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, એને કારણે વરસાદ લાવી શકે છે. આજે કયા વરસાદની આગાહી કરાઈ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 9 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. 10 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે 11 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 12 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, , સુરત તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 13 જુને કયા વરસાદની આગાહી કરાઈ સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

Amreli News: ધારીમાં વાતાવરણમાં પલટો, અનેક ગામોમાં જામ્યો વરસાદી માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધારીના ખીચા ગામમાં પણ પડ્યો વરસાદ
  • વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક
  • બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટું

અમરેલીના ધરી પંથકમાં આજે આખો દિવસ કાળઝાળ ગરમી અનુભવાયા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળો ઘેરાઈ આવ્યા હતા. બાદમાં ધારી શહેર સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આખો દિવસ ગરમી અને ઉકળાટ અનુભવ્યાં બાદ ધારી શહેર અને ખીચા ગામ સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદને લીધે હવામાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ટૂંક સમયમાં થશે ચોમાસાનું આગમન

ગુજરાતમાં ચોમાસુ ખૂબ નજીક આવી ગયું છે, અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.આજે સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં વરસાદ પડશે, તો અગામી 7 દિવસ વરસાદ પડવાની શકયાતાઓ સેવાઈ રહી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટર ની ઝડપ પવન ફૂંકાશે.

હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ (7થી 12 જૂન) દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, એને કારણે વરસાદ લાવી શકે છે.

આજે કયા વરસાદની આગાહી કરાઈ

આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

9 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

10 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે

11 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

12 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, , સુરત તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

13 જુને કયા વરસાદની આગાહી કરાઈ

સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.