Amreli News: લીલીયાના નીકકંઠ સરોવરમાં અજાણ્યા શખ્સે કેમીકલ નાંખતા પાણી લીલા રંગનું થઈ ગયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજેતરમા જ સંસદમા ગુજરાતની પ્રદૂષિત નદીઓ મુદ્દે સવાલ ચર્ચાયો હતો. ત્યારે અમરેલીના નિલકંઠ સરોવરમાં પાણી અચાનક લીલા રંગનું થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો હતો. અમરેલીના લીલીયામાં સ્થિત નીલકંઠ સરોવરમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા લીલીયા મામલતદાર દ્વારા પાણીના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલ્યા હતાં.
આ તળાવમાં કેમિકલ ઠલવાયું હોવાની આશંકા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના લીલીયામાં સ્થિત નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલા રંગનું થઈ ગયું હતું. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં મામલતદાર ટીમ સાથે તળાવ પાસે પહોંચ્યા હતાં. પોલીસ પણ તળાવ પાસે પહોંચી ગઈ હતી. તળાવનું પાણી લીલા રંગનું કેવી રીતે થયું તે અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ તળાવમાં કેમિકલ ઠલવાયું હોવાની આશંકા સેવાઈ રહી છે. મામલતદાર દ્વારા પાણીના સેમ્પલ લઈને ભાવનગરમાં લેબ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં.
આવુ કૃત્ય કરનારને શોધી કડક સજા થાય તેવી લોક માગ ઉઠી
તળાવમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કેમિકલ ઠલવાયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ તળાવમાં પશુ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ પાણી પીતા હોય છે. આવા દૂષિત પાણીને કારણે તેમને નુકશાન થઈ શકે છે. ત્યારે આવુ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા લોકોની માગ છે. લીલીયા મામલતદારે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને પાણીના સેમ્પલ ભાવનગર લેબમાં મોકલ્યા હતાં. આવુ કૃત્ય કરનારને શોધી કડક સજા થાય તેવી લોક માગ ઉઠી છે.
What's Your Reaction?






