Amreli News : પીપાવાવ પોર્ટના દરિયામાંથી એશિયાટિક સિંહનો મૃતદેહ કબ્જે, વનવિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરી તપાસ શરૂ

Nov 3, 2026 - 16:00
Amreli News : પીપાવાવ પોર્ટના દરિયામાંથી એશિયાટિક સિંહનો મૃતદેહ કબ્જે, વનવિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરી તપાસ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની વૈશ્વિક ઓળખ સમાન એશિયાટિક સિંહોને લઈને એક અત્યંત ચિંતાજનક અને દુખદ ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા રેન્જ વિસ્તારમાં આવેલા પીપાવાવ પોર્ટના દરિયામાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. એશિયાટિક સિંહો સામાન્ય રીતે જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં વિચરતા હોય છે, પરંતુ દરિયામાંથી સિંહનો મૃતદેહ મળી આવવાની આ અસાધારણ ઘટનાએ વનવિભાગ અને વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. પીપાવાવ પોર્ટની જેટી વિસ્તાર પાસેથી આ મૃતદેહ મળી આવતા જ સ્થાનિક વન અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દરિયામાં પગ જવાથી સિંહ ડૂબ્યો

પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. ઘટનાના દિવસો પહેલા પ્રથમ પટવા દરિયા કાંઠે ત્રણ સિંહો વચ્ચે પરસ્પર ભીષણ ઇન્ફાઇટ (ઘર્ષણ - લડાઈ) થઈ હતી. આ આપસની લડાઈ દરમિયાન અચાનક એક સિંહનો પગ દરિયાના પાણી તરફ સરકી ગયો હતો અને તે દરિયામાં પડી ગયો હતો. લડાઈના કારણે અશક્ત બનેલો કે પાણીના પ્રવાહમાં અજાણ બનેલો આ સિંહ દરિયાના ઊંડા પાણીમાંથી બહાર આવી શક્યો નહોતો અને પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.

વનવિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું

દરિયામાં ડૂબી ગયેલા આ સિંહનો મૃતદેહ લહેર સાથે તણાઈને પટવા દરિયાકાંઠેથી પીપાવાવ પોર્ટની દિશા તરફ આશરે 3 કિલોમીટરના અંતરેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ રાજુલા રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત હરકતમાં આવ્યા હતા અને દરિયામાંથી મૃતક સિંહનો કબજો સફળતાપૂર્વક મેળવી લીધો હતો. વનવિભાગ દ્વારા નિયમો અનુસાર મૃતક સિંહનું પીએમ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવ્યું છે, જેથી મૃત્યુના ચોક્કસ કારણો જાણી શકાય. સિંહના અકુદરતી મોતની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : Ahmedabadના સિંધુભવન રોડ પર બે દિવસનું ટ્રાફિક ડાયવર્ઝન, બોડકદેવ વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત રહેશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0