Rajkot News : PGVCLએ વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કર્યો, કચ્છ સૌરાષ્ટ્રના ગ્રાહકો પર વધારાનો બોજ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજળીનો વપરાશ કરતા તમામ નાગરિકો માટે આર્થિક મોરચે વધુ એક મોટો ફટકો પડ્યો છે. સામાન્ય જનતા પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે હવે વીજ કંપની દ્વારા લેવાયેલા નિર્ણયથી સામાન્ય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ વીજ બિલમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો વધારો અમલી બનાવી દેવામાં આવ્યો છે. અંદાજે 1.76 કરોડ વીજ ગ્રાહકો આ મોંઘવારીના માર હેઠળ આવી ગયા છે. સામાન્ય ગ્રાહકો માટે દરેક યુનિટ દીઠ ચૂકવવાની રકમમાં થયેલો આ વધારો હવે ઘરખર્ચમાં સીધો વધારો કરશે.
સામાન્ય પરિવારના બિલની રકમ અચાનક ઊંચી જશે
નાના વેપારીઓ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે વીજળી પાછળ થતો નિયમિત ખર્ચ વધુ બોજારૂપ બનશે.વીજ દરોમાં કરાયેલા આ વધારાથી સામાન્ય નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીજ બિલમાં માત્ર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો જ નથી ઝીંકાયો પરંતુ અન્ય ચાર્જિસમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા કુલ 5 પ્રકારના જુદા જુદા ચાર્જ પર 3.99 ટકા લેખે એરિયર્સની વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે.આ નિર્ણયને પગલે આગામી દિવસોમાં વીજ બિલની આખરી રકમમાં ખાસ્સો ઉછાળો જોવા મળશે. એરિયર્સની આ નવી અમલવારીના કારણે ગ્રાહકોને અગાઉના વીજ વપરાશ પેટે પણ વધારાના નાણાં ચૂકવવા પડશે, જેના પરિણામે સામાન્ય પરિવારના બિલની રકમ અચાનક ઊંચી જશે.
62 લાખ જેટલા વીજ ગ્રાહકો પર આ વધારાનો નવો આર્થિક બોજ
નિયમિત રીતે વીજ બિલ ભરતા ગ્રાહકો માટે આ વધારાનો બોજ અત્યંત અસહ્ય બની રહેશે. 5 અલગ અલગ ચાર્જ ઉપર 3.99 ટકા મુજબ ગણતરી કરીને ગ્રાહકો પાસેથી એરિયર્સ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ થઈ જતાં ગ્રાહકોમાં મોટો આક્રોશ ફેલાયો છે. આ સમગ્ર ભાવવધારાની સૌથી વ્યાપક અને સીધી અસર સૌરાષ્ટ્ર તથા કચ્છ પ્રદેશના રહેવાસીઓ પર જોવા મળશે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના મળીને અંદાજે 62 લાખ જેટલા વીજ ગ્રાહકો પર આ વધારાનો નવો આર્થિક બોજ આવી પડ્યો છે. ગ્રામ્ય તેમજ શહેરી બંને વિસ્તારોમાં વીજ વપરાશના દર વધવાથી સામાન્ય લોકો અત્યંત પરેશાન થઈ રહ્યા છે. મોંઘવારીના આ કપરા સમયમાં વીજળીના ભાવ વધતાં લોકોનું આર્થિક સંતુલન બગડ્યું છે. 1.76 કરોડ વીજ ગ્રાહકો સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ગ્રાહકો મોંઘવારીના માર હેઠળ દબાઈ ગયા છે.
આ પણ વાંચોઃ Vadodara News: મહી નદી પ્રદૂષિત કરતી પોઇચાની સુદીપ ન્યુટ્રિશિયન કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

