Amreli-Junagadh વચ્ચે દોડાવાશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન, ભકતોને નહી પડે તકલીફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન અમરેલી-જૂનાગઢ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન દોડશે,જૂનાગઢમાં યોજાનારા "મહાશિવરાત્રી મેળા" માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે 22.02.2025 થી 27.02.2025 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે "મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ" ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બન્ને દિશામાં ઉભી રહેશે ટ્રેન
ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ અમરેલીથી જૂનાગઢ જતી અમરેલી-જૂનાગઢ મેળા સ્પેશિયલ ટ્રેન (09531) અમરેલીથી 08:50 વાગ્યે ઉપડશે અને 12:35 વાગ્યે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી જૂનાગઢ-અમરેલી મેળા સ્પેશિયલ ટ્રેન (09532) જૂનાગઢથી 1.00 વાગ્યે ઉપડશે અને 5.10 વાગ્યે અમરેલી પહોંચશે.આ ટ્રેન અમરેલી પરા, ચલાલા, ધારી જં., ભાડેર, જેતલવડ, વિસાવદર, જુની ચાવંડ, બિલખા અને તોરણીયા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે.
What's Your Reaction?






