Amreli : રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર કુહાડીથી થયો હુમલો
અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો થવાની ઘટના બની છે,બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ચેતન શિયાળ સમજાવવા ગયા અને તેમની પર હુમલો થયો હતો જેને લઈ તેમને તાત્કાલિક સારવાર હેઠળ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે,કુહાડી વડે માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે,પોલીસે 6 વ્યકિતઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. જાફરાબાદમાં બે જૂથ વચ્ચે થઈ હતી બોલાચાલી અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઉપર જાફરાબાદ ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.અમરેલી જિલ્લા ભાજપના યુવા પ્રમુખ અને હીરાભાઈ સોલંકીના જમાઈ ચેતનભાઈ શિયાળ ઉપર કરવામાં આવ્યો છે જીવલેણ હુમલો.જાફરાબાદ ખાતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીમાં સમજાવવા ગયેલા યુવા પ્રમુખ ઉપર કુહાડી વડે માથાના ભાગે કરવામાં આવ્યો હુમલો કરવામાં આવ્યો છે.ભાવનગર હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને હાલમાં પણ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. 6 લોકો સામે નોંધાયો ગુનો જાફરાબાદની મરીન પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે અને આવા આવારાતત્વોએ અગાઉ પણ અનેક લોકો પર હુમલો કર્યો છે,હીરા સોલંકીના જમાઈની સોનાની ચેઈન પણ લૂંટી લેવામાં આવી છે તેવી ફરિયાદ કરવામા આવી છે.યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા,સંજય બારૈયા સહિત 6 શખ્સો સામે નોંધાયો ગુનો.ટી ટાઈપ જેટીએ ચેતન શિયાળના નાના ભાઈ બોટમાંથી મચ્છી ખાલી કરવા જતા આરોપીએ ટ્રેક્ટર વચ્ચે રાખી ગાળો આપી હતી. હુમલો કરીને માર મારવામાં આવ્યો ચેતન શિયાળના નાના ભાઈ અને પિતાએ ચેતન શિયાળને ફોન કરી બોલાવતા પ્રથમ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતું મામલો ઉગ્ર બનતા ચેતન શિયાળ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો છે.6 લોકો સામે હુમલો અને ચેઈન લૂંટી ગયાની ફરિયાદ નોંધાઈ છે. 80,000ની ચેઇન લૂંટી મારી નાખવાની કોશિશ કરી જીવલેણ હુમલો કરી માર માર્યાની ફરિયાદ થઇ છે. યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા, ટ્રેક્ટરના ડ્રાયવર, અન્ય બોટનો ખલાસી સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલો થવાની ઘટના બની છે,બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ચેતન શિયાળ સમજાવવા ગયા અને તેમની પર હુમલો થયો હતો જેને લઈ તેમને તાત્કાલિક સારવાર હેઠળ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે,કુહાડી વડે માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે,પોલીસે 6 વ્યકિતઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
જાફરાબાદમાં બે જૂથ વચ્ચે થઈ હતી બોલાચાલી
અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઉપર જાફરાબાદ ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.અમરેલી જિલ્લા ભાજપના યુવા પ્રમુખ અને હીરાભાઈ સોલંકીના જમાઈ ચેતનભાઈ શિયાળ ઉપર કરવામાં આવ્યો છે જીવલેણ હુમલો.જાફરાબાદ ખાતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીમાં સમજાવવા ગયેલા યુવા પ્રમુખ ઉપર કુહાડી વડે માથાના ભાગે કરવામાં આવ્યો હુમલો કરવામાં આવ્યો છે.ભાવનગર હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને હાલમાં પણ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
6 લોકો સામે નોંધાયો ગુનો
જાફરાબાદની મરીન પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે કાયદો કાયદાનું કામ કરશે અને આવા આવારાતત્વોએ અગાઉ પણ અનેક લોકો પર હુમલો કર્યો છે,હીરા સોલંકીના જમાઈની સોનાની ચેઈન પણ લૂંટી લેવામાં આવી છે તેવી ફરિયાદ કરવામા આવી છે.યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા,સંજય બારૈયા સહિત 6 શખ્સો સામે નોંધાયો ગુનો.ટી ટાઈપ જેટીએ ચેતન શિયાળના નાના ભાઈ બોટમાંથી મચ્છી ખાલી કરવા જતા આરોપીએ ટ્રેક્ટર વચ્ચે રાખી ગાળો આપી હતી.
હુમલો કરીને માર મારવામાં આવ્યો
ચેતન શિયાળના નાના ભાઈ અને પિતાએ ચેતન શિયાળને ફોન કરી બોલાવતા પ્રથમ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતું મામલો ઉગ્ર બનતા ચેતન શિયાળ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો છે.6 લોકો સામે હુમલો અને ચેઈન લૂંટી ગયાની ફરિયાદ નોંધાઈ છે. 80,000ની ચેઇન લૂંટી મારી નાખવાની કોશિશ કરી જીવલેણ હુમલો કરી માર માર્યાની ફરિયાદ થઇ છે. યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા, ટ્રેક્ટરના ડ્રાયવર, અન્ય બોટનો ખલાસી સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો છે.