Amreli: ધારીના મોરજર ગામે આંબાના બગીચામાં વનરાજાનો ડેરો, આંબાના ઝાડ નીચે આરામ ફરમાવતો સિંહ પરિવાર કેમેરામાં કેદ

May 4, 2026 - 13:00
Amreli: ધારીના મોરજર ગામે આંબાના બગીચામાં વનરાજાનો ડેરો, આંબાના ઝાડ નીચે આરામ ફરમાવતો સિંહ પરિવાર કેમેરામાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીરની ગૌરવવંતી ધરતી અને ધારી પંથકમાં જંગલના રાજા સિંહનો દબદબો હંમેશા જોવા મળે છે. હાલમાં કેસર કેરીની સીઝન જામી છે ત્યારે ધારીના મોરજર ગામે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક આંબાના બગીચામાં સિંહનો આખો પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.

બગીચાની રખેવાળી કરતા વનરાજા

મોરજર ગામના ખેતરમાં આવેલા આંબાના ઝાડ નીચે સિંહ, સિંહણ અને તેમના બચ્ચા ઠંડકમાં વિશ્રામ કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને એવું લાગતું હતું જાણે જંગલના રાજા પોતે જ આંબાના બગીચાની રખેવાળી કરી રહ્યા હોય. સ્થાનિકોએ આ અદભૂત નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.

ખેડૂતોમાં હર્ષનો માહોલ

સામાન્ય રીતે વન્યપ્રાણીઓને જોઈને ભય લાગતો હોય છે, પરંતુ ગીર પંથકના ખેડૂતો માટે સિંહ એ તેમના પરિવારના સભ્ય સમાન છે. ખેડૂતો પણ પોતાના ખેતરમાં સિંહની હાજરી જોઈને ગભરાવાને બદલે હર્ષની લાગણી અનુભવે છે. સિંહની હાજરીને કારણે ખેતરમાં ભૂંડ કે રોઝ જેવા અન્ય જનાવરો આવતા નથી, જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.

આ પણ વાંચો: Sabarkantha: ખેરોજમાં રાહદારી પાસેથી 11 મોબાઈલ લૂંટીને ફરાર થયેલા બે શખ્સોને LCB એ દબોચી લીધા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0