Surat News: NH-48 પર કાળજું કંપાવનારો અકસ્માત: કિમ નજીક બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર

Jun 13, 2026 - 19:00
Surat News: NH-48 પર કાળજું કંપાવનારો અકસ્માત: કિમ નજીક બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. કિમ ચાર રસ્તા નજીક આવેલા મોટી નરોલી ગામના પાટિયા પાસે બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, પાછળની ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, અને તેનો ચાલક લોખંડની કેબિનમાં જ જિંદગી અને મોત વચ્ચે ફસાઈ ગયો હતો.

બે ટ્રકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના કિમ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહેલી એક ટ્રકની પાછળ અન્ય એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ પડી હતી. આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા કે સ્પીડ ધીમી કરતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે, પાછળની ટ્રકના કેબિનના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને ડ્રાઈવર સ્ટીયરિંગ અને પતરાં વચ્ચે ખરાબ રીતે ભીંસાઈ ગયો હતો.

પતરાં કાપીને ચાલકનું દિલધડક રેસ્ક્યૂ

ઘટનાની જાણ થતાં જ હાઇવે પરથી પસાર થતા સ્થાનિક વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. આ સાથે જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને 108ની ઈમરજન્સી ટીમ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ લોખંડના પતરાં અને કેબિનના હિસ્સાને કટર વડે કાપીને લોહીલુહાણ હાલતમાં ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ

કેબિનમાંથી બહાર કાઢ્યા બાદ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર થોડા સમય માટે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, પરંતુ ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર કરાવીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.


આ પણ વાંચો - Surat: અડાજણમાં હાઈ-પ્રેશર પાઈપલાઈનમાં મોટું ભંગાણ, પાકો રસ્તો ચીરીને પાણીના ફુવારા ઉડ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0