Amdavad: AMC સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ સાફસફાઈ
અમદાવાદમાં AMC સંચાલિત શાળામાં બાળકો પાસે સાફસફાઈનો કિસ્સો સામે આવ્યો છે.ચાલુ ક્લાસમાં વિધ્યાર્થીઓ પાસે સફાઇ કરાવતા હતા.વિધ્યાર્થીઓ શાળાએ આવી સાફસફાઇ કરશે તો વિધ્યાર્થીઓ અભ્યાસ ક્યારે કરશે તે પ્રશ્ન ઊભો થયો છે.સંદેશ ન્યુઝના સફાઇ મુદ્દે સંચાલકને પૂછવા જતા સંચાલક સંદેશ ન્યુઝનો કેમેરો જોઈ ભાગ્યા.અભ્યાસના બદલે વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ વિધ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવતા હોય છે.માતા-પિતાના મોટા સપના હોય છે કે તેમનું બાળક ભણી ગણીને આગળ વધે જીવનમાં કંઇક બને. પરંતુ અમદાવાદની AMC સંચાલિત શાળામાં તો કઈક અલગ જ ચાલી રહ્યું છે.અહીં વિદ્યાર્થિનીઓ પાસે સફાઇ અને કચરા-પોતું કારવાઈ રહ્યું છે.અમદાવાદની કરસનનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈનો મામલો સામે આવ્યો છે. ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીઓ પાસે કરાવી સફાઈ ઉલ્લેખનીય છે કે ગાત્રો થિજવી દે તેવી ઠંડી પડી રહી છે ત્યારે વિદ્યાર્થિનીઓ પાસે ચાલુ ક્લાસમાં પોત કારવાઈ રહ્યા છે. ત્યારે દીવાલને પોતું મારતી એક વિદ્યાર્થિનીને પૂછવામાં આવ્યું કે શું કરે છે ત્યારે તેનો જવાબ હતો કે "ક્લાસરૂમ ગંદો છે એટલે કામ કરીએ છીએ". આ જવાબ ગુજરાતને ગર્વની સાથે શરમિંદા કરે તેવો છે. કારણકે વિધ્યાર્થીઓ શાળામાં ભણવા માટે આવે છે સફાઇ કરવા માટે નહીં.સફાઇ કરવા માટે શાળા સંચાલકે સફાઇ કર્મીઓ રાખવા જોઈએ. શાળા સંચાલક સંદેશ ન્યૂઝનો કેમેરો જોઈ ભાગ્યા સંદેશ ન્યુઝ શાળામાં પહોંચી સમગ્ર વિઝયુઅલ્સ લઈ સંચાલકને મળવા ગયા ત્યારે સંચાલકે મોઢું સંતાડવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. શાળા સંચાલકો પાસે વિધ્યાર્થીઓના સફાઇ કરાવવા મુદ્દે કોઈ જવાબ નથી. ભણશે ગુજરાતનાં દવા પોકળ વિધ્યાર્થીઓના માતા-પિતા શું સફાઇ માટે બાળકોને શાળાએ મોકલે છે? અને જનતા જાણવા માંગે છે? શું આ રીતે ભણશે ગુજરાત ? રાજ્યમાં અનેક શાળાઓ જર્જરિત થઈ ગયેલી છે. બાળકો તેમાં જીવના જોખમે ભણે છે.તો વિધ્યાર્થીઓ ઝાઝા અને ગણ્યા ગાંઠયા શિક્ષકો હોય છે, જેમકે ૧ થી ૮ ધોરણના અંદાજે ૧૫૦ વિધ્યાર્થીઓ વચ્ચે માત્ર ૪ શિક્ષકો હોય તેવા કિસ્સાઓ પણ છે. ભણશે ગુજરાત-આગળ વધશે ગુજરાતની ગુલબાંગો પોકળસરકાર ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એક્તરફ પ્રવેશોત્સવ કરી રહી છે. ત્યારે ક્યાંક શિક્ષકો નથી તો ક્યાંક વિધ્યાર્થીઓ તેવામાં બંને હોય ત્યાં આવી હરકતો ગુજરાતનાં શિક્ષણને શરમાવે છે.વિધ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમયી બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના શિક્ષણ માટેના સતર્ક અને સજાગ હોવાના દાવા પોકળ ફલિત થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં AMC સંચાલિત શાળામાં બાળકો પાસે સાફસફાઈનો કિસ્સો સામે આવ્યો છે.ચાલુ ક્લાસમાં વિધ્યાર્થીઓ પાસે સફાઇ કરાવતા હતા.વિધ્યાર્થીઓ શાળાએ આવી સાફસફાઇ કરશે તો વિધ્યાર્થીઓ અભ્યાસ ક્યારે કરશે તે પ્રશ્ન ઊભો થયો છે.સંદેશ ન્યુઝના સફાઇ મુદ્દે સંચાલકને પૂછવા જતા સંચાલક સંદેશ ન્યુઝનો કેમેરો જોઈ ભાગ્યા.
અભ્યાસના બદલે વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ
વિધ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવતા હોય છે.માતા-પિતાના મોટા સપના હોય છે કે તેમનું બાળક ભણી ગણીને આગળ વધે જીવનમાં કંઇક બને. પરંતુ અમદાવાદની AMC સંચાલિત શાળામાં તો કઈક અલગ જ ચાલી રહ્યું છે.અહીં વિદ્યાર્થિનીઓ પાસે સફાઇ અને કચરા-પોતું કારવાઈ રહ્યું છે.અમદાવાદની કરસનનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈનો મામલો સામે આવ્યો છે.
ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીઓ પાસે કરાવી સફાઈ
ઉલ્લેખનીય છે કે ગાત્રો થિજવી દે તેવી ઠંડી પડી રહી છે ત્યારે વિદ્યાર્થિનીઓ પાસે ચાલુ ક્લાસમાં પોત કારવાઈ રહ્યા છે. ત્યારે દીવાલને પોતું મારતી એક વિદ્યાર્થિનીને પૂછવામાં આવ્યું કે શું કરે છે ત્યારે તેનો જવાબ હતો કે "ક્લાસરૂમ ગંદો છે એટલે કામ કરીએ છીએ". આ જવાબ ગુજરાતને ગર્વની સાથે શરમિંદા કરે તેવો છે. કારણકે વિધ્યાર્થીઓ શાળામાં ભણવા માટે આવે છે સફાઇ કરવા માટે નહીં.સફાઇ કરવા માટે શાળા સંચાલકે સફાઇ કર્મીઓ રાખવા જોઈએ.
શાળા સંચાલક સંદેશ ન્યૂઝનો કેમેરો જોઈ ભાગ્યા
સંદેશ ન્યુઝ શાળામાં પહોંચી સમગ્ર વિઝયુઅલ્સ લઈ સંચાલકને મળવા ગયા ત્યારે સંચાલકે મોઢું સંતાડવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. શાળા સંચાલકો પાસે વિધ્યાર્થીઓના સફાઇ કરાવવા મુદ્દે કોઈ જવાબ નથી.
ભણશે ગુજરાતનાં દવા પોકળ
વિધ્યાર્થીઓના માતા-પિતા શું સફાઇ માટે બાળકોને શાળાએ મોકલે છે? અને જનતા જાણવા માંગે છે? શું આ રીતે ભણશે ગુજરાત ? રાજ્યમાં અનેક શાળાઓ જર્જરિત થઈ ગયેલી છે. બાળકો તેમાં જીવના જોખમે ભણે છે.તો વિધ્યાર્થીઓ ઝાઝા અને ગણ્યા ગાંઠયા શિક્ષકો હોય છે, જેમકે ૧ થી ૮ ધોરણના અંદાજે ૧૫૦ વિધ્યાર્થીઓ વચ્ચે માત્ર ૪ શિક્ષકો હોય તેવા કિસ્સાઓ પણ છે.
ભણશે ગુજરાત-આગળ વધશે ગુજરાતની ગુલબાંગો પોકળ
સરકાર ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એક્તરફ પ્રવેશોત્સવ કરી રહી છે. ત્યારે ક્યાંક શિક્ષકો નથી તો ક્યાંક વિધ્યાર્થીઓ તેવામાં બંને હોય ત્યાં આવી હરકતો ગુજરાતનાં શિક્ષણને શરમાવે છે.વિધ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમયી બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના શિક્ષણ માટેના સતર્ક અને સજાગ હોવાના દાવા પોકળ ફલિત થાય છે.