Ahmedabadમાં હત્યાનો વધુ એક બનાવ, લંડનથી આવેલા મિત્રની યુવકે કરી હત્યા
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં લંડનથી આવેલા યુવકનું તેના જ મિત્રએ કાસળ કાઢી નાખ્યુ છે. જો કે મૃતકના પરિવારે તમામ દુ:ખો ભુલાવી તેમના સંતાનની આંખો ડોનેટ કરી છે, જેથી જરૂરીયાત મંદ વ્યક્તિ તેમના દિકરાની આંખોથી દુનિયા જોઈ શકે.મિત્રએ મિત્રની ઝીંકી દીધા ઝરીના ઘા નિહાલ પટેલ નામનો વ્યક્તિ થોડા દિવસ પહેલા જ લંડનથી અમદાવાદ પરત આવ્યો હતો. અમદાવાદમાં નિહાલ ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. જો કે એ પહેલા નિહાલનો પરિવાર મૂળ શાહપૂર વિસ્તારમાં રહેતો અને નિહાલ મોટો પણ શાહપુરમાં જ થયો હતો. જેના કારણે તેના શાહપુરમાં રહેતા તેના મિત્રોને નિહાલ જ્યારે પણ ભારત આવતો ત્યારે મળવા આવતો હતો. 8 ડિસેમ્બરે મૃતક નિહાલ અને આરોપી જય ઓઝા બંન્ને મિત્રો શાહપુર વિસ્તારમાં બેઠા હતા. તે દરમ્યાન કોઈ બાબતે બંન્ને વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ તેના મિત્ર નિહાલને છરીના ઘા ઝીંક્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થતાં સ્થાનિકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા 8 ડિસેમ્બરે છરીના ઘા ઝીંક્યા બાદ આરોપી યશ ઘટના સ્થળેથી રવાના થઈ ગયો હતો. જો કે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત નિહાલને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જો કે 2 દિવસની સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા શાહપુર પોલીસે હત્યાની કલમનો ફરિયાદમાં ઉમેરો કર્યો છે. નિહાલ 4 વર્ષ સુઘી લંડનમાં રહ્યા બાદ થોડા દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. નિહાલ અને તેના મિત્ર યશ વચ્ચે જ્યારે બોલાચાલી થઈ હતી, ત્યારે સ્થાનિકોએ વચ્ચે પડીને બંન્નેને છોડાવ્યા હતા. જો કે ત્યારબાદ આરોપી યશ ક્યાંકથી છરી લઈને આવ્યો હતો અને શાહપુર પાસે ઉભેલા નિહાલને ધડાઘડ ચાર ઘા ઝીંકી દીધા હતા. પરિવારજનો આઘાતમાં નિહાલના મોત બાદ તેના પરિવારજનો આઘાતમાં સરી ગયા છે. જો કે આઘાતમાં સરી ગયેલા પરિવારજનોએ નિહાલની આંખો ડોનેટ કરવાનું ઉત્તમ કાર્ય કર્યુ છે. જેને કારણે સૌ કોઈ મૃતકના પરિવારજનોના આ નિર્ણયને આવકારી રહ્યા છે. હાલ તો આરોપી યશ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે શાહપુર પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં લંડનથી આવેલા યુવકનું તેના જ મિત્રએ કાસળ કાઢી નાખ્યુ છે. જો કે મૃતકના પરિવારે તમામ દુ:ખો ભુલાવી તેમના સંતાનની આંખો ડોનેટ કરી છે, જેથી જરૂરીયાત મંદ વ્યક્તિ તેમના દિકરાની આંખોથી દુનિયા જોઈ શકે.
મિત્રએ મિત્રની ઝીંકી દીધા ઝરીના ઘા
નિહાલ પટેલ નામનો વ્યક્તિ થોડા દિવસ પહેલા જ લંડનથી અમદાવાદ પરત આવ્યો હતો. અમદાવાદમાં નિહાલ ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. જો કે એ પહેલા નિહાલનો પરિવાર મૂળ શાહપૂર વિસ્તારમાં રહેતો અને નિહાલ મોટો પણ શાહપુરમાં જ થયો હતો. જેના કારણે તેના શાહપુરમાં રહેતા તેના મિત્રોને નિહાલ જ્યારે પણ ભારત આવતો ત્યારે મળવા આવતો હતો. 8 ડિસેમ્બરે મૃતક નિહાલ અને આરોપી જય ઓઝા બંન્ને મિત્રો શાહપુર વિસ્તારમાં બેઠા હતા. તે દરમ્યાન કોઈ બાબતે બંન્ને વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ તેના મિત્ર નિહાલને છરીના ઘા ઝીંક્યા હતા.
બંને વચ્ચે બોલાચાલી થતાં સ્થાનિકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા
8 ડિસેમ્બરે છરીના ઘા ઝીંક્યા બાદ આરોપી યશ ઘટના સ્થળેથી રવાના થઈ ગયો હતો. જો કે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત નિહાલને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જો કે 2 દિવસની સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા શાહપુર પોલીસે હત્યાની કલમનો ફરિયાદમાં ઉમેરો કર્યો છે. નિહાલ 4 વર્ષ સુઘી લંડનમાં રહ્યા બાદ થોડા દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. નિહાલ અને તેના મિત્ર યશ વચ્ચે જ્યારે બોલાચાલી થઈ હતી, ત્યારે સ્થાનિકોએ વચ્ચે પડીને બંન્નેને છોડાવ્યા હતા. જો કે ત્યારબાદ આરોપી યશ ક્યાંકથી છરી લઈને આવ્યો હતો અને શાહપુર પાસે ઉભેલા નિહાલને ધડાઘડ ચાર ઘા ઝીંકી દીધા હતા.
પરિવારજનો આઘાતમાં
નિહાલના મોત બાદ તેના પરિવારજનો આઘાતમાં સરી ગયા છે. જો કે આઘાતમાં સરી ગયેલા પરિવારજનોએ નિહાલની આંખો ડોનેટ કરવાનું ઉત્તમ કાર્ય કર્યુ છે. જેને કારણે સૌ કોઈ મૃતકના પરિવારજનોના આ નિર્ણયને આવકારી રહ્યા છે. હાલ તો આરોપી યશ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે શાહપુર પોલીસે 3 અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.