Ahmedabadમાં બિસ્માર રોડની અસર લોકોના સ્વાસ્થ્ય પર,ઓર્થોપેડિક વિભાગમાં સારવાર માટે લાગી લાઈનો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં લાઈન ખાડાના કારણે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર વર્તાઈ સામાન્ય દિવસો કરતા ચોમાસાની સિઝનમાં આવા દર્દીઓમાં 10 ટકા વધારો થયો છે શહેરમાં પડેલા વરસાદ બાદ શહેરની દુર્દશા તો આપે જોઈ હશે અને તકલીફ વેઠતા પણ હશો પરંતુ હવે તો હદ થઈ ગઈ કારણ કે બિસમાર રોડ રસ્તા પર પડેલા ખાડાઓની અસર લોકોના સ્વથ્ય પર અસર વર્તાઈ રહી છે. જી હા જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કે ખાડાઓમાં પડવાની સાથે રોડ પર પડેલા ખાડાઓની ભરમારમાં લોકોની હેલ્થ પણ બગડી રહી છે અને દર્દી બની શહેરીજનો સારવાર કરવા હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં હજુ સુધી ફક્ત ત્રણથી ચાર દિવસ જ એવા રહ્યા છે કે, જ્યારે શહેરમાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો હોય. તેમ છતાં આટલા વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. કારણ કે, આટલા જ વરસાદમાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ ઉપર ખાડા અને ક્યાંક મોટા મોટા ભુવા પણ પડી ગયા છે તેને કારણે વાહન ખાડામાં પછડાતા જ લોકો કમરના દર્દથી પીડાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ કમર દર્દના દર્દીઓથી ઉભરાયો છે. જાણો રોજ કેટલા દર્દીઓ સારવાર લે છે 1-શહેરના ખાડાઓએ લોકોના બગાડયા સ્વાથ્ય 2-બિસ્માર રોડથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની થઇ ભીડ 3-સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની રોજની ઓપીડી 100ને પાર 4-સામાન્ય દિવસમાં માત્ર 30 થી 50 દર્દી આવતા હતા 5-કમરના દુઃખવાના રોજના 40થી વધુ દર્દી સારવાર લેવા આવે છે 6-ગરદનના 30 થી વધુ રોજ દરડી સારવાર લેવા આવે છે 7-ખાડાઓમાં પડવાથી હાથ પગ ભાંગવાના 20 થી વધુ દર્દી સારવાર લેવા આવે છે લોકોને કમરના દુખાવા વધ્યા અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદને કારણે રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. તેને કારણે અનેક સ્થળ પર ખાડા પડ્યા છે. તેમાં વાહનો પછડાવાને કારણે વાહન ચાલકોને કમરમાં દુખાવો થતા ચોમાસાની ઋતુમાં કમર દર્દના દર્દીઓનો વધારો થયો છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કમર અને મણકાના દુખાવાના દર્દીઓમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી કમર દર્દના દર્દીઓથી ભરાઈ રહી છે. એક તરફ હજુ પણ આગામી ઓગસ્ટ મહિનામાં અમદાવાદ શહેરમાં વરસાદની સંભાવના છે ત્યારે બીજી તરફ તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે શહેરીજનો ફરવા માટે બહાર નિકળતા હોય છે. તેવામાં ખરાબ રસ્તાને કારણે જો તમે પણ કોઈ ખાડામાં પછડાવ તો કમરનો દુખાવો થઈ શકે છે સ્પાઈનના દુખાવાની વધી તકલીફ સ્પાઈન વિભાગમાં સામાન્ય રીતે ઓપીડીમાં અન્ય તકલીફની સરખામણીમાં કમરના દુખાવાના દર્દીઓ વધુ રહેતા હોય છે. પરંતુ ચોમાસાની ઋતુમાં આ પ્રકારના કેસમાં આ વર્ષે 10% જેટલો વધારો થયો છે. કારણ કે, રોડ-રસ્તા ખરાબ હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને પાણી ભરાયેલું હોવાથી કેટલીક વખત ખાડા દેખાતા નથી. આથી અચાનક જ તેમાં વાહન પછડાય તો કમરમાં, ગરદનની નીચેના ભાગમાં અને તેની સાથે જોડાયેલી નસમાં જર્ક આવે છે. કેટલીક વખત તે ગંભીર પણ સાબિત થઈ શકે છે. મણકા દબાવા લાગ્યા ગંભીરતામાં કેટલીક વખત મણકા પણ એકબીજા સાથે દબાઈ જતા હોય છે. તેને કારણે દર્દીઓને જો સામાન્ય દુખાવો હોય તો દવા આપવામાં આવે છે અથવા તો જો ગંભીર સમસ્યા જણાય તો તેમાં એક્સ-રે કરીને પણ તબીબો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે....નવાઈની વાત છે કે તંત્રની બેદરકારીના ખરાબ રોડે તો લોકોના સ્વથ્ય પર પણ અસર કરવાની શરૂ કારી છે ત્યારે તંત્ર આ સ્વાથ્ય પર થતી અસર ને ધ્યાને રાખી બોધપાઠ લઈને રોડ મજબુત બનવે છે કે કેમ તે જોવનું રહ્યું.  

Ahmedabadમાં બિસ્માર રોડની અસર લોકોના સ્વાસ્થ્ય પર,ઓર્થોપેડિક વિભાગમાં સારવાર માટે લાગી લાઈનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં લાઈન
  • ખાડાના કારણે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર વર્તાઈ
  • સામાન્ય દિવસો કરતા ચોમાસાની સિઝનમાં આવા દર્દીઓમાં 10 ટકા વધારો થયો છે

શહેરમાં પડેલા વરસાદ બાદ શહેરની દુર્દશા તો આપે જોઈ હશે અને તકલીફ વેઠતા પણ હશો પરંતુ હવે તો હદ થઈ ગઈ કારણ કે બિસમાર રોડ રસ્તા પર પડેલા ખાડાઓની અસર લોકોના સ્વથ્ય પર અસર વર્તાઈ રહી છે. જી હા જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કે ખાડાઓમાં પડવાની સાથે રોડ પર પડેલા ખાડાઓની ભરમારમાં લોકોની હેલ્થ પણ બગડી રહી છે અને દર્દી બની શહેરીજનો સારવાર કરવા હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે.

હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં હજુ સુધી ફક્ત ત્રણથી ચાર દિવસ જ એવા રહ્યા છે કે, જ્યારે શહેરમાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો હોય. તેમ છતાં આટલા વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. કારણ કે, આટલા જ વરસાદમાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ ઉપર ખાડા અને ક્યાંક મોટા મોટા ભુવા પણ પડી ગયા છે તેને કારણે વાહન ખાડામાં પછડાતા જ લોકો કમરના દર્દથી પીડાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ કમર દર્દના દર્દીઓથી ઉભરાયો છે.


જાણો રોજ કેટલા દર્દીઓ સારવાર લે છે

1-શહેરના ખાડાઓએ લોકોના બગાડયા સ્વાથ્ય

2-બિસ્માર રોડથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની થઇ ભીડ

3-સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની રોજની ઓપીડી 100ને પાર

4-સામાન્ય દિવસમાં માત્ર 30 થી 50 દર્દી આવતા હતા

5-કમરના દુઃખવાના રોજના 40થી વધુ દર્દી સારવાર લેવા આવે છે

6-ગરદનના 30 થી વધુ રોજ દરડી સારવાર લેવા આવે છે

7-ખાડાઓમાં પડવાથી હાથ પગ ભાંગવાના 20 થી વધુ દર્દી સારવાર લેવા આવે છે


લોકોને કમરના દુખાવા વધ્યા

અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદને કારણે રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. તેને કારણે અનેક સ્થળ પર ખાડા પડ્યા છે. તેમાં વાહનો પછડાવાને કારણે વાહન ચાલકોને કમરમાં દુખાવો થતા ચોમાસાની ઋતુમાં કમર દર્દના દર્દીઓનો વધારો થયો છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કમર અને મણકાના દુખાવાના દર્દીઓમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી કમર દર્દના દર્દીઓથી ભરાઈ રહી છે. એક તરફ હજુ પણ આગામી ઓગસ્ટ મહિનામાં અમદાવાદ શહેરમાં વરસાદની સંભાવના છે ત્યારે બીજી તરફ તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે શહેરીજનો ફરવા માટે બહાર નિકળતા હોય છે. તેવામાં ખરાબ રસ્તાને કારણે જો તમે પણ કોઈ ખાડામાં પછડાવ તો કમરનો દુખાવો થઈ શકે છે

સ્પાઈનના દુખાવાની વધી તકલીફ

સ્પાઈન વિભાગમાં સામાન્ય રીતે ઓપીડીમાં અન્ય તકલીફની સરખામણીમાં કમરના દુખાવાના દર્દીઓ વધુ રહેતા હોય છે. પરંતુ ચોમાસાની ઋતુમાં આ પ્રકારના કેસમાં આ વર્ષે 10% જેટલો વધારો થયો છે. કારણ કે, રોડ-રસ્તા ખરાબ હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને પાણી ભરાયેલું હોવાથી કેટલીક વખત ખાડા દેખાતા નથી. આથી અચાનક જ તેમાં વાહન પછડાય તો કમરમાં, ગરદનની નીચેના ભાગમાં અને તેની સાથે જોડાયેલી નસમાં જર્ક આવે છે. કેટલીક વખત તે ગંભીર પણ સાબિત થઈ શકે છે.

મણકા દબાવા લાગ્યા

ગંભીરતામાં કેટલીક વખત મણકા પણ એકબીજા સાથે દબાઈ જતા હોય છે. તેને કારણે દર્દીઓને જો સામાન્ય દુખાવો હોય તો દવા આપવામાં આવે છે અથવા તો જો ગંભીર સમસ્યા જણાય તો તેમાં એક્સ-રે કરીને પણ તબીબો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે....નવાઈની વાત છે કે તંત્રની બેદરકારીના ખરાબ રોડે તો લોકોના સ્વથ્ય પર પણ અસર કરવાની શરૂ કારી છે ત્યારે તંત્ર આ સ્વાથ્ય પર થતી અસર ને ધ્યાને રાખી બોધપાઠ લઈને રોડ મજબુત બનવે છે કે કેમ તે જોવનું રહ્યું.