Ahmedabadમાં છૂટાછેડાના કેસમાં પતિએ પત્નીને ભરણપોષણની રકમ ના આપતા જઉ પડયું જેલમાં

અમદાવાદ શહેરમાં વટવા ખાતે સ્મૃતિ વિહાર સોસાયટી, પીડી પંડ્યા કોલેજ રોડ, ઘોડાસર, અમદાવાદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની (સિંધી)ને પોતાની પત્ની જ્યોતિબેન ગુલશન કુમાર આસવાની સિંધી સાથે અણબનાવ થતા, પતિ ઘર છોડીને ચાલ્યો ગયેલ હતો અને પત્ની જ્યોતિબેન નિરાધાર હાલતમાં વટવા ખાતે પોતાના માતાપિતા સાથે રહેતી હોય, મહિલાને પોતાના પતિ સાથે અણબનાવ થતા, અમદાવાદ એડી.ચીફ મેટ્રો. મેજી. કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરવામાં આવેલ હતી. કોર્ટે કર્યો હતો હુકમ નામદાર કોર્ટ દ્વારા મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાનીને ભરણપોષણની રકમ નક્કી કરી, ભરણપોષણ ચુકવવા હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ મહિલા જ્યોતિબેનનો પતિ ગુલશન કુમાર ભરણપોષણ ચુકાવતો ના હોઈ, મહિલાની હાલત કફોડી થઈ ગઈ હતી. ભરણપોષણની રકમ આશરે રૂ. 1,76,000/- જેટલી ચડી જવા છતાં, મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની એ ભરણપોષણની રકમ ભરપાઈ કરવા કોઈ દરકાર નહીં કરતા, નામદાર કોર્ટ દ્વારા મહિલાના પતિને 180 દિવસ જેલમાં રહેવા હુકમ કરવામાં આવેલ અને પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાનીનું વોરન્ટ કાઢવામાં આવેલ હતું. પોલીસ પ્રજાનો સાચો મિત્ર અવારનવાર વોરન્ટ કાઢવા છતાં અને મહિલાના પતિને જાણ થતાં, અમદાવાદ છોડી, બહાર જતો રહેલો અને લાંબો જેલવાસ થાય તેમ હોઈ, વોરન્ટ બજાવા દેતો ના હતો અને વોરન્ટમાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવી મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.સુરતથી ઝડપાયો આરોપી પોતાના પતિ તરફથી ભરણપોષણની રકમ નહીં મળવાથી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયેલ મહિલા જ્યોતિબેન અને તેના પિતા તેજુમલ સાવલાનીએ આ અંગે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને મળી, જાણ કરતાં, મહિલાના પતિનું વોરન્ટની બજવણી કરવા વટવા પો.ઇન્સ. પી.બી.ઝાલાને આપવામાં આવેલ હતું.મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની ઉપર ટેકનિકલ સોર્સ દ્વારા વોચ રાખવામાં આવેલ હતી અને મહિલા અને તેના પિતાને મળેલ માહિતી આધારે 180 દિવસ જેલમાં રહેવા કરવામાં આવેલ હુકમના વોરન્ટમાં વોન્ટેડ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં તિરુપતિ ટેક્ષ્ટાઈલ માર્કેટ ખાતે ધંધો કરતો હતો, દુકાનમાં હાજર હોવાની માહિતી મળતા, એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.જાડેજા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, સહિતની ટીમ મારફતે પકડી પાડી, સુરત ખાતે પકડી લઈ, વટવા પોલીસ સ્ટેશન ખાતેથી હે.કો. કમલેશભાઈ તથા પો.કો. એઝાઝ ભાઈ સહિતની પોલીસ ટીમ મોકલી, પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. આમ, વટવા પોલીસ દ્વારા સુરત શેર પોલીસની મદદથી ભરણપોષણના કેસમાં સજા પામેલ વોરન્ટ માં વોન્ટેડ ઇસમને પકડી પાડી, નામદાર કોર્ટ હવાલે તથા જેલ હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ હતી.

Ahmedabadમાં છૂટાછેડાના કેસમાં પતિએ પત્નીને ભરણપોષણની રકમ ના આપતા જઉ પડયું જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં વટવા ખાતે સ્મૃતિ વિહાર સોસાયટી, પીડી પંડ્યા કોલેજ રોડ, ઘોડાસર, અમદાવાદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની (સિંધી)ને પોતાની પત્ની જ્યોતિબેન ગુલશન કુમાર આસવાની સિંધી સાથે અણબનાવ થતા, પતિ ઘર છોડીને ચાલ્યો ગયેલ હતો અને પત્ની જ્યોતિબેન નિરાધાર હાલતમાં વટવા ખાતે પોતાના માતાપિતા સાથે રહેતી હોય, મહિલાને પોતાના પતિ સાથે અણબનાવ થતા, અમદાવાદ એડી.ચીફ મેટ્રો. મેજી. કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરવામાં આવેલ હતી.

કોર્ટે કર્યો હતો હુકમ

નામદાર કોર્ટ દ્વારા મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાનીને ભરણપોષણની રકમ નક્કી કરી, ભરણપોષણ ચુકવવા હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ મહિલા જ્યોતિબેનનો પતિ ગુલશન કુમાર ભરણપોષણ ચુકાવતો ના હોઈ, મહિલાની હાલત કફોડી થઈ ગઈ હતી. ભરણપોષણની રકમ આશરે રૂ. 1,76,000/- જેટલી ચડી જવા છતાં, મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની એ ભરણપોષણની રકમ ભરપાઈ કરવા કોઈ દરકાર નહીં કરતા, નામદાર કોર્ટ દ્વારા મહિલાના પતિને 180 દિવસ જેલમાં રહેવા હુકમ કરવામાં આવેલ અને પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાનીનું વોરન્ટ કાઢવામાં આવેલ હતું.

પોલીસ પ્રજાનો સાચો મિત્ર

અવારનવાર વોરન્ટ કાઢવા છતાં અને મહિલાના પતિને જાણ થતાં, અમદાવાદ છોડી, બહાર જતો રહેલો અને લાંબો જેલવાસ થાય તેમ હોઈ, વોરન્ટ બજાવા દેતો ના હતો અને વોરન્ટમાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવી મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

સુરતથી ઝડપાયો આરોપી

પોતાના પતિ તરફથી ભરણપોષણની રકમ નહીં મળવાથી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયેલ મહિલા જ્યોતિબેન અને તેના પિતા તેજુમલ સાવલાનીએ આ અંગે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને મળી, જાણ કરતાં, મહિલાના પતિનું વોરન્ટની બજવણી કરવા વટવા પો.ઇન્સ. પી.બી.ઝાલાને આપવામાં આવેલ હતું.મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની ઉપર ટેકનિકલ સોર્સ દ્વારા વોચ રાખવામાં આવેલ હતી અને મહિલા અને તેના પિતાને મળેલ માહિતી આધારે 180 દિવસ જેલમાં રહેવા કરવામાં આવેલ હુકમના વોરન્ટમાં વોન્ટેડ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં તિરુપતિ ટેક્ષ્ટાઈલ માર્કેટ ખાતે ધંધો કરતો હતો, દુકાનમાં હાજર હોવાની માહિતી મળતા, એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.જાડેજા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, સહિતની ટીમ મારફતે પકડી પાડી, સુરત ખાતે પકડી લઈ, વટવા પોલીસ સ્ટેશન ખાતેથી હે.કો. કમલેશભાઈ તથા પો.કો. એઝાઝ ભાઈ સહિતની પોલીસ ટીમ મોકલી, પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. આમ, વટવા પોલીસ દ્વારા સુરત શેર પોલીસની મદદથી ભરણપોષણના કેસમાં સજા પામેલ વોરન્ટ માં વોન્ટેડ ઇસમને પકડી પાડી, નામદાર કોર્ટ હવાલે તથા જેલ હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ હતી.