Ahmedabadમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્યો રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ 171 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ બાદ મચ્છર જન્ય રોગચાળો વકર્યો શહેરમાં છેલ્લા 1 માસમાં કમળાના 351 અને ટાઈફોઈટના 668 કેસ નોંધાયા ઝેરી મેલેરિયા 12, સાદા મેલેરિયાના 91 અને ચિકન ગુનિયાનાના 7 કેસ આવ્યા સામે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેમજ અનેક સ્થળોએ વરસાદ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉત્પત્તિ વધ્યો છે. શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અન પાણીજન્યો રોગચારો વક્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચારો વકરતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે. શહેરમાં મચ્છર જન્ય રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં મચ્છરજન્યો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ અંગે AMCના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ માહિતી આપી છે. ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 91 કેસ નોંધાયા છે. તેમજ ઝેરી મેલેરિયાના 12 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 171 અને ચિકન ગુનિયાનાના 7 કેસ નોંધાયા છે. છેલ્લા 1 માસમાં પાણી જન્ય રોગચાળો પણ વકર્યો અમદાવાદ શહેરમાં છેલ્લા 1 માસમાં પાણીજન્ય રોગચાળો વકરતા તાવ, કોલેરા સહિતના કેસમાં વધારો થયો છે. આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા એક માસમાં કમળાના 351 કેસ નોંધાયા છે. તેમજ ટાઈફોઈડના 668 કેસ નોંધાયા છે. તથા કોલેરાનાં 48 કેસ નોંધાયા છે. અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય અધિકારીએ લોકોને સાફસફાઈ રાખવા માટે જણાવ્યું છે. AMC દ્વારા કામગીરી ધરવામાં આવી અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા AMC તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. AMC તંત્ર દ્વારા વધતા કેસોને કાબૂમાં લેવા પાણી ક્લોરિન આપાવ અને મચ્છરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. AMC દ્વારા અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ, પુરાનાશક, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતી રાખવા લોકોએ સૂચના આપાઈ આ દરમિયાન ડેન્ગ્યુના વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર સહિત તંત્રએ યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. આ સાથે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને ડેન્ગ્યુના કેસમાં વધારાને લઈને કોઈ પણ સમયે સતર્ક રહેવા જણાવ્યું છે. જેમાં રાજ્યના હોટ સ્પોટ સ્થળો ચકાસવા માટે સચોટ પગલા લઈને હોસ્પિટલ સંબંધિત સમગ્ર તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રોગચાળાથી શું પગલા લેવા? જયારે પણ રોગચાળો ફેલાય અથવા ફેલાવાની શકયતાઓ લાગે ત્યારે રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ, ચોખ્ખું પાણી પીવું જોઈએ સાથે સાથે તમને તાવ અને પેટના દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે શરીરનો કચરો શરીરમાંથી દૂર થાય. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરાયા સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે વધે છે વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Ahmedabadમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્યો રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ 171 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ બાદ મચ્છર જન્ય રોગચાળો વકર્યો
  • શહેરમાં છેલ્લા 1 માસમાં કમળાના 351 અને ટાઈફોઈટના 668 કેસ નોંધાયા
  • ઝેરી મેલેરિયા 12, સાદા મેલેરિયાના 91 અને ચિકન ગુનિયાનાના 7 કેસ આવ્યા સામે

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેમજ અનેક સ્થળોએ વરસાદ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉત્પત્તિ વધ્યો છે. શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અન પાણીજન્યો રોગચારો વક્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચારો વકરતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે.

શહેરમાં મચ્છર જન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્યો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. આ અંગે AMCના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ માહિતી આપી છે. ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 91 કેસ નોંધાયા છે. તેમજ ઝેરી મેલેરિયાના 12 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 171 અને ચિકન ગુનિયાનાના 7 કેસ નોંધાયા છે.

છેલ્લા 1 માસમાં પાણી જન્ય રોગચાળો પણ વકર્યો

અમદાવાદ શહેરમાં છેલ્લા 1 માસમાં પાણીજન્ય રોગચાળો વકરતા તાવ, કોલેરા સહિતના કેસમાં વધારો થયો છે. આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા એક માસમાં કમળાના 351 કેસ નોંધાયા છે. તેમજ ટાઈફોઈડના 668 કેસ નોંધાયા છે. તથા કોલેરાનાં 48 કેસ નોંધાયા છે. અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય અધિકારીએ લોકોને સાફસફાઈ રાખવા માટે જણાવ્યું છે.

AMC દ્વારા કામગીરી ધરવામાં આવી

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા AMC તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. AMC તંત્ર દ્વારા વધતા કેસોને કાબૂમાં લેવા પાણી ક્લોરિન આપાવ અને મચ્છરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. AMC દ્વારા અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ, પુરાનાશક, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સાવચેતી રાખવા લોકોએ સૂચના આપાઈ

આ દરમિયાન ડેન્ગ્યુના વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર સહિત તંત્રએ યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. આ સાથે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને ડેન્ગ્યુના કેસમાં વધારાને લઈને કોઈ પણ સમયે સતર્ક રહેવા જણાવ્યું છે. જેમાં રાજ્યના હોટ સ્પોટ સ્થળો ચકાસવા માટે સચોટ પગલા લઈને હોસ્પિટલ સંબંધિત સમગ્ર તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

રોગચાળાથી શું પગલા લેવા?

જયારે પણ રોગચાળો ફેલાય અથવા ફેલાવાની શકયતાઓ લાગે ત્યારે રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ, ચોખ્ખું પાણી પીવું જોઈએ સાથે સાથે તમને તાવ અને પેટના દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે શરીરનો કચરો શરીરમાંથી દૂર થાય.

મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરાયા

સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે વધે છે

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.