Sabarkantha: વરસાદને લઈને ગિરિમાળાઓમાં સુંદર દ્રશ્યો સર્જાયા, મોરઝેર ડુંગર બન્યો આકર્ષણનું કેન્દ્ર

સાબરકાંઠાનો મોરઝેર ડુંગર બન્યો આકર્ષણનું કેન્દ્રમોરઝેર ડુંગર બન્યો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર મોરઝેર ડુંગર વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલ્યો સાબરકાંઠામાં મોરઝેર ડુંગર પ્રવાસીઓ માટે આકર્ષણનું નવુ કેન્દ્ર બન્યો છે. મોરઝેર ડુંગર પરથી ઝરણા વહેતા થતા હાલમાં તો આ મોરઝેર ડુંગર પર્યટકો માટે આકર્ષણનું મોટુ કેન્દ્ર બની ગયુ છે. વરસાદને લઈને ગિરિમાળાઓમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે. કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓમાં ચોમાસાની ઋતુમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે અને કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વડાલીથી 10 કિલોમીટર દૂર મોરઝેર ડુંગર આવેલો છે અને દૂર દુરથી પ્રવાસીઓ અહીંનો નયનરમ્ય નજારો નિહાળવા માટે આવે છે. ડુંગર ઉપરથી જ ઝરણા વહેવા લાગતા નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટ્યા વડાલીથી માત્ર 10 કિલોમીટરના અંતરે મોરડ, કુબાધરોલ અને નાદરીની સીમમાં મોરઝેર ડુંગર આવેલો છે. ચોમાસાની સિઝનમાં ડુંગર જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને ડુંગર ઉપરથી જ ઝરણા વહેવા લાગ્યા છે તથા ડુંગર ઉપર લીલીછમ ચાદર પથરાઈ જતા નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે. નર્મદામાં કુદરતના ખોળે આવેલા બે ધોધના અદભુત દ્રશ્યો ચોમાસાની ઋતુમાં જંગલનું સૌંદર્ય ખૂબ જ અદભુત લાગે છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂળપાણેશ્વર જંગલ વિસ્તારની અંદર આવેલો છે. આ ઝરવાણીનો ધોધ લીલાછમ ડુંગરોની વચ્ચે ખડખડ વહી રહ્યો છે. તેનું સૌંદર્ય ખૂબ જ અદભુત છે અને આ સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. જંગલની અંદર ફરવાની સાથે સાથે દેશી જમવાની લિજ્જત પણ પર્યટકો માણે છે. જંગલોની અંદર ઝરવાની તેમજ ધીરખાડીનો ધોધ છે. બંને ધોધ પ્રવાસીઓને જોવા ખુબ જ ગમે છે. ખળખળ વહેતા જળની વચ્ચેથી ધોધનું સૌંદર્ય સાથે સાથે વરસાદ પણ ઝરમર ઝરમર પડતો હોય ત્યારે ચોમાસાની અંદર કુદરતી મજા અલગ હોય છે. આ સૌંદર્ય જોઈને પ્રવાસીઓ ખુબ ખુશ થઈ રહ્યા છે.

Sabarkantha: વરસાદને લઈને ગિરિમાળાઓમાં સુંદર દ્રશ્યો સર્જાયા, મોરઝેર ડુંગર બન્યો આકર્ષણનું કેન્દ્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠાનો મોરઝેર ડુંગર બન્યો આકર્ષણનું કેન્દ્ર
  • મોરઝેર ડુંગર બન્યો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
  • મોરઝેર ડુંગર વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલ્યો

સાબરકાંઠામાં મોરઝેર ડુંગર પ્રવાસીઓ માટે આકર્ષણનું નવુ કેન્દ્ર બન્યો છે. મોરઝેર ડુંગર પરથી ઝરણા વહેતા થતા હાલમાં તો આ મોરઝેર ડુંગર પર્યટકો માટે આકર્ષણનું મોટુ કેન્દ્ર બની ગયુ છે. વરસાદને લઈને ગિરિમાળાઓમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે.

કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓમાં ચોમાસાની ઋતુમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે અને કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વડાલીથી 10 કિલોમીટર દૂર મોરઝેર ડુંગર આવેલો છે અને દૂર દુરથી પ્રવાસીઓ અહીંનો નયનરમ્ય નજારો નિહાળવા માટે આવે છે.

ડુંગર ઉપરથી જ ઝરણા વહેવા લાગતા નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટ્યા

વડાલીથી માત્ર 10 કિલોમીટરના અંતરે મોરડ, કુબાધરોલ અને નાદરીની સીમમાં મોરઝેર ડુંગર આવેલો છે. ચોમાસાની સિઝનમાં ડુંગર જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને ડુંગર ઉપરથી જ ઝરણા વહેવા લાગ્યા છે તથા ડુંગર ઉપર લીલીછમ ચાદર પથરાઈ જતા નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે.

નર્મદામાં કુદરતના ખોળે આવેલા બે ધોધના અદભુત દ્રશ્યો

ચોમાસાની ઋતુમાં જંગલનું સૌંદર્ય ખૂબ જ અદભુત લાગે છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂળપાણેશ્વર જંગલ વિસ્તારની અંદર આવેલો છે. આ ઝરવાણીનો ધોધ લીલાછમ ડુંગરોની વચ્ચે ખડખડ વહી રહ્યો છે. તેનું સૌંદર્ય ખૂબ જ અદભુત છે અને આ સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. જંગલની અંદર ફરવાની સાથે સાથે દેશી જમવાની લિજ્જત પણ પર્યટકો માણે છે. જંગલોની અંદર ઝરવાની તેમજ ધીરખાડીનો ધોધ છે. બંને ધોધ પ્રવાસીઓને જોવા ખુબ જ ગમે છે. ખળખળ વહેતા જળની વચ્ચેથી ધોધનું સૌંદર્ય સાથે સાથે વરસાદ પણ ઝરમર ઝરમર પડતો હોય ત્યારે ચોમાસાની અંદર કુદરતી મજા અલગ હોય છે. આ સૌંદર્ય જોઈને પ્રવાસીઓ ખુબ ખુશ થઈ રહ્યા છે.