Ahmedabadની યુવતીએ આક્ષેપ કરતો વીડિયો બનાવતા પોલીસે સ્પષ્ટતા કરી

અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવી અકસ્માત સર્જયો અકસ્માતને લઈ એસજી-2 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં એમ ડિવીઝનના એસીપી એ.બી.વાળંદનું નિવેદન સામે આવ્યું છે. તેમાં યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવી અકસ્માત સર્જયો હતો. જેમાં અકસ્માતને લઈ એસજી-2 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઝઘડો થતા સરખેજ પોલીસે બંનેની રજૂઆત લખી હતી. જેમાં રજૂઆતમાં એક ફરિયાદીએ સહી કરી છે. વીડિયો બનાવનાર યુવતી સહી કર્યા વિના નિકળી ગઈ વીડિયો બનાવનાર યુવતી સહી કર્યા વિના નિકળી ગઈ હતી. ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે. ટ્રાફિકની ફરિયાદમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ છે. તેમજ મહિલા આવશે તો ફરિયાદ લેવા તૈયાર છીએ. મહિલા પોલીસ મથક આવ્યા નથી. શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર બે દિવસ અગાઉ રાત્રીના સમયે એક યુવતીએ વકીલની ગાડીને ટક્કર મારી હતી. જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું. ત્યાર બાદ યુવતી અને વકીલ વચ્ચે થોડી રકઝક થઈ હતી. આ મુદ્દે વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ યુવતીએ તેની ફરિયાદ નહીં લેવામાં આવી હોવાનો પોલીસ સામે આક્ષેપ કર્યો છે. યુવતીએ એવો આક્ષેપ કર્યો છે કે, વકીલે તેની સાથે ખરાબ વર્તન કર્યું છે અને તેની પર હાથ પણ ઉપાડ્યો છે. યુવતીનું કહેવું છે કે, તે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી પણ તેની ફરિયાદ નહીં નોંધીને તેને કહેવામાં આવ્યું હતું કે, રાતના સમયે બહાર ના નીકળવું જોઈએ. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગત 14મી જુલાઈએ રાતના સમયે સરખેજ ગાંધીનગર હાઈવે પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમના પરિવાર સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતાં. આ સમયે આયેશા ગલેરિયા નામની યુવતીએ સિદ્ધરાજસિંહની ગાડીને ટક્કર મારી હતી.ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઉભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પણ ઊભી રખાવી હતી. વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું.અકસ્માત કરનાર આયેશા ગેલેરીયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો આ મામલે યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે મારું નામ આયેશ ગેલેરીયા છે. મારી સાથે એક બનાવ બન્યો છે જેમાં એક વ્યકિતએ મારી ગાડીને અથડાવી આગળ જતાં હતાં ત્યારે મેં તેમને રોક્યા હતા, ત્યારે તે ભાઈ મને ગાળો આપવા લાગ્યા હતા. જેથી મે મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. હું ગાડીમાં લોક કરીને બેઠી હતી તે સમયે તે વ્યકિત મારી ગાડીને જોરજોરથી ખખડાવવા લાગ્યા હતા. આ વ્યક્તિ મારી સાથે અશોભનીય શબ્દો બોલી રહ્યા હતા. પોલીસ આવી ત્યારે મે પોલીસને જાણ કરી. આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તેવું કહ્યું હતું છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોતા. સરખેજ પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નહોતી.હું વિનંતિ કરી રહી હતી ત્યારે પોલીસ વાળાએ કહ્યું કે સેફ ના હોવ તો અડધી રાતે બહાર ના નીકળો.

Ahmedabadની યુવતીએ આક્ષેપ કરતો વીડિયો બનાવતા પોલીસે સ્પષ્ટતા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ
  • યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવી અકસ્માત સર્જયો
  • અકસ્માતને લઈ એસજી-2 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં એમ ડિવીઝનના એસીપી એ.બી.વાળંદનું નિવેદન સામે આવ્યું છે. તેમાં યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવી અકસ્માત સર્જયો હતો. જેમાં અકસ્માતને લઈ એસજી-2 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઝઘડો થતા સરખેજ પોલીસે બંનેની રજૂઆત લખી હતી. જેમાં રજૂઆતમાં એક ફરિયાદીએ સહી કરી છે.

વીડિયો બનાવનાર યુવતી સહી કર્યા વિના નિકળી ગઈ 

વીડિયો બનાવનાર યુવતી સહી કર્યા વિના નિકળી ગઈ હતી. ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે. ટ્રાફિકની ફરિયાદમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ છે. તેમજ મહિલા આવશે તો ફરિયાદ લેવા તૈયાર છીએ. મહિલા પોલીસ મથક આવ્યા નથી. શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર બે દિવસ અગાઉ રાત્રીના સમયે એક યુવતીએ વકીલની ગાડીને ટક્કર મારી હતી. જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું. ત્યાર બાદ યુવતી અને વકીલ વચ્ચે થોડી રકઝક થઈ હતી. આ મુદ્દે વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ યુવતીએ તેની ફરિયાદ નહીં લેવામાં આવી હોવાનો પોલીસ સામે આક્ષેપ કર્યો છે. યુવતીએ એવો આક્ષેપ કર્યો છે કે, વકીલે તેની સાથે ખરાબ વર્તન કર્યું છે અને તેની પર હાથ પણ ઉપાડ્યો છે. યુવતીનું કહેવું છે કે, તે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી પણ તેની ફરિયાદ નહીં નોંધીને તેને કહેવામાં આવ્યું હતું કે, રાતના સમયે બહાર ના નીકળવું જોઈએ.

વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગત 14મી જુલાઈએ રાતના સમયે સરખેજ ગાંધીનગર હાઈવે પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમના પરિવાર સાથે ગાડી લઈને જઈ રહ્યાં હતાં. આ સમયે આયેશા ગલેરિયા નામની યુવતીએ સિદ્ધરાજસિંહની ગાડીને ટક્કર મારી હતી.ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઉભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પણ ઊભી રખાવી હતી. વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું.અકસ્માત કરનાર આયેશા ગેલેરીયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો

આ મામલે યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે મારું નામ આયેશ ગેલેરીયા છે. મારી સાથે એક બનાવ બન્યો છે જેમાં એક વ્યકિતએ મારી ગાડીને અથડાવી આગળ જતાં હતાં ત્યારે મેં તેમને રોક્યા હતા, ત્યારે તે ભાઈ મને ગાળો આપવા લાગ્યા હતા. જેથી મે મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. હું ગાડીમાં લોક કરીને બેઠી હતી તે સમયે તે વ્યકિત મારી ગાડીને જોરજોરથી ખખડાવવા લાગ્યા હતા. આ વ્યક્તિ મારી સાથે અશોભનીય શબ્દો બોલી રહ્યા હતા. પોલીસ આવી ત્યારે મે પોલીસને જાણ કરી. આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તેવું કહ્યું હતું છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોતા. સરખેજ પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નહોતી.હું વિનંતિ કરી રહી હતી ત્યારે પોલીસ વાળાએ કહ્યું કે સેફ ના હોવ તો અડધી રાતે બહાર ના નીકળો.