Junagadhના Keshodમાં સાબલી ડેમના દરવાજા ખોલતા અનેક ગામમાં ફરી વળ્યા પાણી,જુઓ Video

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયાં ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ડેમના દરવાજા ખોલતા ભરાયા પાણી ગામના પાદરમાં ગોઠણ ડૂબ ભરાયા પાણી જૂનાગઢના કેશોદ તાલુકાના મોટાભાગના ગામો પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે,ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ઘુસી ગયા છે.લોકોને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યુ છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવવાની પરિસ્થિતિ સર્જાય છે.કેશોદના મુળીયાસા ગામે ભરાયા છે વરસાદી પાણી. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 18 અને 19 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ 18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના માંગરોળમાં 4.8 ઈંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી તંત્રની પોલ ખુલી દીધી છે અને અનેક જગ્યાએ નદી, નાળા વરસાદી પાણીથી છલકાયા છે, ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદે કહેર મચાવ્યો છે અને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. બનાસકાંઠા-કચ્છમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ 26 જુલાઈ સુધી ભારે વરસાદની શકયતા સાથે પવન ફૂંકાશે. 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે તેવી શક્યતા છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં 20 તારીખ સુધી વરસાદી ઝાપટા પડશે. ઉલ્લેખનીય છે કે 18થી 20 તારીખમાં એક મજબૂત સિસ્ટમ બનાવવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો તથા ગુજરાતના ભાગોમાં વરસાદીની સ્થિતિ રહેશે. પશ્ચિમ ભાગોમાં એક ટ્રફ રેખા છે. આવહા, ડાંગ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગો સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યાતઓ છે. તેમજ પૂર્વ ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી આ વરસાદ રહેવાની શક્યતા છે. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.

Junagadhના Keshodમાં સાબલી ડેમના દરવાજા ખોલતા અનેક ગામમાં ફરી વળ્યા પાણી,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયાં
  • ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ડેમના દરવાજા ખોલતા ભરાયા પાણી
  • ગામના પાદરમાં ગોઠણ ડૂબ ભરાયા પાણી

જૂનાગઢના કેશોદ તાલુકાના મોટાભાગના ગામો પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે,ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ઘુસી ગયા છે.લોકોને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યુ છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવવાની પરિસ્થિતિ સર્જાય છે.કેશોદના મુળીયાસા ગામે ભરાયા છે વરસાદી પાણી.

આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ

વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


18 અને 19 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ

18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને જિલ્લાના માંગરોળમાં 4.8 ઈંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી તંત્રની પોલ ખુલી દીધી છે અને અનેક જગ્યાએ નદી, નાળા વરસાદી પાણીથી છલકાયા છે, ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદે કહેર મચાવ્યો છે અને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.


બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. બનાસકાંઠા-કચ્છમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ 26 જુલાઈ સુધી ભારે વરસાદની શકયતા સાથે પવન ફૂંકાશે. 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે તેવી શક્યતા છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં 20 તારીખ સુધી વરસાદી ઝાપટા પડશે. ઉલ્લેખનીય છે કે 18થી 20 તારીખમાં એક મજબૂત સિસ્ટમ બનાવવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે.

જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો તથા ગુજરાતના ભાગોમાં વરસાદીની સ્થિતિ રહેશે. પશ્ચિમ ભાગોમાં એક ટ્રફ રેખા છે. આવહા, ડાંગ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગો સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યાતઓ છે. તેમજ પૂર્વ ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી આ વરસાદ રહેવાની શક્યતા છે. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.