અમદાવાદના સાણંદમાંથી કોલ સેન્ટર ઝડપાયું હોવાની વાત સામે આવી છે,જેમાં અણદેજના ફાર્મ હાઉસમાં આ કોલ સેન્ટર ચાલતું હોવાની વાત સામે આવી છે,હારુન વાઘેલાના ફાર્મ હાઉસમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે,સાણંદ પોલીસે તારીક સૈયદ અને અશફાક કાઝીની ધરપકડ કરી છે,જયારે મુખ્ય આરોપી હારૂન વાઘેલા પોલીસ ચોપડે ફરાર છે.લોનની લાલચ આપીને કરતા હતા છેતરપિંડી.
ડોલર પેટે ચલણી નાણાં મેળવતા
અણદેજ ગામમાં રહેતો હારૂન અબ્દુલભાઇ વાઘેલા નામનો માણસ પોતાના ફાર્મમાં પોતાના મળતીયા માણસો તારીક ઐયુબમીયા સૈયદ તથા અસફાક સફીઉલ્લા કાઝી નાઓને રાખી તેઓની મારફતે ઉપરોક્ત જગ્યાએ અમેરીકા દેશ ખાતે રહેતા રહીશો કે, જેઓને લોનની લાલચ આપી અમેરીકન નાગરીકો પાસેથી અમેરીકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા એપલ તથા ગુગલ પ્લેના કાર્ડની અમેરીકન નાગરિકો પાસે ખરીદી કરાવડાવી તેનો નંબર મેળવી તેની ઉપર પ્રોસેસ કરાવી નાણા અલગ-અલગ આંગડીયા પેઢીઓ મારફતે મેળવી અમેરીકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃતી કરી રહેલ છે.
સાણંદ પોલીસને મળી હતી બાતમી
જે બાતમી હકીકત આધારે સાણંદ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં સ્થળ ઉપરથી ર ઇસમો લેપટોપ નંગ-ર કેબલ સાથે કિંમત રૂ.૨૫,૦૦૦/- તથા ઇન્ટરનેટ રાઉટર નંગ-૧ કિંમત રૂ.3,000/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિંમત રૂ.૪૬.૦૦૦/- તથા મારૂતી સ્વિફ્ટ ગાડી કિ.રૂ.૨.૦૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૨.૭૪.૦૦૦/-ના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા સ્થળ ઉપર પકડાઇ ગયેલ હોય સદરી આરોપીઓ વિરૂધ્ધ સાણંદ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૨૦૫૦૨૫૦૦૮૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૯(૨), ૩૧૮(૨). ૬૧(૨) તથા આઇ.ટી. એટ કલમ- ૬ડ(સી). ૬૬(ડી) મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીઓને દિન-૦૫ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર મેળવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ કામે પકડાયેલ આરોપીઓ અમેરીકા દેશમાં રહેતા નાગરિકોને લોન ઓફર માટેના Advance America નામની કંપનીના નામે ઇ-મેઇલ બનાવી તેની નીચે +૧(૭૭૩)૨૧૭-૦૫૧૦ તથા (993)993-७११३ વાળા
[email protected] મોબાઇલ નંબર લખી તથા
[email protected] tell
[email protected] ઉપરથી મેઇલ ફોરવર્ડ કરી, લોભામણી જાહેરાત આપી. લોનની જરૂરીયાત વાળા અમીરીકન નાગરિકો તેઓના ઇ-મેઇલમાં લખેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરતા આરોપીઓના મોબાઇલ ફોનમાં ટોકાટોન તથા ગુગલ વોઇસ નામની એપ્લીકેશન મારફતે ફોન આવતા તેઓની સાથે વાતચીત કરી તેઓને લોન આપવવાનો વિશ્વાસ અપાવી તેમની પાસેથી પ્રોસેસીંગ ફી પેટે ૧૦૦ થી ૨૦૦ ડોલરની માંગણી કરી, તેઓને નજીકના વોલમાર્ટ સ્ટોર ઉપરથી એપલ કાર્ડ તથા ગુગલ પ્લે કાર્ડની ખરીદી કરાવડાવી, તેનો કુપન નંબર મેળવી, તે રૂપન નંબર ઉપર પ્રોસેસ કરી, આંગડીયા પેઢી મારફતે નાણાં મેળવી અમેરીકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃતી કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હોવાની કબુલાત કરેલ.