Ahmedabadના મણિનગરમાં નકલી મામલતદાર અને પોલીસના આઈ-કાર્ડ સાથે રીઢો આરોપી ઝડપાયો

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ અને ખાસ ઝુંબેશ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો આરોપી જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે તેમજ વાહન ચેકીંગ દરમિયાન એક ઇસમ એક્ટિવા મીટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળતા, તેના વાહન અને નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, વાહન કોઈ બીજાના નામે હોય તેમજ મળી આવેલ ઇસમનો ગુન્હાહીત ઇતિહાસ ભૂતકાળમાં ગુનાઓ આચરેલ હોવાનું જણાઈ આવ્યું છે. આરોપી ઘોડાસરનો રહેવાસી આરોપી કિરીટકુમાર સ/ઓ બાબુભાઇ જેઠાભાઇ અમીન ઉવ. 36 રહે. એ/૬૦૧, એમ્પાયર હાઈટ્સ ફ્લેટ, કોન્ફી હોટલની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા પાસે, ઇસનપુર, અમદાવાદ શહેર મુળ રહે. બી-૮, વાત્રક સિંચાઇ કોલોની, એસ.ટી.બસ સ્ટેન્ડની પાછળ, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી મુળ વતન ગામ હેલોદર તા.માલપુર જી.અરવલ્લી નાને પકડી, તેની પાસેથી પોલીસ તરીકેના બે નકલી આઇ કાર્ડ તથા ડે.મામલતદાર તરીકેના એક નકલી આઇ કાર્ડ તથા હોન્ડા એક્ટીવા નંબર જીજે-01-LD-087 કિંમત રૂ. 15,000/- તથા મોબાઇલ ફોન કિઁમત રૂ. 10,000/- મળી, રૂ. 25,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પાસેથી બે પોલીસ અને એક રેવન્યુ ના પોલીસ અધિકારી તથા કર્મચારીના ડુપ્લીકેટ કાર્ડ મળી આવતા, મણિનગરના એ .એસ.આઈ. મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, ખોટા દસ્તાવેજો બનાવવા, તેનો ખરા તરીકે ઉપયોગ કરવા તથા રાજ્ય સેવકનો હોદ્દો ધારણ કરવા બાબતે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપી કિરીટકુમાર સ/ઓ બાબુભાઇ અમીન બાબતે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી સને 2016 થી આજદિન સુધી મોડાસા જિલ્લાના મોડાસા ટાઉનમાં 01, ખેડા જિલ્લાના ઠાસરા ના 01, અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન ખાતે 02, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 01, અમદાવાદ જિલ્લાના કેરાલા જીઆઇડીસી ખાતે 01, વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે 01 મળી, કુલ 08 જેટલા ડુપ્લીકેટ પોલીસના ગુનાઓમાં ઝડપાયો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુનો પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. પોકેટ કોપ એપ્લિકેશન આધારે આ પકડાયેલ આરોપી રીઢો અને આંતર જીલ્લા આરોપી નીકળેલ હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપી આશરે 06 (અડધો ડઝન) વખત વડોદરા શહેર, આણંદ જિલ્લા અને અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હોવાની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો અને લુલો બચાવ પણ કરવા લાગેલ હતો. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.. આરોપી કિરીટકુમાર બાબુભાઇ અમીન પકડાયેલ આરોપી કિરીટકુમાર બાબુભાઇ અમીનની પૂછપરછ કરવામાં આવતા, પોતે એમ. એ., બી.એડ. તથા પીટીસી સુધી અભ્યાસ કરવામાં આવેલ છે. આરોપીના કહેવા પ્રમાણે પોતાને પોલીસ બનવાનો શોખ હોય, પોતે સને 2012 ની સાલમાં પોલીસ ભરતીમાં કોન્સ. તરીકે પસંદગી પામેલ હતો પરંતુ, પોતાની સ્ત્રી મિત્રને પોલીસ ખાતું પસંદ ના હોય, પોતે હાજર થયેલ ના હતો. ત્યારબાદ 2014 ની સાલમાં તાલુકા કિયોન્સ એક્ઝિક્યુટિવ તરીકે છ તાલુકાના ઇન્ચાર્જ તરીકે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી મળેલ હતી અને આ નોકરી દરમિયાન આશરે 3000 જેટલા પીએમ યોજનાના ડુપ્લીકેટ કાર્ડ બાબતે કૌભાંડ થતાં, પોતાના ઉપર તથા પોતાની સાથે નોકરી કરતા વિનોદ વણઝારા, ભાનુબેન પંડ્યા સહિતના કર્મચારીઓ ઉપર ગુન્હો નોંધાયેલ, જેમાં પોતાની તથા બીજા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. પોલીસે કરી મોટી કામગીરી આ સિવાય પોતાના ઉપર ઠાસરા, રામોલ, કેરાલા જીઆઇડીસી, હિંમતનગર, ધરમપુર સહિતના પોલીસ સ્ટેશનો ખાતે ડુપ્લીકેટ પોલીસ તરીકેના ગુન્હાઓમાં પણ ધરપકડ કરવામાં આવેલ છે. રામોલ પોલીસ સ્ટેશન ખાતેના ગુન્હામાં પોતાની પત્ની ભાવનાબેન કિરીટકુમાર અમીનની પણ ધરપકડ પણ કરવામાં આવેલ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે એકના ડબલ કેસના મુખ્ય સૂત્રધાર યુનુસ મેમણ (તળાજા, ભાવનગર), અમદાવાદ શહેરના પોલીસ કોન્સ. જિતેન્દ્ર રમણભાઈ પંડ્યા (ઓરિજનલ પોલીસ), તથા સહ આરોપીઓ મહેશ વાઘેલા તેમજ શરીફસિંહ ચૌહાણ (કરજણ) સાથે મળી, રૂ. 40 લાખની છેતરપિંડી આચરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપ કિરીટ બાબુભાઇ અમીન પોતાના સહ આરોપીઓ સાથે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી, ફરિયાદીને રૂપિયા સાથે બોલાવી, સહ આરોપીઓ પોલીસના સ્વાંગમાં રેઇડ કરી, પોલીસની રેઇડ થઈ હોવાનું જણાવી, ફરિયાદીને ભગાડી, ડબલ કરવા લાવેલ રૂપિયા લઈને રફુચક્કર થવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરતા હોવાની કબૂલાત પણ કરવામાં આવેલ છે. આરોપીએ ભાડાના મકાન માલિક સાથે પણ ફંદો કર્યો પકડાયેલ આરોપી કિરીટ બાબુભાઈ અમીન હાલમાં ઘોડાસર વિસ્તારમાં ફ્લેટ ખાતે રહેતો હોઈ, પરંતુ ફ્લેટ માલિક સાથે ભાડા બાબત બાબતે તકરાર થતા, ફ્લેટ માલિક દ્વારા ચેક રિટર્નની ફરિયાદ કરતા નામદાર કોર્ટમાંથી વોરંટ પણ નીકળેલ હોય, પોતે ભવ્ય હોટલમાં રહેતો હોવાનો બચાવ કરેલ હતો. આરોપીની પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલ આરોપ

Ahmedabadના મણિનગરમાં નકલી મામલતદાર અને પોલીસના આઈ-કાર્ડ સાથે રીઢો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ અને ખાસ ઝુંબેશ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.

વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો આરોપી

જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે તેમજ વાહન ચેકીંગ દરમિયાન એક ઇસમ એક્ટિવા મીટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળતા, તેના વાહન અને નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, વાહન કોઈ બીજાના નામે હોય તેમજ મળી આવેલ ઇસમનો ગુન્હાહીત ઇતિહાસ ભૂતકાળમાં ગુનાઓ આચરેલ હોવાનું જણાઈ આવ્યું છે.

આરોપી ઘોડાસરનો રહેવાસી

આરોપી કિરીટકુમાર સ/ઓ બાબુભાઇ જેઠાભાઇ અમીન ઉવ. 36 રહે. એ/૬૦૧, એમ્પાયર હાઈટ્સ ફ્લેટ, કોન્ફી હોટલની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા પાસે, ઇસનપુર, અમદાવાદ શહેર મુળ રહે. બી-૮, વાત્રક સિંચાઇ કોલોની, એસ.ટી.બસ સ્ટેન્ડની પાછળ, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી મુળ વતન ગામ હેલોદર તા.માલપુર જી.અરવલ્લી નાને પકડી, તેની પાસેથી પોલીસ તરીકેના બે નકલી આઇ કાર્ડ તથા ડે.મામલતદાર તરીકેના એક નકલી આઇ કાર્ડ તથા હોન્ડા એક્ટીવા નંબર જીજે-01-LD-087 કિંમત રૂ. 15,000/- તથા મોબાઇલ ફોન કિઁમત રૂ. 10,000/- મળી, રૂ. 25,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પાસેથી બે પોલીસ અને એક રેવન્યુ ના પોલીસ અધિકારી તથા કર્મચારીના ડુપ્લીકેટ કાર્ડ મળી આવતા, મણિનગરના એ .એસ.આઈ. મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, ખોટા દસ્તાવેજો બનાવવા, તેનો ખરા તરીકે ઉપયોગ કરવા તથા રાજ્ય સેવકનો હોદ્દો ધારણ કરવા બાબતે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઇ એસ.આઈ.પટેલ, તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, કિરીટસિંહ, દોલાભાઈ અર્જુનસિંહ, પો . કો. અનિલભાઈ, રાહુલસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપી કિરીટકુમાર સ/ઓ બાબુભાઇ અમીન બાબતે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી સને 2016 થી આજદિન સુધી મોડાસા જિલ્લાના મોડાસા ટાઉનમાં 01, ખેડા જિલ્લાના ઠાસરા ના 01, અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન ખાતે 02, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 01, અમદાવાદ જિલ્લાના કેરાલા જીઆઇડીસી ખાતે 01, વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે 01 મળી, કુલ 08 જેટલા ડુપ્લીકેટ પોલીસના ગુનાઓમાં ઝડપાયો છે.

અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુનો

પકડાયેલ હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. પોકેટ કોપ એપ્લિકેશન આધારે આ પકડાયેલ આરોપી રીઢો અને આંતર જીલ્લા આરોપી નીકળેલ હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપી આશરે 06 (અડધો ડઝન) વખત વડોદરા શહેર, આણંદ જિલ્લા અને અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હોવાની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો અને લુલો બચાવ પણ કરવા લાગેલ હતો. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે..

આરોપી કિરીટકુમાર બાબુભાઇ અમીન

પકડાયેલ આરોપી કિરીટકુમાર બાબુભાઇ અમીનની પૂછપરછ કરવામાં આવતા, પોતે એમ. એ., બી.એડ. તથા પીટીસી સુધી અભ્યાસ કરવામાં આવેલ છે. આરોપીના કહેવા પ્રમાણે પોતાને પોલીસ બનવાનો શોખ હોય, પોતે સને 2012 ની સાલમાં પોલીસ ભરતીમાં કોન્સ. તરીકે પસંદગી પામેલ હતો પરંતુ, પોતાની સ્ત્રી મિત્રને પોલીસ ખાતું પસંદ ના હોય, પોતે હાજર થયેલ ના હતો. ત્યારબાદ 2014 ની સાલમાં તાલુકા કિયોન્સ એક્ઝિક્યુટિવ તરીકે છ તાલુકાના ઇન્ચાર્જ તરીકે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી મળેલ હતી અને આ નોકરી દરમિયાન આશરે 3000 જેટલા પીએમ યોજનાના ડુપ્લીકેટ કાર્ડ બાબતે કૌભાંડ થતાં, પોતાના ઉપર તથા પોતાની સાથે નોકરી કરતા વિનોદ વણઝારા, ભાનુબેન પંડ્યા સહિતના કર્મચારીઓ ઉપર ગુન્હો નોંધાયેલ, જેમાં પોતાની તથા બીજા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.

પોલીસે કરી મોટી કામગીરી

આ સિવાય પોતાના ઉપર ઠાસરા, રામોલ, કેરાલા જીઆઇડીસી, હિંમતનગર, ધરમપુર સહિતના પોલીસ સ્ટેશનો ખાતે ડુપ્લીકેટ પોલીસ તરીકેના ગુન્હાઓમાં પણ ધરપકડ કરવામાં આવેલ છે. રામોલ પોલીસ સ્ટેશન ખાતેના ગુન્હામાં પોતાની પત્ની ભાવનાબેન કિરીટકુમાર અમીનની પણ ધરપકડ પણ કરવામાં આવેલ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે એકના ડબલ કેસના મુખ્ય સૂત્રધાર યુનુસ મેમણ (તળાજા, ભાવનગર), અમદાવાદ શહેરના પોલીસ કોન્સ. જિતેન્દ્ર રમણભાઈ પંડ્યા (ઓરિજનલ પોલીસ), તથા સહ આરોપીઓ મહેશ વાઘેલા તેમજ શરીફસિંહ ચૌહાણ (કરજણ) સાથે મળી, રૂ. 40 લાખની છેતરપિંડી આચરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપ કિરીટ બાબુભાઇ અમીન પોતાના સહ આરોપીઓ સાથે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી, ફરિયાદીને રૂપિયા સાથે બોલાવી, સહ આરોપીઓ પોલીસના સ્વાંગમાં રેઇડ કરી, પોલીસની રેઇડ થઈ હોવાનું જણાવી, ફરિયાદીને ભગાડી, ડબલ કરવા લાવેલ રૂપિયા લઈને રફુચક્કર થવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરતા હોવાની કબૂલાત પણ કરવામાં આવેલ છે.

આરોપીએ ભાડાના મકાન માલિક સાથે પણ ફંદો કર્યો

પકડાયેલ આરોપી કિરીટ બાબુભાઈ અમીન હાલમાં ઘોડાસર વિસ્તારમાં ફ્લેટ ખાતે રહેતો હોઈ, પરંતુ ફ્લેટ માલિક સાથે ભાડા બાબત બાબતે તકરાર થતા, ફ્લેટ માલિક દ્વારા ચેક રિટર્નની ફરિયાદ કરતા નામદાર કોર્ટમાંથી વોરંટ પણ નીકળેલ હોય, પોતે ભવ્ય હોટલમાં રહેતો હોવાનો બચાવ કરેલ હતો. આરોપીની પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલ આરોપી મણિનગર ખાતે આવેલ ભવ્ય હોટલ ખાતે છેલ્લા બે માસથી રહેતો હોવાની વિગતો મળેલ અને ત્યાં ત્રણ ચાર ટૂંકા વાળ વાળા ઈસમો અવાર નવાર મળવા આવતા હોવાનું અને બહાર જતા હોવાની વિગતો મળતા, આ આરોપી સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ હોવાની શક્યતા આધારે મણિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, પીએસઆઈ એસ .આઈ.પટેલ દ્વારા પકડાયેલ આરોપી દ્વારા કરવામાં આવેલ કબૂલાતની ખરાઇ કરવા, આ ગુન્હામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે...? આરોપી દ્વારા પોતાની પોલીસ તરીકે ઓળખ આપી, ગુજરાતના બીજા ક્યાં ક્યાં વિસ્તારમાં ગુન્હાઓ આચરેલા છે..? વિગેરે મુદાઓ સબબ નામદાર કોર્ટમાં દિન 05ના પોલીસ રિમાન્ડ માટે રજૂ કરતા, નામદાર કોર્ટ દ્વારા દિન 02ના પોલીસ રિમાન્ડ મેળવી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દ્વારા ઉપરોક્ત ઇસમે પોલીસના નામે કે મામલદારના નામે જો કોઇની સાથે છેતરપીંડી કરેલ હોય તો, મણિનગર પોલીસ સ્ટેશન પો.ઇ.શ્રી ડી.પી.ઉનડકટ મો.૯૦૯૯૦૨૭૧૧૩ તથા પો.સબ.ઇન્સ.એસ.આઇ.પટેલ મો.૯૮૨૫૪૪૬૪૫૨ ઉપર સંપર્ક કરવા અમદાવાદ શહેરની જાહેર જનતાને અપીલ પણ કરવામા આવેલ છે..